Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh : ભેંસાણની ચોંકાવનારી ઘટના, એક સંતાનનો પિતા અપરિણિત દિકરીને ભગાડી ગયો અને પછી...

Junagadh : જૂનાગઢ જિલ્લાના ભેંસાણ (Bhesan) થી એક ચોંકાવનારી ઘટના (A Shocking Incident) સામે આવી છે. અહી એક અપરિણીત દિકરીને ભગાડી ગયેલા યુવકના પરિવાર દ્વારા એક વૃદ્ધની હત્યા (killed) કરવામાં આવી છે. આ કેસમાં સૌથી મોટી ચોંકાવનારી વાત એ છે...
junagadh   ભેંસાણની ચોંકાવનારી ઘટના  એક સંતાનનો પિતા અપરિણિત દિકરીને ભગાડી ગયો અને પછી
Advertisement

Junagadh : જૂનાગઢ જિલ્લાના ભેંસાણ (Bhesan) થી એક ચોંકાવનારી ઘટના (A Shocking Incident) સામે આવી છે. અહી એક અપરિણીત દિકરીને ભગાડી ગયેલા યુવકના પરિવાર દ્વારા એક વૃદ્ધની હત્યા (killed) કરવામાં આવી છે. આ કેસમાં સૌથી મોટી ચોંકાવનારી વાત એ છે કે જે અપરિણીત દિકરીને યુવક ભગાડી ગયો હતો તે પરણિત છે. તે પરિણિત જ નહીં પણ એક સંતાનનો પિતા પણ છે. આ ઘટનાએ ભેંસાણ તાલુકાના લોકોને ચોંકાવી દીધા છે.

9 લોકો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ

Junagadh ના ભેંસાણમાં અપરિણિત યુવતીને ભગાડી ગયેલા યુવકના પરિવાર દ્વારા એક વૃદ્ધની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ ચકચાર મચી જવા પામી છે. જે વૃદ્ધનું મોત થયું છે તેમના પુત્ર અરવિંદ સોલંકીએ 9 લોકો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અરવિંદ સોલંકીનું કહેવું છે કે, એક સંતાનનો પિતા હોવા છતા યોગેશ ડાંગર નામનો યુવક અપરિણિત દિકરીને ભગાડીને લઇ ગયો હતો, જેના કારણે બંને પરિવાર વચ્ચે ઘર્ષણનું વાતાવરણ સર્જાયું હતું. આ ઘટનામાં યોગેશના પિતા લખન ડાંગર અને રાહુલ ડાંગર નામના વ્યક્તિએ પથ્થર મારીને અરવિંદભાઈના પિતાની હત્યા કરી નાખી હતી. આ મામલે બંને પક્ષો દ્વારા આમને-સામને મારામારીની ફરિયાદ નોંધાતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : આંગડિયા પેઢીના કર્મચારીઓને ફિલ્મી ઢબે લૂંટી લેવાયા, રૂ.65 લાખ લઈ લૂંટારુઓ ફરાર

Advertisement

આ પણ વાંચો - Mass suicide: દેવભૂમિ દ્વારકા પંથકમાં એક જ પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા ગટગટાવતા મચ્યો હાહાકાર

Tags :
Advertisement

Trending News

.

×