Gujarat: HTATના મુખ્ય શિક્ષકોના આંદોલનની જાહેરાતથી સરકાર એક્શનમાં, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કર્યું ટ્વીટ
Gujarat: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષકોનો વિવાદ ચાલી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાત (Gujarat) રાજ્ય મુખ્ય શિક્ષક સંઘે આંદોલનનું એલાન કર્યું હોવાની માહિતી સામે આવી છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, HTATના મુખ્ય શિક્ષકો (HTAT Head Teachers)ના આંદોલનની જાહેરાતથી સરકાર એક્શનમાં આવી ગઈ છે. તેમને જણાવી દઈએ કે, અત્યાર ગુજરાત (Gujarat) રાજ્યના શિક્ષણ મંત્રી (Education Minister) કુબેર ડિંડોર (Kuber Dindor)એ આંદોલન મુદ્દે ટ્વીટ કર્યું છે. નોંધનીય છે કે, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ટ્વીટ કરી શાંતિ જાળવવા માટે અપીલ કરી છે.
સૌ એચ-ટાટ મુખ્ય શિક્ષક મિત્રોને નમ્ર અપીલ,
આપના બદલી ના નિયમો તૈયાર કરવાની પ્રક્રિયા આખરી તબક્કા માં છે. ટૂંક સમય માં એ જાહેર કરવામાં આવશે. તેથી કેટલાક એચ-ટાટ મુખ્ય શિક્ષક મિત્રો દ્વારા આપવામાં આવેલ આવતીકાલ ના ઉપવાસ આંદોલનને મોકૂફ રાખવા મારા સૌ એચ-ટાટ મુખ્ય શિક્ષક મિત્રોને અપીલ…
— Dr. Kuber Dindor (@kuberdindor) July 15, 2024
બદલીના નિયમો તૈયાર કરવાની પ્રક્રિયા આખરી તબક્કામાં: શિક્ષણ મંત્રી
ઉલ્લેખનીય છે કે, રાજ્યના શિક્ષણ મંત્રી (Education Minister) કુબેર ડિંડોર (Kuber Dindor)એ HTATના મુખ્ય શિક્ષકો (HTAT Head Teachers)ને આંદોલન મોકૂફ રાખવા અપીલ કરી છે. આ સાથે તેમણે એવું પણ જણાવ્યું છે કે, બદલીના નિયમો તૈયાર કરવાની પ્રક્રિયા આખરી તબક્કામાં છે. જેથી HTATના મુખ્ય શિક્ષકોને શાંતિ રાખવા માટે અપીલ કરી છે. આ સાથે તેમણે કહ્યું કે, ‘આગામી ટુંક સમયમાં નવા નિયમો જાહેર કરાશે.’ નોંધનીય છે કે, HTATના મુખ્ય શિક્ષકોને આંદોલન કરવાની સરકારને ચીમકી આપી હતી. જે બાદ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પ્રતિક્રિયા આપી છે.
શિક્ષક સંઘે આમરણાંત ઉપવાસ કરવાની જાહેરાત કરી
વધારે વિગતે વાત કરવામાં આવે તો, રાજય મુખ્ય શિક્ષક સંઘ સત્યાગ્રહ છાવણીમાં ઉપવાસ આંદોલન કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે. મહત્વની વાત તો એ છે કે, શિક્ષક સંઘે આમરણાંત ઉપવાસ કરવાની જાહેરાત કરી છે. આ સાથે HTATના નિયમોની જાહેરાત ન થાય ત્યાં સુધી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જેથી સરકાર પણ સત્વરે એક્શન મોડમાં આવી ગઈ છે. અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આંદોલન મુદ્દે ટ્વીટ કરીને શિક્ષકોને આંદોલન મોકૂફ રાખવા અપીલ કરી છે.