Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Porbandar : 20 તોલાના સોનાના દાગીના પહેરી મહેર જ્ઞાતિના હજારો ભાઇઓ-બહેનો મણિયારો રાસ રમ્યા

અહેવાલ--કિશન ચૌહાણ, પોરબંદર સુદામાપુરી પોરબંદરમાં નવરાત્રિ નોરતાના પાંચમાં દિવસે મહેર જ્ઞાતિનો પ્રખ્યાત મણિયારો અને બહેનોના રાસડાનું પરંપરાગત પહેરવેશમાં આયોજન કરાયું હતું. ૧૦થી ૧ર હજાર ભાઇઓ-બહેનોએ એક સાથે એક જ ગ્રાઉન્ડમાં મણિયારો અને રાસડાની રમઝટ બોલાવી મહેર જ્ઞાતિની સંસ્કૃતિની ઝલક લોક...
porbandar   20 તોલાના સોનાના દાગીના પહેરી મહેર જ્ઞાતિના હજારો ભાઇઓ બહેનો મણિયારો રાસ રમ્યા

અહેવાલ--કિશન ચૌહાણ, પોરબંદર

Advertisement

સુદામાપુરી પોરબંદરમાં નવરાત્રિ નોરતાના પાંચમાં દિવસે મહેર જ્ઞાતિનો પ્રખ્યાત મણિયારો અને બહેનોના રાસડાનું પરંપરાગત પહેરવેશમાં આયોજન કરાયું હતું. ૧૦થી ૧ર હજાર ભાઇઓ-બહેનોએ એક સાથે એક જ ગ્રાઉન્ડમાં મણિયારો અને રાસડાની રમઝટ બોલાવી મહેર જ્ઞાતિની સંસ્કૃતિની ઝલક લોક સમક્ષ મુકી હતી. એક મહિલા પોતાના શરીરે ર૦-ર૦ તોલા સોનાના દાગીના પહેરી પરંપરાગત રાસડા રમી માતાજીની આરાધના કરી હતી.

Advertisement

પાંચમે નોરતે મહેર જાતિની લોક સંસ્કૃતિ અને કલાઓની બુકનુ વિમોચન

પોરબંદરમાં મોટી સંખ્યામાં મહેર સમાજ વસવાટ કરે છે. આ જ્ઞાતિનો પરંપરાગત પહેરવેશ અને ભાઇઓનો મહેર મણિયારો અને બહેનોના રાસડા જગ વિખ્યાત છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિના પાંચમા નોરતે આ મહેર જ્ઞાતિની સંસ્કૃતિના દર્શન થયા હતા. પોરબંદરમાં ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા આયોજીત આ રાસોત્સવ અંગે વિમલજીભાઇ ઓડેદરાએ (પ્રમુખ ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ) એવું જણાવ્યું હતું કે મહેર જાતિની લોક સંસ્કૃતિ અને કલાઓની એક બુક નવરાત્રિના પાંચમા નોરતે બુકનું વિમોચન કરવામાં આવ્યું છે. મહેર સમાજની એક આગવી પરંપરા અને સંસ્કૃતિ છે. આજે આ સમાજ દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યો છે. ત્યારે નવરાત્રિમાં મહેર જ્ઞાતિની સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવે છે.

Advertisement

20 તોલાના સોનાના દાગીના પહેરી બહેનો રમે છે રાસડા

પોરબંદર જિલ્લા તથા તેની આસપાસ વસવાટ કરતી મહેર સમાજક્ષત્રિય જાતી છે કે જેમણે પોતાના વતન માટે યુદ્ધ કર્યું હતું અને જીત હાંસલ કરી હતી ત્યારે બુંગીયો ઢોલ વગાડવામાં આવ્યો હતો ત્યારથી વિજયોત્સવ મનાવામાં આવે છે.આ મણિયારો રાસ જન્માષ્ટમી, હોળી અને નવરાત્રીમાં પરંપરાગત પોષક પહેરીને રમવામાં આવે છે. પોરબંદરમાં દર વરસે મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વરા રાસ-ગરબાનું આયોજન કરવામાં આવે છે. જેમાં પાંચમાં નોરતે મહેર સમાજના ભાઈઓ-બહેનો દ્વારા પરંપરાગત પોષાક પહેરીને રાસ-ગરબાની રમઝટ બોલાવે છે. આ ઉપરાંત મહેર જ્ઞાતિની મહિલાઓ પોતાના શરીરે ૨૦-૨૦ તોલાના સોનાના દાગીના પહેરી ગરબે ઘૂમે છે.

રાસ રમતી વખતે આવો હોય છે પોષાક

મહેર સમાજની મહિલાઓ જ્યારે રાસડા રાસ રમવા આવે છે ત્યારે પોતાનો પોષાક હોય છે ઢારવો, કાપડું , ઓઢણી અને ડોકમાં સોનાનાં હાર, કાનમાં વેઢલા કેડે કંદોરો પેહરે છે. જ્યારે પુરુષો રમે છે ત્યારે આંગણી, ચોયણી, પાઘડી, ખેસ પહેરીને રમે છે. ચોપાટી મેદાનના ખુલ્લા ગ્રાઉન્ડમાં રાસોત્સવનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે અને પોતાની નાની બાળાઓને પણ આ સમાજની પરંપરા શીખવે છે.પોરબંદર ચોપાટી મેળા ગ્રાઉન્ડમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહેર સમાજ દ્વારા નવરાત્રિ રાસોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં ભાઇઓએ મણિયારો રાસ રમી અને બહેનોએ રાસડા રમી માતાજીની આરાધના કરી હતી.

આ પણ વાંચો---રાઘવજી ઉવાચ..’હું હમાસની જેમ થતાં હુમલાને ઈઝરાયલની જેમ પાડી દઉ છું’

Tags :
Advertisement

.