Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતમાં હવે નોકરિયાત અરજદારો નોકરીના સમય પછી પણ ડ્રાઇવિંગ લાયસન્સનો ટેસ્ટ આપી શકશે

અહેવાલ---રાબિયા સાલેહ, સુરત વ્હીકલ ટેસ્ટની લાઇનમાં વેટિંગ વધતા સુરત (Surat) આરટીઓ દ્વારા મહત્વનું નિર્ણય લેવાયો છે. અરજદારોને લાઈનમાં વધુ ઊભું ના રહેવું પડે અને ઝડપથી તેઓ ટેસ્ટ આપી શકે તેવી સુવિધા ઉભી કરાઇ છે. સુરત RTO માં ટુવ્હીલરની ટેસ્ટ માટે...
સુરતમાં હવે નોકરિયાત અરજદારો નોકરીના સમય પછી પણ ડ્રાઇવિંગ લાયસન્સનો ટેસ્ટ આપી શકશે

અહેવાલ---રાબિયા સાલેહ, સુરત

Advertisement

વ્હીકલ ટેસ્ટની લાઇનમાં વેટિંગ વધતા સુરત (Surat) આરટીઓ દ્વારા મહત્વનું નિર્ણય લેવાયો છે. અરજદારોને લાઈનમાં વધુ ઊભું ના રહેવું પડે અને ઝડપથી તેઓ ટેસ્ટ આપી શકે તેવી સુવિધા ઉભી કરાઇ છે. સુરત RTO માં ટુવ્હીલરની ટેસ્ટ માટે વેઈટિંગ લાંબુ થઈ રહ્યું હોવાનું આરટીઓના ધ્યાને આવ્યું છે.સતત ૨૫ દિવસનું ટુવ્હીલરની ટેસ્ટ નું વેઈટિંગ બોલાઈ રહ્યું છે.તેમજ વેઇટિંગ વધતા અરજદાર એ તડકા તાપ માં અથવા વરસાદમાં ઉભા રહેવાની નોબત આવે છે.પરંતુ હવે વ્હીકલ ટેસ્ટ માટે આરટીઓ દ્વારા અરજદારોનો સમય બચાવવા માટે બે શિફ્ટમાં કામગીરી કરવા નિર્ણય કરાયો છે .જેને અરજદારો એ પણ વધાવ્યું છે.અને અરજદારો ના સમય ની બચત થવા બદલ RTO નો આભાર વ્યક્ત કર્યો છે.

સવારે ૯.૩૦થી રાત્રે ૯ વાગ્યા સુધી ટેસ્ટ લેવામાં આવશે

Advertisement

અમદાવાદમાં તથ્ય પટેલના અકસ્માત કાંડ બાદ પોલીસની ભીંસ વધતાં લાઈસન્સ કઢાવવા માટે સુરત આરટીઓમાં ઘસારો શરૂ થયો હતો, અરજદારો ની ભીડ વધતા અને વધુ સમય ટેસ્ટ માટે ઊભા રહેતા લોકો એ હવે થી સુરત આરટીઓમાં ટુવ્હીલરની ડ્રાઈવિંગ ટેસ્ટ માટે ઓછા સમયમાં ટેસ્ટ આપી સમય બચાવી શકાશે.કારણ કે સવારે ૯.૩૦થી રાત્રે ૯ વાગ્યા સુધી ટેસ્ટ લેવામાં આવશે.

રાજ્યના વાહન વ્યવહાર કમિશનરે બે શિફ્ટમાં કામગીરી કરી ફરમાન જારી કર્યું

Advertisement

સુરત આરટીઓના ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક ઉપર આવતીકાલથી ટુ વ્હીલરની ટેસ્ટ સવારે ૯.૩૦થી રાત્રે ૯ વાગ્યા સુધી લેવામાં આવશે એટલું જ નહિ સવારે ૬.૩૦ થી ૨ અને ૨.૩૦થી રાત્રે ૯ સુધી એમ બે શિફ્ટમાં તેઓ અધિકારી તથા કર્મચારીઓ અરજદારો માટે કામગીરી કરશે. આ અંગે ઈંચાજ આરટીઓ આકાશ પટેલે જણાવ્યું હતું કે વેઈટિંગ પિરિયડ ઘટાડવા માટે રાજ્યના વાહન વ્યવહાર કમિશનરે બે શિફ્ટમાં કામગીરી કરી ફરમાન જારી કર્યું છે.રાજ્યની સુરત, અમદાવાદ અને રાજકોટ આરટીઓ કચેરીમાં ડ્રાઈવિંગ ટેસ્ટનો સમય સવારે ૯.૩૦થી રાત્રે ૯ વાગ્યા સુધી કરવા વાહન વ્યવહાર કમિશનરે આદેશ આપ્યો છે.અમદાવાદ તથ્ય પટેલના અકસ્માત કેસ બાદ રાજ્યભરમાં પોલીસે ચેકિંગ ડ્રાઈવ યોજી કડકાઈથી કાર્યવાહી કરવાનો આરંભ કરતાં ડ્રાઈવિંગ લાઈસન્સ કઢાવવા માટે દરેક જિલ્લાઓની કચેરીમાં ભારે ઘસારો જોવા મળ્યો હતો. કાચું લાઈસન્સ કઢાવવા માટે ઓનલાઈન અરજી કરનારાની સંખ્યા જોતા જોતા જ વધી ગઇ હતી, જો કે વીતેલા ત્રણેક મહિનાથી લાઈસન્સ કઢાવનારા અરજદારોની સંખ્યા બમણી થતા તેની અસર હવે ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક પર જોવા મળી રહી છે.

ડ્રાઈવિંગ લાઈસન્સ કઢાવનારા અરજદારોનો ઘસારો વધ્યો

હાલ ડ્રાઈવિંગ લાઈસન્સ કઢાવનારા અરજદારોનો ઘસારો વધ્યો છે,સુરત આરટીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટે ૨૫ દિવસનું વેઇટિંગ બોલાય રહ્યું છે, આર ટી ઓ ટ્રેક પર ટેસ્ટ આપવા માટે અરજદારોએ એપાઈમેન્ટ લેવાનો આરંભ કરતા વેઇટિંગ વધી ગયું હતું.પહેલા આરટીઓ માં સરળતાથી એપોઈમેન્ટ મળી જતી હતી ત્યાં હવે ૨૦ થી ૨૫ દિવસથી વધુ નું વેઈટિંગ બોલાઈ રહ્યું છે જે બાદ આરટીઓ એક્શનમાં આવી છે...

આ પણ વાંચો---અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 135મું અંગદાન

Tags :
Advertisement

.