Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હવામાન વિભાગની મોટી આગાહી, ટૂંક સમયમાં ગરમીથી મળશે રાહત

Meteorological Department Predictiion : અત્યારે પડી રહેલી કાળઝાળ ગરમીથી સૌ લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. રાજ્યમાં હવે હિટ સ્ટ્રોકના કિસ્સાઓ પણ ધીરે ધીરે વધી રહી છે. ત્યારે હવે  હવામાન વિભાગે ( Meteorological Department ) ગરમીથી લોકોને રાહત મળશે તેવી આગાહી...
હવામાન વિભાગની મોટી આગાહી  ટૂંક સમયમાં ગરમીથી મળશે રાહત

Meteorological Department Predictiion : અત્યારે પડી રહેલી કાળઝાળ ગરમીથી સૌ લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. રાજ્યમાં હવે હિટ સ્ટ્રોકના કિસ્સાઓ પણ ધીરે ધીરે વધી રહી છે. ત્યારે હવે  હવામાન વિભાગે ( Meteorological Department ) ગરમીથી લોકોને રાહત મળશે તેવી આગાહી કરી છે. જોકે હવામાનમાં ભેજનું પ્રમાણ 40 થી 50 ટકા સુધી રહેવાની આગાહી પણ કરવામાં આવી છે. વધુમાં આગામી દિવસમાં વાતાવરણ સૂકું રહશે અને દક્ષિણ પશ્ચિમ તરફના પવન ફૂંકાતા ગરમીમાં આંશિક ઘટાડો પણ નોંધાશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Advertisement

વાતાવરણમાં ભેજને કારણે ઉકળાટનું પ્રમાણ વધ્યું

હવામાન વિભાગ દ્વારા વધુમાં હવામાન વિષે માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે, હવે હવામાં ભેજનું પ્રમાણ વધ્યું છે જેના કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. પરંતુ સામે ભેજનું પ્રમાણ વધતા ભારે બફારાનો સામનો લોકો કરી રહ્યા છે. વાતાવરણમાં ભેજને કારણે ઉકળાટનું પ્રમાણ વધ્યું છે અને લોકો પરસેવાથી રેબઝેબ જોવા મળી રહ્યા છે. આગામી દિવસોમાં ભેજનું પ્રમાણ હજુ યથાવત રહેશે અને લોકોએ બફારોનો સામનો કરવાનો આવશે સાથે સાથે ડસ્ટ સ્ટ્રોંમ એટલે કે વંટોળ અને વાવાઝોડું પણ જોવા મળશે.

આગામી 3 દિવસ આંધી વંટોળની આગાહી

Advertisement

હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે કે, આગામી 3 દિવસ આંધી વંટોળની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર વિસ્તારોમાં ડસ્ટ સ્ટ્રોંમ જોવા મળશે. ડસ્ટ સ્ટ્રોમ એટલે કે આંધી વંટોળના કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો નોંધાશે. પવનની ગતિ 25 થી 30 કિલોમીટરની રહેશે તેવું અનુમાન હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ દ્વારા જણાવવામાં આવ્યું છે.

અહેવાલ - સંજય જોશી 

Advertisement

આ પણ વાંચો : VADODARA : પાલિકાની કચેરીએ ફાયર સિસ્ટમ “અપગ્રેડ” કારઇ

આ પણ વાંચો : CHHOTA UDEPUR : આધારકાર્ડ માટે મોકાણના સમાચાર GUJARAT FIRST દ્વારા ચલાવવામાં આવતા તંત્ર સફાળુ જાગ્યું

Tags :
Advertisement

.