Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાણંદમાં સેમી કંડક્ટર પ્લાન્ટનું ખાતમુહૂર્ત, વંદે ભારત સાણંદ ઉભી રહેશે તેવી જાહેરાત 

સાણંદ (Sanand)માં માઇક્રોન ટેકનોલોજી પ્લાન્ટ (Micron Technology Plant) નું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnava) અમદાવાદ - જામનગર વચ્ચે શરૂ થનારી વંદે ભારત ટ્રેનની જાહેરાત કરી હતી અને આ ટ્રેનને સાણંદ ખાતે...
સાણંદમાં સેમી કંડક્ટર પ્લાન્ટનું ખાતમુહૂર્ત  વંદે ભારત સાણંદ ઉભી રહેશે તેવી જાહેરાત 
સાણંદ (Sanand)માં માઇક્રોન ટેકનોલોજી પ્લાન્ટ (Micron Technology Plant) નું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnava) અમદાવાદ - જામનગર વચ્ચે શરૂ થનારી વંદે ભારત ટ્રેનની જાહેરાત કરી હતી અને આ ટ્રેનને સાણંદ ખાતે પણ સ્ટોપેજ અપાશે. તેમણે એમ પણ કહ્યું કે  આગામી સમયમાં સાણંદ ખાતે વર્લ્ડ ક્લાસ રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરાશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) કહ્યું કે આગામી દિવસોમાં સેમી કંડક્ટર (Semi Conductor Plant) ચીપનું હબ ગુજરાત બનશે.
વિશ્વભરની કંપની આજે ગુજરાતને ભાગીદાર બનાવવા માંગે છે
આજે સાણંદ જીઆઇડીસી ખાતે માઇક્રોન કંપનીની એસેમ્બલી અને ટેસ્ટિંગ ફેસિલિટીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે હાજર રહેલા કેન્દ્રીય રાજ્ય મંત્રી ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજીવ ચન્દ્રશેખરે કહ્યું કે છેલ્લા 6 દિવસમાં દેશમાં ઘણું બધુ નવું થયું છે. દેશને નવી સંસદ મળી છે. આઝાદ ભારતના ઇતિહાસમાં સૌથી ભવ્ય ઇમારત મળી અને પ્રથમ મહિલા અનામત બિલ તૈયાર કરવામાં આવ્યું છે. ભારતમાં બનેલો આઇફોન 15 પણ લોન્ચ થયો છે. અને આજે સેમિ કંડકક્ટર માટે ભૂમિ પૂજન થઇ રહ્યું છે. તેમણે કહ્યું કે  માઇક્રોનની ટીમે આ વ્યવસ્થા માટે ગુજરાત અને ભારત ભૂમિ પસંદ કરી તે માટે તેમને ધન્યવાદ છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ પ્રોજેક્ટ માટે ખૂબ મહેનત કરી રહ્યા છે. 16 મહિના પેહલા PM મોદી એ આ પ્રોજેક્ટ માટે સ્વપ્ન જોયું હતું પણ છેલ્લા 70 વર્ષમાં અનેક આવા મોકા જવા દેવામાં આવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે  રાજનીતિક સમાજ શક્તિના અભાવે ખૂબ મોટું નુક્સાન થયું છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં નરેન્દ્ર મોદીના વિઝન નાં કારણે દેશ વિકાસ કરી રહ્યો છે. વિશ્વભરની કંપની આજે ગુજરાતને ભાગીદાર બનાવવા માંગે છે. ગુજરાતમાં કામ કરવા માંગે છે.

Advertisement

ઇલેક્ટ્રોનિક મેન્યુફેકચરિંગમાં પણ ઉત્તરોત્તર વધારો
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ કાર્યક્રમમાં કહ્યું કે  2014માં મોબાઈલ નું ઉત્પાદન 70,000 કરોડ હતું અને આજે 3,65,000 કરોડ મોબાઈલનું મેન્યુંફેંકચરિંગ થઇ રહ્યું છે.  આજથી 9 વર્ષ પહેલા 7 હજાર કરોડનું એકસપોર્ટ થતું હતું અને આજે 91,000 કરોડ નું એકસપોર્ટ થઈ રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે ઇલેક્ટ્રોનિક મેન્યુફેકચરિંગમાં પણ ઉત્તરોત્તર વધારો આવ્યો છે.  હવે તો મોબાઈલ, ઇલેક્ટ્રોનિક, રેલવે, વિમાન તમામમાં ચિપ વપરાય છે . વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને વચન આપ્યું છે કે સેમી કંડકટર હબમાં ભારત નું નામ વિશ્વમાં સૌથી અવ્વલ કરવાનું છે.
સાણંદ ખાતે પણ વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ
આ તબક્કે  મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદ - જામનગર વચ્ચે શરૂ થનારી વંદે ભારત ટ્રેનને લઈ જાહેરાત કરી હતી કે
સાણંદ ખાતે પણ વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ અપાશે અને  આગામી સમયમાં સાણંદ ખાતે વર્લ્ડ ક્લાસ રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરાશે.
આગામી દિવસોમાં સેમી કંડક્ટર ચીપનું હબ ગુજરાત બનશે
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતાં કહ્યું કે  ૨૨૫૧૬ કરોડના રોકાણવાળા સેમી કંડક્ટર પ્લાન્ટનું આજે ખાત મૂહુર્ત થયુ છે અને 2 મંત્રીઓએ ગુજરાત અને મારા વખાણ કર્યા એટલે મારી જવાબદારી વધી છે.પીએમ મોદીની વિદેશ નીતિ અને વેપાર નીતિના લીધે અન્ય દેશો સાથેના વાણિજ્ય સંબંધો વધી રહ્યાં છે. મુખ્યમંત્રીએ કહ્યું કે વિશ્વના દેશો માટે રોકાણમાં ગુજરાત પ્રથમ પસંદગી બની રહ્યું છે. ગુજરાતની પ્રથમ પસંદગી માટે પીએમ મોદીએ ગુજરાતમાં શરૂ કરેલ વાઈબ્રંટ સમિટ મુખ્ય કારણ છે અને હવે વાયબ્રંટ સમિટ 2 દાયકાઓ પૂર્ણ કરી રહ્યું છે અને ત્યારે મને એક ઐતિહાસિક ક્ષણની યાદ આવે છે . પીએમ મોદીએ ગુજરાતમાં ટાટા પ્લાન્ટ માટે રતન ટાટાને મેસેજ કર્યો હતો કે વેલકમ ટુ ગુજરાત અને ત્યારબાદ ટાટા પ્લાન્ટ સાણંદ ખાતે સ્થપાયો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે  ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટ છે. આગામી દિવસોમાં સેમી કંડક્ટર ચીપનું હબ ગુજરાત બનશે. અને આ ચીપનો ઉપયોગ મોબાઈલ, કોમ્પ્યુટર, સર્વર સહિતના ઉપયોગમાં થવાનો છે. પ્લાન્ટની સ્થાપનાથી સાણંદ આસપાસ વૈશ્વિક કક્ષાનું સૌશ્યલ ઈન્ફાસ્ટ્રક્ચર ઉભુ થશે. મુખ્યમંત્રીએ કહ્યું કે  પીએમ મોદીની ઉપસ્થિતીમાં વાયબ્રંટ સમિટના ૨૦ વર્ષની ઉજવણી થશે.
Tags :
Advertisement

.