Junagadh : ગિરનાર, સક્કરબાગ અને સાસણનું પ્રવાસીઓમાં અનેરૂ આકર્ષણ
અહેવાલ---સાગર ઠાકર, જૂનાગઢ જૂનાગઢ એટલે ગુજરાતના પ્રવાસનની રાજધાની જૂનાગઢ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર જૂનાગઢમાં લાખોની સંખ્યામાં પ્રવાસીઓની મુલાકાત ગિરનાર, સક્કરબાગ અને સાસણનું અનેરૂ આકર્ષણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી પ્રવાસન ક્ષેત્રે વિકાસ ગુજરાતના પ્રવાસનની રાજધાની એટલે જૂનાગઢ... આ શબ્દો છે પ્રધાનમંત્રી...
Advertisement
અહેવાલ---સાગર ઠાકર, જૂનાગઢ
- જૂનાગઢ એટલે ગુજરાતના પ્રવાસનની રાજધાની
- જૂનાગઢ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર
- જૂનાગઢમાં લાખોની સંખ્યામાં પ્રવાસીઓની મુલાકાત
- ગિરનાર, સક્કરબાગ અને સાસણનું અનેરૂ આકર્ષણ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી પ્રવાસન ક્ષેત્રે વિકાસ
ગુજરાતના પ્રવાસનની રાજધાની એટલે જૂનાગઢ... આ શબ્દો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના... અને છેલ્લા પાંચ વર્ષમાં જૂનાગઢનો પ્રવાસન ક્ષેત્રે સારો એવો વિકાસ થયો છે પરિણામે આવનાર પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થયો છે જૂનાગઢ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ જૂનાગઢની મુલાકાતે આવે છે. ખાસ કરીને ગિરનાર, સક્કરબાગ ઝૂ અને સાસણ ગીર પ્રવાસીઓ માટે અનેરૂ આકર્ષણ જગાવે છે, જૂનાગઢમાં વધતું જતું પ્રવાસન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આભારી છે અને હજુ પણ પ્રવાસન ક્ષેત્રે વિકાસકાર્યો થઈ રહ્યા છે.

પ્રવાસન ક્ષેત્રે ગુજરાત રાજ્યનો પ્રથમ ક્રમાંક
તાજેતરમાં સમગ્ર દેશમાં પ્રવાસન ક્ષેત્રે ગુજરાત રાજ્યનો પ્રથમ ક્રમાંક આવ્યો છે. પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત મોખરે રહ્યું છે તેમાં પણ જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો લોકો દ્વારકા, સોમનાથ ની સાથે સાસણ ગીર અને જૂનાગઢ શહેરમાં પ્રવાસ કરવાનું ચુકતાં નથી. સામાન્ય દિવસોમાં પણ જૂનાગઢ પ્રવાસીઓથી ખાલી રહેતું નથી, રજાના દિવસો અને તહેવારોની રજામાં તો જૂનાગઢ પ્રવાસીઓથી ભરચક જોવા મળે છે, મોટી સંખ્યામાં પ્રવાસીઓ જૂનાગઢમાં ઉમટી પડે છે. ગિરનાર, સક્કરબાગ ઝૂ સહીતના ફરવાલાયક સ્થળો પર લોકોની ભીડ જોવા મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી જૂનાગઢ જીલ્લા એ પ્રવાસન ક્ષેત્રે વિકાસ કર્યો અને પરિણામે આજે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ જૂનાગઢમાં આવે છે જે પ્રવાસનનો વિકાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આભારી છે.

જૂનાગઢ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે મહત્વનું સ્થાન ધરાવે છે
પ્રવાસન ક્ષેત્રે ગુજરાત રાજ્યનો પ્રથમ ક્રમાંક આવ્યો. જૂનાગઢ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે મહત્વનું સ્થાન ધરાવે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ જૂનાગઢ જીલ્લાની મુલાકાતે આવે છે, છેલ્લા વર્ષોમાં એશિયાનો સૌથી મોટો રોપવે ગિરનાર રોપવે કાર્યરત થયો તો સાસણમાં સિંહ દર્શન સાથે જૂનાગઢ શહેરમાં આવેલા ઐતિહાસિક સ્થળો પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.
અનેક હેરિટેજ સ્થાનો
જૂનાગઢમાં ગિરનાર પર્વત, દામોદર કુંડ, ઉપરકોટ કિલ્લો, મહાબત મકબરા, સર્કલ ચોકની નવાબીકાળની ઈમારતો અને ગિર અભ્યારણ્ય સહીત અનેક હેરિટેજ સ્થાનો આવેલા છે જેને નિહાળવા લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે, ગિરનાર પર્વત પર રોપવે શરૂ થવાથી પ્રવાસીઓનો ધસારો વધ્યો છે અને છેલ્લા ત્રણ વર્ષમાં અંદાજે 20 લાખ પ્રવાસીઓ રોપવેની સફર માણી ચુક્યા છે, સક્કરબાગ ઝૂમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 6.75 લાખ પ્રવાસીઓ આવ્યા છે જ્યારે સાસણ ગીરમાં છેલ્લી સિઝનમાં અંદાજે 7 લાખ પ્રવાસીઓએ સિંહ દર્શનનો લ્હાવો લીધો છે.

સક્કરબાગ ઝુ માં વર્ષ 2023 દરમિયાન આવનાર પ્રવાસીઓની વિગત
જાન્યુઆરી -1,69,712
ફેબ્રુઆરી - 90,711
Advertisement
માર્ચ - 59,157
Advertisement
એપ્રિલ - 76,465
મે - 1,27,660
જૂન - 61,023
જુલાઈ - 31,174
ઓગષ્ટ - 59,958
ચાલુ વર્ષમાં આઠ મહિનામાં સક્કરબાગ ઝુ માં કુલ 6,75,860 પ્રવાસીઓ આવ્યા
સમગ્ર વર્ષ દરમિયાન તો પ્રવાસીઓની મુલાકાત જૂનાગઢમાં રહેતી જ હોય છે પરંતુ તહેવારો દરમિયાન પ્રવાસીઓનો ધસારો વિશેષ રહે છે, પ્રવાસીઓના આકર્ષણ પાછળનું કારણ પ્રવાસન ક્ષેત્રે થયેલ વિકાસ છે અને તેના માટેની ઉપલબ્ધ સુવિધાઓ છે, ગિરનાર રોપવે પ્રોજેક્ટ લાંબા સમયથી અટકેલો હતો જેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી બનતાની સાથે જ મંજૂરી આપીને પૂર્ણ કરાવ્યો અને પરિણામે લોકોને ગિરનાર જવામાં સુવિધા ઉભી થઈ, તેવી જ રીતે સક્કરૂબાગ ઝુ માં પણ વિકાસ થયો અને સાસણ ગીરમાં પણ પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે જેથી અહીં આવનાર પ્રવાસીઓ સુગમતાથી પોતાના પ્રવાસનો આનંદ માણી શકે છે, લોકો જૂનાગઢની મુલાકાત કરીને આનંદની અનુભૂતિ કરે છે અને પ્રધાનમંત્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરે છે.