Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CHHOTA UDEPUR માં પ્રજા-તંત્રની ભાગીદારી મહત્વપૂર્ણ ગણાવી ‘સંપૂર્ણતા અભિયાન’ નો પ્રારંભ

CHHOTA UDEPUR : નીતિ આયોગ દ્વારા નક્કી કરાયેલા શિક્ષણ, પોષણ, સ્વાસ્થ્ય સહિતના તમામ ઇન્ડિકેટર્સને હાંસલ કરવા પ્રજા-તંત્રની ભાગીદારી મહત્વપૂર્ણ ગણાવી ‘સંપૂર્ણતા અભિયાન’ નો પ્રારંભ CHHOTA UDEPUR જીલ્લા કલેક્ટર અનિલ ધામેલીયા દ્રારા કરવામાં આવ્યો હતો. આ સાથે સો ટકા સેચ્યુરેશનને હાંસલ...
chhota udepur માં પ્રજા તંત્રની ભાગીદારી મહત્વપૂર્ણ ગણાવી ‘સંપૂર્ણતા અભિયાન’ નો પ્રારંભ

CHHOTA UDEPUR : નીતિ આયોગ દ્વારા નક્કી કરાયેલા શિક્ષણ, પોષણ, સ્વાસ્થ્ય સહિતના તમામ ઇન્ડિકેટર્સને હાંસલ કરવા પ્રજા-તંત્રની ભાગીદારી મહત્વપૂર્ણ ગણાવી ‘સંપૂર્ણતા અભિયાન’ નો પ્રારંભ CHHOTA UDEPUR જીલ્લા કલેક્ટર અનિલ ધામેલીયા દ્રારા કરવામાં આવ્યો હતો. આ સાથે સો ટકા સેચ્યુરેશનને હાંસલ કરવા અધિકારીઓને રચનાત્મક સૂચનો આપીને માર્ગદર્શન પણ કલેક્ટર દ્વારા પુરુ પાડવામાં આવ્યું હતુ.

Advertisement

CHHOTA UDEPUR કલેક્ટર અનિલ ધામેલીયાએ નસવાડી તાલુકા સ્થિત કન્યા સાક્ષરતા શાળા ખાતે સંપૂર્ણતા અભિયાન કાર્યક્રમનો પ્રારંભ કરાવતા જણાવ્યું કે, નીતિ આયોગ દ્વારા આકાંક્ષી જિલ્લા-તાલુકામાં શિક્ષણ, પોષણ, ખેતી-પશુપાલન, આરોગ્ય અને સામાજિક વિકાસને કેન્દ્રમાં રાખીને મહત્વના છ ઇન્ડિકેટર્સ ઉપર વિશેષ ભાર અપાયો છે. જેમાં પ્રજા-તંત્રની સહભાગીદારી સુનિશ્ચિત કરીને આ ઇન્ડિકેટર્સને સો ટકા સેન્ચ્યુરેશન સુધી લઈ જવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓ-કર્મીઓને કેટલાંક રચનાત્મક સૂચનો આપીને માર્ગદર્શિત કર્યા હતા.

Advertisement

આ પ્રસંગે કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ અંતર્ગત ૩ ગ્રામ સંગઠનને ૪૫ લાખની સહાય, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ૧૦ લાભાર્થીઓને દીકરી વધામણાં સહાય કીટ તથા વ્હાલી દીકરી સહાયના ૧૧ લાખના મંજૂરી હુકમ એનાયત કરાયા હતા. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા સગર્ભા-ધાત્રી માતા, કિશોરીઓ, બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે ટેક હોમ રેશન – માતૃશક્તિ, પૂર્ણા શક્તિ અને બાળ શક્તિના પેકેટમાંથી અનેકવિધ વાનગીઓ તૈયાર કરીને કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનોને જાગૃત કરાયા હતા. મેડિકલ કેમ્પમાં વિદ્યાર્થીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નીતિ આયોગ દિલ્હીના પ્રતિનિધિ અરુણાભ દે, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા , ગ્રામ વિકાસ નિયામક કે.ડી. ભગત, તાલુકા પંચાયત પ્રમુખ , સ્થાનિક પદાધિકારીઓ, અધિકારી-કર્મીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement

અહેવાલ : તોફીક શેખ 

આ પણ વાંચો : Jetpur: ગાંધીનગર ફૂડ વિભાગે નકલી પનીર તમેજ અખાદ્ય દૂધનો કર્યો પર્દાફાશ

Tags :
Advertisement

.