Mahisagar: લંપટ શિક્ષકે કરી વિદ્યાર્થિનીની છેડતી, ગામ લોકોએ ચખાડ્યો મેથીપાક
Mahisagar: મહીસાગરમાં શિક્ષકની કાળિકરતુત કાળી કરતૂત સામે આવી છે. મળતી વિગતો પ્રમાણે શિક્ષક દ્વારા વિદ્યાર્થિનીની છેડતી મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વિગતે વાત કરવામાં આવતા પોલીસે શિક્ષક અને તોડફોડ કરનાર ટોળા સામે ગુનો નોધ્યો છે. જો કે, લંપટ શિક્ષક સામે પોસ્કો એક્ટ હેઠળ પોલીસ દ્વારા ગુનો નોઘવામાં આવ્યો છે.
નરાધમ શિક્ષક સામે પૉસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
વધારે વિગતે વાત કરવામાં આવે તો, તોડફોડ કરનાર ટોળા સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે . નોંધનીય છે કે, સરકારી શાળા સહિત પોલીસની ગાડીના ટોળા દ્વારા કાચા તોડવામાં આવ્યા હતા. આ સાથે સાથે શિક્ષકને પણ ગંભીર પ્રકારનો મારમારવામાં આવ્યો હતો. ટોળા સામે રયોટિંગ સહિત નરાધમ શિક્ષક સામે પૉસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
વીરપુર તાલુકાના રણજીત પુરા ગામમાં બની ઘટના
ઉલ્લેખનીય છે કે, મહીસાગર (Mahisagar)માં લંપટ શિક્ષકનું કાળું કારસ્તાન સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે લંપટ શિક્ષકે એક વિદ્યાર્થિનીની છેડતી કરી હોવાનું સામે આવ્યું હતું. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે મહીસાગર (Mahisagar) જિલ્લાના વીરપુર (Virpur) તાલુકાના રણજીત પુરા ગામમાં આ ઘટના બની છે. એટલું જ નહીં પણ લંપટ શિક્ષક સામે ગ્રામલોકો રોષે ભરાયા હતા. જેથી ગામના લોકોએ લંપટ શિક્ષકને મેથીપાક ચખાડ્યો હતો.
વીરપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો
ગામના સ્થાનિક લોકો શાળાએ ઉમટી પડ્યા હતા. મામલો એટલો આગળ વધી ગયો કે, પોલીસને બોલાવી પડી હતી. જેથી વીરપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. નોંધનીય છે કે, ટોળા સામે રયોટિંગ સહિત નરાધમ શિક્ષક સામે પૉસ્કો એક્ટ હેઠળ ગુનો નોધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.