Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Godhra: રાજ્યકક્ષાની આર્ચરી સ્પર્ધાનો ગોધરાથી પ્રારંભ, 248 જેટલા સ્પર્ધકોએ લીધો ભાગ

State Level Archery Competition, Godhra: રાજ્યકક્ષાની આર્ચરી સ્પર્ધાનો ગોધરાથી પ્રારંભ થયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, ગોધરા (Godhra) સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું...
godhra  રાજ્યકક્ષાની આર્ચરી સ્પર્ધાનો ગોધરાથી પ્રારંભ  248 જેટલા સ્પર્ધકોએ લીધો ભાગ

State Level Archery Competition, Godhra: રાજ્યકક્ષાની આર્ચરી સ્પર્ધાનો ગોધરાથી પ્રારંભ થયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, ગોધરા (Godhra) સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે અન્ડર 14 વયજુથના ખેલાડીઓ માટે ત્રિદિવસીય સ્પર્ધા યોજવામાં આવી છે. નોંધનીય છે કે, રાજ્યભરના 248 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે. જેમાં વિજેતા ખેલાડીઓને મેડલ-રોકડ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. નોંધનીય છે કે, ખેલાડીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે SAG સતત કાર્યરત રહે છે.

Advertisement

ગોધરા કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે શુભારંભ

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત,રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જીલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત રાજ્યકક્ષાની આર્ચરી સ્પર્ધા (State Level Archery Competition)નો ગોધરા કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે શુભારંભ થયો છે.અન્ડર 14 વયજુથના ખેલાડીઓ માટે આયોજિત આ સ્પર્ધામાં રાજ્યના 31 જિલ્લા માંથી 248 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે. સ્પર્ધાનો શુભારંભ ધારાસભ્ય સી.કે રાઉલજી,નિમિષાબેન સુથાર,જીલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા રમત ગમત અધિકારીની ઉપસ્થિતિમાં કરાયો છે.

બાળ સ્પર્ધકોએ ઉત્સાહભેર પોતાનું પરફોર્મન્સ રજૂ કર્યુ

આ પ્રસંગે મહાનુભાવો ઉપસ્થિત સ્પર્ધકોને ઉત્સાહ પ્રેરક ઉદ્દબોધન કરી આગામી સમયમાં પોતાનું અને દેશનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.રાજ્ય કક્ષાની ત્રિદિવસીય આર્ચરી સ્પર્ધામાં પ્રથમ દિવસે ઇન્ડિયન રાઉન્ડ અને ત્યારબાદ તબક્કાવાર કમ્પાઉન્ડ રાઉન્ડ સાથે સ્પર્ધા પૂર્ણ થયાબાદ વિજેતા સ્પર્ધકોને મેડલ અને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવનાર છે.રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે આવેલા બાળ સ્પર્ધકોએ ઉત્સાહભેર પોતાનું પરફોર્મન્સ રજૂ કર્યુ હતું અને આગામી દિવસોમાં પોતાનું અને દેશનું નામ રોશન કરશે એવો આશાવાદ વ્યકત કર્યો હતો.  નોંધનીય છે કે, ગોધરા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે અન્ડર 14 વયજુથના ખેલાડીઓ માટે ત્રિદિવસીય સ્પર્ધા યોજવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat: આ તારીખથી રાજ્યમાં શરૂ થશે ચોમાસું, હવામાન નિષ્ણાંતે કરી મોટી આગાહી

આ પણ વાંચો: Vadodara: પાવન સ્વામીની પાપલીલા! 14 વર્ષની યુવતી પર નવ વર્ષ સુધી આચરતો રહ્યો દુષ્કર્મ

આ પણ વાંચો: Gujarat: ભ્રષ્ટાચારને નાબૂદ કરવાના ભૂપેન્દ્ર પટેલની સરકાર મક્કમતાથી અગ્રેસર

Tags :
Advertisement

.