Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જાલોદ-ઉપલેટા બસને ગોંડલ એસ.ટી બસ સ્ટોપ પર લાવવા આગેવાનો બસની આડે સૂઇ ગયા

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ  જાલોદ થી ઉપલેટા રુટ ની બસ ગોંડલ બસસ્ટેન્ડ મા થોભવાનાં બદલે હાઇવે બાયપાસ પર પેસેન્જર ઉતારી રહી હોય રાત્રી ના આગેવાનો અને કાર્યકરો ના ટોળા એ આશાપુરા ચોકડી પાસે બસ આડા સુઇ જઇ બસ અટકાવી વિરોધ...
જાલોદ ઉપલેટા બસને  ગોંડલ એસ ટી બસ સ્ટોપ પર લાવવા આગેવાનો બસની આડે સૂઇ ગયા

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

Advertisement

જાલોદ થી ઉપલેટા રુટ ની બસ ગોંડલ બસસ્ટેન્ડ મા થોભવાનાં બદલે હાઇવે બાયપાસ પર પેસેન્જર ઉતારી રહી હોય રાત્રી ના આગેવાનો અને કાર્યકરો ના ટોળા એ આશાપુરા ચોકડી પાસે બસ આડા સુઇ જઇ બસ અટકાવી વિરોધ પ્રદર્શીત કર્યો હતો.જેના પગલે નિંભર તંત્ર દોડતુ થયુ હોય તેમ જાલોદ ઉપલેટા બસ બસસ્ટેન્ડ મા પંહોચી હતી.

Advertisement

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ નાં શંકરવાડી મા રહેતા હેતલબેન જસાણી સાંજે પાંચ વાગ્યે ગોંડલ આવવા અમદાવાદ થી જાલોદ ઉપલેટા બસ મા બેઠા હતા. અમદાવાદ થી બસ ઉપડ્યા બાદ કંડક્ટરે તેમને ગોંડલ બસસ્ટેન્ડ મા બસ નહી જાય તમારે હાઇવે બાયપાસ ઉતરવુ પડશે તેવુ કહેતા હેતલબેન મુંઝવણ મા મુકાયા હતા.બસ રાત્રી ના બાર વાગ્યે ગોંડલ પંહોચે તેવા સમયે હાઇવે પર થી ઘરે કઇ રીતે પહોંચવુ તે મુશ્કેલ હોય તેમણે ધારાસભ્ય ગીતાબા જાડેજા ની નિશ્રામાં એસ.ટી.તંત્ર સામે ઝુંબેશ ચલાવી રહેલા આગેવાનો રાજેન્દ્રસિંહ જાડેજા મોબાઇલ દ્વારા સંપર્ક કરી વિગત જણાવતા રાજેન્દ્રસિંહ જાડેજાએ ઉપલેટા ડેપો મેનેજર, જુનાગઢ ડીવીઝન નિયામક ઉપરાંત રાજકોટ ડીવીઝન નિયામકનો સંપર્ક કરવા પ્રયત્ન કરતા કોઈ અધિકારી એ મોબાઇલ રીસીવ કર્યા ના હતા.

Advertisement

બાદ માં રાજ્ય ના વાહનવ્યવહાર નિગમ ના નિયામકને મોબાઇલ કરી સ્ટોપ હોવા છતા જાલોદ ઉપલેટા બસ ગોંડલ બસસ્ટેન્ડમાં થોભવા કંડક્ટરના કહેતા હોવાની અને ગોંડલના મહીલા પેસેન્જરની પરેશાની વર્ણવી હતી.નિયામકે સબંધીત ડેપો મેનેજર તથા ડીવીઝન અધીકારી ને મોબાઇલ કરતા કોઈ એ નહી ઉપાડતા નિગમ ના નિયામક નુ પણ નીંભર તંત્ર પાસે કઇ ઉપજ્યુ નહી હોવા નુ જણાતા આખરે 'અપના હાથ જગન્નાથ 'કરી આક્રમક બનેલા રાજેન્દ્રસિંહ જાડેજા, રવિભાઇ સોલંકી,ઉપેન્દ્રસિહ ચુડાસમા,જીતુભાઇ પંડયા,દશુભા જાડેજા,જયપાલસિંહ જાડેજા,રાજભા ગોહીલ, બકુલભાઇ, ભાણુભા સહિતના કાર્યકરો એ આશાપુરા ચોકડીએ પહોંચી બાર વાગ્યે પંહોચેલી બસની આડા સુઇ જઇ બસ ને રોકી હતી.

દરમ્યાન ધારાસભ્ય ના પુત્ર ગણેશભાઈ જાડેજા પણ આશાપુરા ચોકડી દોડી ગયા હતા.અને ઉપલેટા ડેપો મેનેજર ઠુંમર સાથે મોબાઇલ મા ઉગ્ર રજૂઆત કરતા ડેપો મેનેજરે શેડ્યુલમાં બસસ્ટેન્ડ મા સ્ટોપ નહી હોવાનો લુલો બચાવ કર્યો હતો.પરંતુ આગેવાનોએ જ્યાં સુધી બસસ્ટેન્ડ મા બસ નહી જાય ત્યાં સુધી બસ ને હટવા દેવાશે નહી તેવી ચીમકી સાથે ધરણા કરતા આખરે ડેપો મેનેજર દ્વારા સુચના મળતા બસને બસસ્ટેન્ડ મા લઈ જવાઇ હતી. આમ આગેવાનોએ ફરી એકવાર સ્ટીંગ ઓપરેશન કરતા તંત્ર ને ગોંડલ બસસ્ટેન્ડ તરફ દોડતુ થવુ પડ્યુ હતુ.

રાત્રી ના ગોંડલ ના પેસેન્જરો ને ગોંડલ ની ટીકીટ લેવા છતા કેટલાક બસ ડ્રાઇવરો દ્વારા બાયપાસ હાઇવે પર અંતરીયાળ ઉતારી દેતા હોય ખાસ કરીને એકલદોકલ મહીલા પેસેન્જર ની હાલત કફોડી બને છે.શેડ્યુલ મા બસસ્ટેન્ડ નો સ્ટોપ નહી હોવાના બહાના બતાવાય છે.ત્યારે ગોંડલ ને અન્યાયકર્તા શેડ્યુલ કોણ બનાવી રહ્યા છે તેવા સવાલો ઉઠ્યા છે.

Tags :
Advertisement

.