Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ, ત્રણેય રથ નિજ મંદિર પરત ફર્યા

આજે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં રથયાત્રાનો ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. ત્યારે દેશભરમાં જગતના નાથ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા હતા. ત્યારે હાલ ભગવાન જગન્નાથ નગરચર્યા કરીને નિજ મંદિરે પરત ફર્યા છે. મહત્વનું છે કે, ભગવાનનાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં...
ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ  ત્રણેય રથ નિજ મંદિર પરત ફર્યા

આજે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં રથયાત્રાનો ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. ત્યારે દેશભરમાં જગતના નાથ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા હતા. ત્યારે હાલ ભગવાન જગન્નાથ નગરચર્યા કરીને નિજ મંદિરે પરત ફર્યા છે. મહત્વનું છે કે, ભગવાનનાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઊમટી પડ્યા હતા. પ્રથમ વખત ભગવાન જગન્નાથ 6 પૈડાના રથમાં નગરચર્યાએ નિકળ્યા હતા.

Advertisement

મહત્વનું છે કે, પુરી રથયાત્રા બાદ દેશમાં સૌથી મોટી બીજા નંબરની રથયાત્રા અમદાવાદમાં નીકળી છે. ભગવાનનાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. ત્યારે દિલ્હી ચકલા પાસે ભગવાન જગન્નાથજીના નવા રથનું હેન્ડલ તૂટ્યું હતું. ત્યારબાદ ખલાસીઓ દ્વારા દોરડા ખેંચી રથ આગળ ખેંચવામાં આવ્યો હતો. તે સિવાય દરિયાપુરના કડિયાનાકા પાસે છત ધરાશાયી થવાની ઘટના બની હતી. તેમજ આ છત ધરાશાયી થતા 7 થી 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રાને નગર ચર્યા માટે પ્રસ્થાન કરાવ્યા બાદ ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી સી.એમ.ડેશબોર્ડની વીડિયો વોલ પર સમગ્ર યાત્રાના માર્ગનું નિરીક્ષણ અને રથયાત્રાના શરુઆતના રૂટનું રિયલ ટાઈમ મોનીટરીંગ કરી વિસ્તૃત જાણકારી મેળવી હતી.

Advertisement

રથયાત્રામાં પ્રથમ વખત 3ડી મેપિંગ કરવામાં આવ્યું છે. આ 3D મેપિંગ માટે 1600 ફૂટની ઊંચાઈથી વિઝ્યુઅલ લેવામાં આવી રહ્યા છે. વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા રથયાત્રા રૂટનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે અને તેની સાથે જ તમામ સ્થળે શું પરિસ્થિતિ છે, તે તમામ માહિતી પોલીસ કંટ્રોલરૂમ મેળવી રહી છે.

આ સાથે જ પોલીસે હર્ષ સંઘવીને રથયાત્રાનું લાઈવ બતાવી પૂરી સિસ્ટમ કઈ રીતે કામ કરે છે, તે સમજાવ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે, વડોદરામાં હનુમાન જયંતીની શોભાયાત્રામાં થયેલ પથ્થરમારા બાદ ગુજરાત હાઈકોર્ટે આ પ્રકારના ધાર્મિક તહેવારો કે પછી રથયાત્રાઓનું લાઈવ ડ્રોનથી રેકોર્ડિંગ કરવાનું જણાવ્યું હતું. આ લાઈવ રેકોડિંગના કારણે કોમી રમખાણો કે અન્ય કોઈ ઘટનાને બનતા ટાળી શકાય છે.

આ પણ વાંચો : અમદાવાદ પોલીસ ડ્રોન કેમેરાથી રાખી રહી છે બાજનજર, પહેલીવાર થઈ રહ્યો છે આ સિસ્ટમનો ઉપયોગ

Tags :
Advertisement

.