જૂનાગઢ ઘેડ પંથક જળબંબાકાર, સાંસદ JCB માં સવાર થઈ સ્થિતિની સમીક્ષા કરવા પહોંચ્યા, Video
રાજ્યમાં આજે વરસાદે ક્યાંક ક્યાંક થોડી રાહત આપી છે. પરંતુ છેલ્લા બે દિવસમાં જૂનાગઢ જિલ્લામાં વરસેલા વરસાદના કારણે માંગરોળ તાલુકાના ઘેડ અને આસપાસનાં ગામોની સ્થિતિ કફોડી બની છે. ઓસા ગામ નજીક ઓઝત નદીનો પાળો તૂટી જતાં ગામની સીમમાં પાણી ફરી વળ્યાં છે અને ગામ બેટમાં ફેરવાયું છે. આ વચ્ચે સાંસદ રમેશ ધડુક સ્થિતિનું નિરિક્ષણ કરવા માટે આજે પહોંચ્યા હતા અને તેમને પણ જેસીબીમાં મુલાકાતે પહોંચવું પડ્યું હતું.
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમિયાન વરસેલા સાંબેલાધાર વરસાદના કારણે માંગરોળ તાલુકાના ઓસા ઘેડ અને આસપાસનાં ગામોની સ્થિતિ કફોડી બની છે. ઓસા ગામ નજીક ઓઝત નદીનો પાળો તૂટી જતાં ગામની સીમમાં પાણી ફરી વળ્યાં છે અને ગામ બેટમાં ફેરવાયું છે. ગઈકાલે બાલા ગામથી ઓસા આવી રહેલા બે યુવકો નદીના પાણીમાં તણાતા એકને બચાવી લેવાયો હતો. જ્યારે બીજો લાપતા થતાં તેની શોધખોળ ચાલી રહી છે.
જૂનાગઢ ઘેડ પંથક જળબંબાકાર, સાંસદ JCB માં સવાર થઈ સ્થિતિની સમીક્ષા કરવા પહોંચ્યા, Video#Gujarat #Junagadh #Rainfall #JCB #ViralVideo #RameshDhaduk #Monsoon #Weather #GujaratFirst pic.twitter.com/qQegamfjst
— Gujarat First (@GujaratFirst) July 2, 2023
હાલ ગામમાં NDRF ની ટીમ પણ પહોંચી છે. પોરબંદરના સાંસદ રમેશ ધડૂક પણ જેસીબીમાં સવાર થઈને ગામમાં પહોંચ્યા હતા અને સ્થિતિની સમીક્ષા કરી હતી.ઓસા ગામના સ્થાનિક લોકોએ કહ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદના કારણે ઓઝત નદીમાં આવેલા પૂરનું પાણી ઓસા અને આસપાસનાં 15થી વધુ ગામોમાં ફરી વળ્યું છે. ઓસા ગામની સીમ પાસે પાળો તૂટી જતાં ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જો પાણી ઓસરે નહીં તો ખેડૂતોએ કરેલું વાવેતર નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.
સાંસદ રમેશ ધડુક અને કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ ઓસા ગામમાં પહોંચ્યા છે. ગામ બેટમાં ફેરવાયું હોઇ નાનાં વાહનમાં જવું મુશ્કેલ હોય રમેશ ધડુક ગામલોકોની સાથે જેસીબીમાં સવાર થઈ ગામમાં પહોંચ્યા હતા અને સ્થિતિની સમીક્ષા કરી હતી. સાથે કહ્યું હતું કે, ગામમાં પાણીના કારણે ખેતીને જે નુકસાન થયું હશે તેનો સર્વે કરાવી વળતર મળે તે માટે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે.
આ પણ વાંચો : લ્યો બોલો! કૌભાંડની તપાસ થાય તે વિજીલન્સ વિભાગની ઓફિસમાં જ હાલ બેહાલ, Video