Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Astrology : સૂર્યનો રોહિણી નક્ષત્રમાં પ્રવેશ થતાં જ આગના ગોળા વરસશે...

Astrology : હાલ રાજ્યમાં સહન ના થઇ શકે તેવી ભયંકર ગરમી પડી રહી છે. જો કે તમારે આગામી સમયમાં અગનગોળા વરસાવતી ગરમી માટે પણ તમારે તૈયાર થવું પડશે કારણ કે સૂર્યનો રોહિણી નક્ષત્રમાં પ્રવેશ થવાનો છે અને 25 મેના રોજ...
astrology   સૂર્યનો રોહિણી નક્ષત્રમાં પ્રવેશ થતાં જ આગના ગોળા વરસશે
Advertisement

Astrology : હાલ રાજ્યમાં સહન ના થઇ શકે તેવી ભયંકર ગરમી પડી રહી છે. જો કે તમારે આગામી સમયમાં અગનગોળા વરસાવતી ગરમી માટે પણ તમારે તૈયાર થવું પડશે કારણ કે સૂર્યનો રોહિણી નક્ષત્રમાં પ્રવેશ થવાનો છે અને 25 મેના રોજ મળસ્કે 3.16 વાગે સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે ત્યારે 25 મેથી 2 જૂન સુધી આકરી અને ભયંકર ગરમી પડશે તેવી આગાહી જ્યોતિષાચાર્યો (Astrology ) દ્વારા કરાઇ છે.

25 મેના રોજ મળસ્કે 3.16 વાગ્યે સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે

જ્યોતિષશાસ્ત્ર મુજબ 25 મેના રોજ મળસ્કે 3.16 વાગ્યે સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે અને સૂર્યનો રોહિણી નક્ષત્રમાં આ પ્રવેશ તમામને ભારે પડી શકે છે. જેઠ મહિનાના પ્રારંભે સૂર્ય કૃતિકા નક્ષત્રમાંથી રોહિણીમાં પ્રવેશશે જેથી 25 મેથી 2 જૂન સુધી આકરી ગરમી પડશે. રાજ્યમાં 2 જૂન સુધી ગરમીનો પારો ખૂબ ઊંચો રહેશે

Advertisement

જેઠ મહિનાના 9 દિવસ તીવ્ર ગરમી પડે છે જેને નૌતપા કહેવાય છે

જેઠ મહિનાના 9 દિવસ તીવ્ર ગરમી પડે છે જેને નૌતપા કહેવાય છે અને આ વખતે નૌતપામાં શની વક્રી હોવાથી વધુ ગરમી પડશે.ગ્રહોનો એવો સંયોગ રચાયો છે કે ભીષણ ગરમી પડશે અને સહન ના કરી શકાય તેવી ગરમી પડશે. આગામી 9 દિવસ ખુબ જ આકરો તાપ પડશે.

Advertisement

25 મેથી નૌતપાનો પ્રારંભ

જ્યોતિષીઓ અનુસાર 25 મેથી નૌતપાનો પ્રારંભ થશે જેથી તીવ્ર ગરમી પડશે. નૌતપામાં તમામ દિવસ પૂરા રહે તો સારા વરસાદના સંકેત પણ મળશે. શનિની વક્રી ચાલ છે, જેથી નૌતપામાં ભીષણ ગરમી પડશે. અંતિમ બે દિવસમાં વાવાઝોડું, વરસાદના પણ અણસાર રહે છે.

મે મહિનાના અંતમાં ગરમી વધવાનું વૈજ્ઞાનિક તારણ

જો કે મે મહિનાના અંતમાં ગરમી વધવાનું વૈજ્ઞાનિક તારણ પણ છે. મે મહિનાના અંતે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર સૌથી ઓછું હોય છે જેથી સૂર્યના કિરણો પૃથ્વી પર સીધા જ પડે છે અને પરિણામે આકરી ગરમી અનુભવાય છે.

ગ્રહોનો સંયોગ એવો રચાયો છે કે તીવ્ર અને ભયંકર ગરમી પડે છે

જ્યોતિષાચાર્ય આશુતોષ આચાર્યએ કહ્યું કે વૈશાખ મહિનો જ્યારે મધ્યાહ્ને પહોંચે ત્યારે વૃષભ રાશિમાં સૂર્યનો પ્રવેશ થાય ત્યારે વધુ ગરમી પડે છે. 15 દિવસ રોહિણી નક્ષત્રમાં રહે છે. રોહિણી નક્ષત્ર 2જી જૂન સુધી રહેશે. ગ્રહોનો સંયોગ એવો રચાયો છે કે તીવ્ર અને ભયંકર ગરમી પડે છે.

આ પણ વાંચો---- Gujarat: હવામાન વિભાગની ગરમીને લઈને મોટી આગાહી, આ જિલ્લાઓમાં પડશે ભીષણ ગરમી

Tags :
Advertisement

.

×