Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IPS ના કહેવાતા "વહીવટદાર"ને DGP એ માફ કર્યો, મૂળ મહેકમમાં પરત

IPS : રાજ્ય પોલીસ દળમાં અનેક એવી ઘટનાઓ બની ચૂકી છે. જેમાં IPS Officers ની સંડોવણી સામે આવી હોવા છતાં તેમની સામે નામ માત્રના પગલાં લેવામાં આવે છે. જે કૉન્સ્ટેબલની Gujarat DGP એ બદલી કરી હતી તેને પાછો મૂળ સ્થાને...
ips ના કહેવાતા  વહીવટદાર ને dgp એ માફ કર્યો  મૂળ મહેકમમાં પરત

IPS : રાજ્ય પોલીસ દળમાં અનેક એવી ઘટનાઓ બની ચૂકી છે. જેમાં IPS Officers ની સંડોવણી સામે આવી હોવા છતાં તેમની સામે નામ માત્રના પગલાં લેવામાં આવે છે. જે કૉન્સ્ટેબલની Gujarat DGP એ બદલી કરી હતી તેને પાછો મૂળ સ્થાને મુકી દેનારા મૃદુભાષી IPS અધિકારી સવાલોના ઘેરામાં આવી ગયા છે. વિકાસ સહાય (Vikas Sahay) ની સંમતિથી થયેલા વિવાદાસ્પદ પોલીસ કૉન્સ્ટેબલની બદલીના હુકમનો પત્ર વાયરલ થયો છે. અગ્નિકાંડ બાદ ભારે વિવાદમાં આવેલા Rajkot Police Commissioner રાજુ ભાર્ગવ સહિત 3 IPS અધિકારીને ગુજરાત સરકારે (Gujarat Government) સ્થાન પરથી હટાવતા 'વહીવટદાર' અને ભ્રષ્ટ IPS ની સાંઠગાંઠ ચર્ચાના ચગડોળે છે. ગેમ ઝોન સહિતના લાયસન્સની પ્રક્રિયા હોય કે દારૂ-જુગાર-બાયોડિઝલના હપ્તાઓ "સાહેબ" ના ઈશારે વહીવટદારે ઘણાં ખેલ પાડ્યાં છે.

Advertisement

વહીવટદારની કેમ થઈ હતી જિલ્લા બદલી ?

Gujarat DGP ના સીધા તાબામાં આવતા સ્ટેટ મોનિટરિંગ સેલે (State Monitoring Cell) જુલાઈ-2023માં રાજકોટ શહેરની ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચાલતા બાયોડિઝલ (Biodiesel) ના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો હતો. મહિને લાખો રૂપિયાનો હપ્તો લઈને રાજકોટ શહેર પોલીસ (Rajkot City Police) આ ધંધો ખુલ્લેઆમ ચલાવી રહી હતી. Team SMC એ પકડેલાં આરોપીઓની તપાસમાં સિનિયર IPS ના વિશ્વાસુ કૉન્સ્ટેબલ અરજણ હરભમભાઇ ઓડેદરાની સંડોવણી સામે આવી હતી. ગુનેગારો સાથે સંડોવણી ધરાવતા કૉન્સ્ટેબલ અરજણ ઓડેદરા વિરૂદ્વ SMC એ રાજ્ય પોલીસ વડા વિકાસ (DGP Gujarat) સહાયને રિપોર્ટ સોંપ્યો હતો. આ રિપોર્ટના આધારે જુલાઈ મહિનાના અંતિમ દિવસે સજાના ભાગરૂપે કૉન્સ્ટેબલ અરજણ ઓડેદરાની તાત્કાલિક અસરથી વડોદરા ગ્રામ્ય પોલીસ (Vadodara Rural Police) ખાતે બદલી કરી હતી.

7 મહિનામાં DG એ કૉન્સ્ટેબલને માફ કર્યો

રાજકોટ શહેરમાંથી બદલી કરાયેલા કૉન્સ્ટેબલ અરજણ ઓડેદરાને પરત લાવવા માટે સિનિયર IPS અધિકારીએ ગાંધીનગર પોલીસ ભવનમાં પ્રયાસ શરૂ કર્યા હતા. સિનિયર IPS અને પોલીસ કૉન્સ્ટેબલ વચ્ચેનો નાતો સૌની જાણમાં હતો. આખરે સાતેક મહિના બાદ તત્કાલિન Addl DGP (વહીવટ) નરસિમ્હા કોમાર (Narasimha N Komar) ની સહીથી એક હુકમ થયો અને અરજણ ઓડેદરા પાછો રાજકોટ પહોંચી ગયો. અરજણ ઓડેદરાને માફ કરી તેને મૂળ મહેકમમાં પરત મોકલી આપવા માટે Gujarat HoPF વિકાસ સહાયે મંજૂરી આપી હતી.

Advertisement

માનવતાવાદી DGP એ અનેકને માફ કર્યા

રાજ્ય પોલીસ વડાના કાર્યકાળ દરમિયાન વિકાસ સહાયે કેટલાંય PSI, PI અને પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. કેટલાંય બદમાશ પોલીસની જિલ્લા ટ્રાન્સફર (District Transfer) પણ કરી છે. સસ્પેન્ડ કર્યા બાદ પોલીસ અધિકારી-કર્મચારીની મુલાકાત કરવાનો એક નવો ચીલો DGP સહાયે ચાતર્યો છે. છેલ્લાં એકાદ વર્ષમાં IPS અધિકારીઓ યેનકેન પ્રકારે વિકાસ સહાયને મનાવી લઈ પોતાના માનીતા તેમજ વહીવટ સંભાળતા અધિકારી-કર્મચારીઓની બદલી કરાવી લીધી હોવાના અનેક દાખલા પણ છે. કેટ-કેટલાંય પોલીસવાળાને પણ મોટા સાહેબ સસ્પેન્શન પરથી પરત લઈ ચૂક્યાં છે.

આ પણ વાંચો - Gujarat Government : બદલી કરી કથિત આરોપી IAS IPS અધિકારીઓને બચાવી લીધાં ?

Advertisement

Tags :
Advertisement

.