Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દીવા તળે અંધારું, લોકોની સુરક્ષા કરતા ફાયરના જવાનોનો જીવ પોતે જોખમમાં

સુરત શહેરના મોરા ભાગળ વિસ્તારમાં લોકોની સુરક્ષા માટે ફાયર સ્ટેશન આગળ લાકડાના બાંબુ મૂકવામાં આવ્યા છે. શહેરભરમાં જર્જરીત ઇમારતોને નોટિસ ફટકારતી ખૂદ સૂરત મહાનગરપાલિકાના ફાયર વિભાગની ઇમારત જર્જરીત જોવા મળી રહી છે, બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ઉપર ફાયરના જવાનોની ઓફીસ સાથે જ...
દીવા તળે અંધારું  લોકોની સુરક્ષા કરતા ફાયરના જવાનોનો જીવ પોતે જોખમમાં

સુરત શહેરના મોરા ભાગળ વિસ્તારમાં લોકોની સુરક્ષા માટે ફાયર સ્ટેશન આગળ લાકડાના બાંબુ મૂકવામાં આવ્યા છે. શહેરભરમાં જર્જરીત ઇમારતોને નોટિસ ફટકારતી ખૂદ સૂરત મહાનગરપાલિકાના ફાયર વિભાગની ઇમારત જર્જરીત જોવા મળી રહી છે, બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ઉપર ફાયરના જવાનોની ઓફીસ સાથે જ મોંઘા વાહનો અને ફાયરના સાધનો તો બિલ્ડિંગમાં પણ કેટલી જગ્યાએ તીરાડો પડી છે તો કેટલીક જગ્યાએ સળિયા દેખાતા ફાયરના જવાનોના જીવ અધ્ધર થયા છે.

Advertisement

જર્જરીત ફાયર સ્ટેશનમાં નોકરી કરવા અને પોતાના જીવને જોખમમાં નાખી જર્જરીત ઈમારતમાં ફરજ પર બેસવા મોરા ભાગળ ફાયર વિભાગના કર્મચારીઓ મજબુર બન્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ધરતીકંપ અથવા તો વધુ પડતા વરસાદની રાહ જોવાઇ રહી છે. જે બાદ ફાયર બિલ્ડીંગ ધરાશાય થાય તો કાર્યવાહી કરવામાં આવશે એવું લાગી રહ્યું છે.

Advertisement

એક બાજુ મોરા ભાગળ ફાયર સ્ટેશન કોઈ દુઘટર્નાની રાહે બેઠું છું તો બીજી બાજુ જહાંગીરપુરા ઈસ્કોન મંદિર ખાતે નિર્માણાધીન ફાયર સ્ટેશનની કામગીરી મંથરગતિએ ચાલી રહી છે, ફાયર વિભાગના કર્મચારીઓ આ જર્જરીત ફાયર સ્ટેશનમાં ક્યાં સુધી ફરજ બજાવશે તેનાથી તેઓ હજી અજાણ છે. જો કે ફાયર ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા હાલમાં જ આ જર્જરિત ફાયર સ્ટેશન બિલ્ડીંગની વિજીત કરી તેની પરિસ્થિતિ કેટલી હદે દયનીય છે તેનો ચિતાર મેળવ્યો હતો.

Advertisement

ફાયર સ્ટેશન વધુ પડતી ખરાબ હાલત માં આવી ગયું હોય એમ ફાયર બિલ્ડીંગ ના પોપોડા પડતા ફાયર તંત્ર ના જવાનોમાં ભયનો માહોલ ફેલાયો છે.એટલુજ નહિ એ વિસ્તાર માથી પ્રસાર થતાં વાહન ચાલકો ની સુરક્ષા ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે. બિલ્ડીંગ માં તીરાડો પડતા અહીં સ્ટાફ ક્વાર્ટસમાં વસવાટ કરતાં ફાયર ના પરિવારો ને સ્થળાંતર કરવાની ફરજ પડી છે.ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતાં અધિકારીઓ સહિત ૫૦ કર્મચારીઓનો સ્ટાફ રાત દિવસ ખડે પગે આ જર્જરીત ફાયર સ્ટેશન ખાતે ફરજ બજાવે છે.

પાલિકા ના સૂત્રો નું માનીએ તો છેલ્લા ચાર મહિનાથી જીવ ના જોખમે આહી ફાયર ના જવાનો કામ કરી રહયા છે. કર્મચારીઓ અને અધિકારીઓમાં હવે છુપો રોષ પણ જોવા મળી રહ્યો છે.પરંતુ બીજી તરફ જહાંગીરપુરા ખાતે નવા ફાયર સ્ટેશનની કામગીરી પણ ચોમાસાની સિઝનને ધ્યાને રાખીને ધીમી પડી છે.

ચોમાસુ માથે આવતા જ પાલિકા દ્વારા જર્જરીત ઈમારતોમાં વસવાટ કરતાં નાગરિકોના જાન માલની સુરક્ષા અને સલામતી ને ધ્યાને રાખી નોટિસો આપવામાં આવે છે. લોકોના જાન-માલની સુરક્ષા કરતાં ફાયર વિભાગના જવાનો ખુદ જર્જરીત ઈમારતમાં ફરજ બજવવા મજબૂર બન્યા છે. છતાં શહેરભરમાં સુરક્ષા અને સલામતી ના પોકળ દાવા કરતી પાલિકા ના પોતાના ફાયર વિભાગ ને ભગવાન ભરોસે મૂકી દીધા છે.

આ પણ વાંચો - સબ કા સાથ સબ કા વિકાસનું સ્લોગન ભાજપના પૂર્વ MLA એ ઝંખના પટેલે સાર્થક કર્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ – રાબિયા સાલેહ, સુરત

Tags :
Advertisement

.