Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રેમ પ્રકરણમાં પતિએ પત્નીના પ્રેમીને મોકલ્યો બોમ્બ, બ્લાસ્ટમાં 2 ના મોત

Sabarkantha: વડાલી બ્લાસ્ટમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે. કાલે વડાલીના વેડાછાવણી ગામના વણઝારા પરિવારના ઘરે એવો બ્લાસ્ટ થયો કે, તેનો અવાજ એકથી બે કિમી સુધી સંભળાયો હતો. જેથી આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તમને જણાવી દઈએ...
પ્રેમ પ્રકરણમાં પતિએ પત્નીના પ્રેમીને મોકલ્યો બોમ્બ  બ્લાસ્ટમાં 2 ના મોત

Sabarkantha: વડાલી બ્લાસ્ટમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે. કાલે વડાલીના વેડાછાવણી ગામના વણઝારા પરિવારના ઘરે એવો બ્લાસ્ટ થયો કે, તેનો અવાજ એકથી બે કિમી સુધી સંભળાયો હતો. જેથી આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, આ બ્લાસ્ટમાં એક નવી વિગત સામે આવી છે. આ બ્લાસ્ટ પ્રેમ પ્રકરણમાં થયો હોવાની જાણકારી સામે આવી છે. આ કેસમાં પોલીસે અત્યારે જયંતી વણઝારાની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આરોપીની ધરપકડ કરી છે.

Advertisement

આરોપી 15 દિવસથી યોજના બનાવી રહ્યો હતો

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, મૃતક વ્યક્તિ જીતુભાઇ વણઝારા અને આરોપી જયંતી વણઝારા પત્ની બન્ને એક જ ગામના હતા. આરોપી જયંતી વણઝારાને આ બન્ને વચ્ચે આડાસંબંધ શંકા હતી. મળતી વિગતો પ્રમાણે મૃતક જીતુ વણઝારા અને આરોપી જયંતી વણઝારાની પત્ની એકબીજાને મળતી તે આરોપીને પસંદ નહોતું. આથી આરોપીએ પત્નીના પ્રેમીને રસ્તેથી હટાવવા માટે જીતુ વણઝારાનો ખેલ ખતમ કરવાનો પ્લાન શરૂ કરી નાખ્યો છે. પોલીસે જણાવ્યું કે, આરોપી છેલ્લા પંદર દિવસથી આની તૈયારી કરી રહ્યો હતો.

આરોપીએ આ પાર્સલ એક રિક્ષા ચાલકના હાથે મોકલાવ્યું હતું

નોંધનીય છે કે, પત્નીનું પ્રેમ પ્રકરણ પૂર્ણ કરવા માટે તેના પ્રેમીનો જીવ લેવા માટે આરોપી તૈયારી તો કરી રહ્યો હતો પરંતુ તે વ્યક્તિગત રીતે તેને મારવા માટે સક્ષમ નહોતો તેથી બ્લાસ્ટનો પ્લાન કર્યો હતો. આરોપીએ આવું પાર્સલ બનાવવા માટે રાજસ્થાનના શખ્સ પાસેથી જાણકારી મેળવી હતી. મૃતકની પૂર્વ પ્રેમિકાના પતિએ રાજસ્થાનથી ખરીદાયેલા ડેટોનેટરને ટેપ રેકોર્ડરમાં ફીટ કરી મૃતકના ઘરે મોકલાવની યોજના બનાની. આરોપીએ આ પાર્સલ એક રિક્ષા ચાલકના હાથે મોકલાવ્યું હતું. જો કે, મફતમાં પાર્સલ આવ્યું છે તે મૃતકે પાર્સલ રાખી લીધું. પાર્સલ ખોલતાની સાથે એક મોટો બ્લાસ્ટ થયો અને એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું છે.

Advertisement

CCTVમાં આરોપી જયંતિ વણઝારાની ધરપકડ

ઉલ્લેખનીય છે કે, પોલીસે એક્ટિવાના નંબરના આધારે જ્યંતિ વણઝારાને પકડી પાડ્યો હતો. CCTVમાં આરોપી જયંતિ વણઝારા રિક્ષાચાલકને પાર્સલ આપતો દેખાઈ રહ્યો હતો. નોંધનીય છે કે, આ કેસમાં અત્યારે FSL, બોમ્બ સ્કવોડ, ATS, NSG, ચેતક કમાન્ડો દ્વારા તપાસ હાથ ધરી દેવામાં આવી છે. આ કેસમાં પાર્સલમાં બોમ્બ આપનાર જ્યંતિ વણઝારાની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ અત્યારે બોમ્બ બનાવતા શીખવાડનાર અને ડેટોનેટર આપનારની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે જ્યંતિ રાજસ્થાનના શખ્સ પાસેથી બોમ્બ બનાવતા શીખ્યો હતો. પોલીસ અત્યારે દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવા પ્રયાસ કરી દીધી છે.

આ પણ વાંચો: Vadali Blast: મફતમાં લીધું પાર્સલ રૂપી મોત! જાણો વડાલીના રહસ્યમય બ્લાસ્ટની સંપૂર્ણ વિગતો

આ પણ વાંચો: Vadali blast : વડાલી બ્લાસ્ટ કેસમાં પાર્સલ આપનારા સુધી પહોંચી પોલીસ

આ પણ વાંચો: Viral Video: અમદાવાદમાં સ્પામાં દારૂના નશામાં ધુત યુવતીઓએ જમાલકુડુ પર કર્યો ડાન્સ, જુઓ video

Advertisement
Tags :
Advertisement

.