વીકેન્ડનો ફાયદો ઉઠાવવા TRP ગેમઝોનની ફી ઘટાડાઇ હતી
scheme : રાજકોટ TRP ગેમઝોન હત્યાકાંડ ( Rajkot TRP Gamezone massacre) માં ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. ગેમઝોન શરુ કરવામાં અનેક ગોટાળા હોવા છતાં સંચાલકોએ વીક એન્ડનો લાભ ઉઠાવી 99 રુપિયાની સ્કીમ (scheme) મુકી હતી અને લોકોને લલચાવ્યા હતા. નફ્ફટ સંચાલકોએ 99 રુપિયામાં લોકોને મોતની ગરકમાં ધકેલી દીધા હતા.
એન્ટ્રી ફી 500 રૂપિયાથી ઘટાડી 99 રૂપિયા કરી દેવાઇ
મળેલી માહિતી મુજબ 99 રૂપિયાની સ્કીમને કારણે ગેમ ઝોનમાં લોકોની ભારે ભીડ હતી. મળેલી માહિતી મુજબ વેકેશન અને વીકેન્ડને કારણે એન્ટ્રી ફી 500 રૂપિયાથી ઘટાડી 99 રૂપિયા કરી દેવાઇ હતી. જેને કારણે અહીં ભીડ વધુ હતી. દુર્ઘટના સમયે અહીં 300ની આસપાસ લોકો હાજર હતા. ઘટનામાં 32 લોકોના મોત તો થયા છે પણ ઘણા લોકો હજુ લાપતા છે.
ગેમ ઝોન માટે ફાયરનું NOC પણ લીધું નહોતું
ઉલ્લેખનિય છે કે સંચાલકોએ ફાયરનું એનઓસી પણ લીધું ન હતું. કોર્પોરેશનની મંજૂરી લેવી ના પડે એ માટે અહીં શેડ બનાવ્યો હતો અને રાઈડનું સર્ટિફિકેટ લઈ ત્રણ માળનો ભવ્ય ગેમ ઝોન શરૂ કરી દીધો હતો. આ સર્ટિફિકેટ આપનાર અધિકારીઓ ભૂગર્ભમાં ઊતરી ગયા છે. ગેમ ઝોન માટે ફાયરનું NOC પણ લીધું નહોતું.
વેલ્ડિંગ કરતી વખતે તણખો ઝરતાં આગ
સીડી પર વેલ્ડિંગ કરતી વખતે તણખાં ઝરતાં અચાનક આગ ભભૂકી. જો કે ઉપર જવા માટે એક જ સીડી હોવાથી બીજા-ત્રીજા માળના લોકોને બચવાનો રસ્તો જ મળ્યો નહીં. જેને કારણે મૃત્યુઆંક ખૂબ જ વધી ગયો.
1500 લિટર ડીઝલ હોવાથીઆગ વિકરાળ બની
ગેમ ઝોનમાં રબ્બર અને રેક્ઝિનનું ફ્લોરિંગ હતું. સાથે જ પતરાંનાં સ્ટ્રક્ચરમાં થર્મોકોલની શીટનું પાર્ટિશન હતું. વળી કાર ઝોન ફરતે એક હજારથી વધુ ટાયર હતાં. આ ઉપરાંત અહીં 1500 લિટર ડીઝલ હોવાથી આગ વિકરાળ બની હતી.
આ પણ વાંચો---- નફ્ફટ સંચાલકોએ રાઈડનું સર્ટિ લઈને 3 માળનું ગેમઝોન શરૂ કર્યુ હતું