Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મુકેશ અંબાણીની સાદગી તો જુઓ, ગામના લોકો સાથે માણી ભજીયાની મજા

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ (Anant Ambani and Radhika Merchant) ના શાહી લગ્નના પ્રી-વેડિંગ ફંક્શન (pre-wedding function) માં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ની સાદગી જોવા મળી હતી. જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપ (Reliance Township in Jamnagar) નજીક જોગવડ ગામમાં 'અન્ન સેવા' સાથે...
મુકેશ અંબાણીની સાદગી તો જુઓ  ગામના લોકો સાથે માણી ભજીયાની મજા
Advertisement

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ (Anant Ambani and Radhika Merchant) ના શાહી લગ્નના પ્રી-વેડિંગ ફંક્શન (pre-wedding function) માં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ની સાદગી જોવા મળી હતી. જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપ (Reliance Township in Jamnagar) નજીક જોગવડ ગામમાં 'અન્ન સેવા' સાથે આ પ્રી-વેડિંગ ફંક્શન (pre-wedding function)  ની શરૂઆત થઈ હતી. અન્ન સેવા હેઠળ, ગામના લગભગ 51 હજાર લોકોને ભોજન પીરસવામાં આવ્યું હતું. તેમની પારિવારિક પરંપરાને જાળવી રાખીને, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન (Reliance Industries Chairman)અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી (Managing Director Mukesh Ambani), અનંત અંબાણી અને રાધિકા સહિત પરિવારના અન્ય સભ્યોએ ગ્રામજનોને ગુજરાતી ભોજન પીરસ્યું હતું. જે આગામી થોડા દિવસો સુધી ચાલુ રહેશે.

Advertisement

મુકેશ અંબાણીએ ગામના લોકો સાથે માણી ભજીયાની મજા

જામનગર દુનિયાના ફેમસ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું પૈતૃક ગામ છે. જ્યા તેમના દિકરા અમંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો ત્રણ દિવસ સુધી પ્રી-વેડિંગ ફંક્શન થવાનો છે. લગ્નના થોડા દિવસો પહેલા પ્રી-વેડિંગ ફંક્શનનું જોરશોરથી આયોજન કરવામાં આવી રહ્યું છે, જે જામનગરમાં 1 માર્ચથી 3 માર્ચ સુધી ચાલુ રહેશે. આ પહેલા જામનગરમાં જ અન્ન સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાધિકા અને અનંતે દરેકને પોતાના હાથે ભોજન પીરસ્યું અને આ દરમિયાન ગ્રામજનો સાથે વાતચીત પણ કરી. આ દરમિયાન એક વ્યક્તિ ઘરેથી બનાવેલું ભોજન પણ લાવ્યો હતો, જે ખાસ કરીને મુકેશ અંબાણી માટે હતું. મુકેશ અંબાણીએ સામાન્ય માણસની જેમ જ જમવાની મજા માણી હતી. મુકેશ અંબાણી પોતાના હાથથી જમતા જોવા મળ્યા હતા અને તેમણે વ્યક્તિના ખાવાના વખાણ પણ કર્યા હતા. તે હાથમાં ભજીયા ખાવાની સાથે અન્ય લોકો સાથે વાત કરતા જોવા મળ્યા હતા. તેમનો વીડિયો પણ સામે આવ્યો છે અને હવે તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Advertisement

Advertisement

અંબાણી પરિવારની સાથે મર્ચન્ટ પરિવારે પણ લીધો અન્નસેવામાં ભાગ

ઉલ્લેખની છે કે, અંબાણી પરિવારના સભ્યોએ જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપ નજીક જોગવડ ગામમાં ગ્રામજનોને પરંપરાગત ગુજરાતી ભોજન પીરસ્યું હતું. રાધિકાની નાની અને માતા-પિતા વિરેન અને શૈલા મર્ચન્ટે પણ અન્નસેવામાં ભાગ લીધો હતો. લગભગ 51 હજાર સ્થાનિક લોકોને ભોજન પીરસવામાં આવશે, જે આગામી કેટલાક દિવસો સુધી ચાલુ રહેશે. અંબાણી પરિવાર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાની ઉજવણી માટે સ્થાનિક લોકોના આશીર્વાદ માંગે છે. ભોજન બાદ ઉપસ્થિતોએ પરંપરાગત લોકસંગીતનો આનંદ માણ્યો હતો. જાણીતા ગુજરાતી ગાયક કીર્તિદાન ગઢવીએ પોતાની ગાયકીથી લોકોનું મનોરંજન કર્યું હતું.

આ પણ વાંચો - Pre-Wedding Function : અનંત અંબાણીએ પ્રી-વેડિંગ ફંક્શન માટે જામનગર જ કેમ પસંદ કર્યું ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

Trending News

.

×