Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતમાં હોળી પહેલા ગરમી વધી, આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં Yellow Alert

હોળી (Holi) નો તહેવાર નજીક છે તે પહેલા જ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ગુજરાતના અલગ અલગ શહેરમાં ગરમી જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આગામી 5 દિવસ યલો એલર્ટ (Yellow Alert) આપવામાં આવેલું...
ગુજરાતમાં હોળી પહેલા ગરમી વધી  આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં yellow alert

હોળી (Holi) નો તહેવાર નજીક છે તે પહેલા જ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ગુજરાતના અલગ અલગ શહેરમાં ગરમી જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આગામી 5 દિવસ યલો એલર્ટ (Yellow Alert) આપવામાં આવેલું છે. જો અમદાવાદની વાત કરીએ તો શહેરમાં પાંચ દિવસોમાં પારો 43 ડિગ્રી (43 degrees) એ પહોંચી શકે છે. જોકે, છેલ્લા ઘણા દિવસોથી ગરમીનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે.

Advertisement

રાજ્યમાં કાળઝાળ ગરમીને લઇને આગાહી

હવામાન વિભાગ દ્વારા કાળઝાળ ગરમીને લઇને આગાહી કરવામાં આવી છે. જોકે, તાજેતરમાં વસંતનો સમય છે તેમ છતા ગરમીનું પ્રમાણ વધ્યું છે. લોકો બપોરના સમયે નિકળતા પહેલા વિચારી કરી રહ્યા છે. હવામાન વિભાગે કહ્યુ કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને ભેજવાળુ વાતાવરણ રહેશે. આવતીકાલથી 5 દિવસ હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદમાં 5 દિવસમાં પારો 43 ડિગ્રીએ જઇ શકે છે. હવામાન વિભાગે પોરબંદર,ગીર સોમનાથ,અમરેલી, રાજકોટ, જૂનાગઢ, કચ્છમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં ગરમ પવનો ફૂંકાશે. આ સાથે હવામાન વિભાગે જણાવ્યું કે, જે જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે તેની આસપાસના વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી શકે છે.

ક્યાં છે વધારે ગરમી ?

  • રાજકોટ : 39.5 ડિગ્રી
  • અમરેલી : 39.5 ડિગ્રી
  • ડાંગ : 39.1 ડિગ્રી
  • અમદાવાદ:38.9 ડિગ્રી
  • વડોદરા : 38.6 ડિગ્રી
  • ભુજ : 38.5 ડિગ્રી
  • ગાંધીનગર : 38.0 ડિગ્રી
  • ડીસા : 37.8 ડિગ્રી
  • ભાવનગર : 37.2 ડિગ્રી
  • જામનગર : 37.1 ડિગ્રી
  • પોરબંદર : 36.0 ડિગ્રી
  • સુરત : 35.8 ડિગ્રી

દેશમાં 2024 માં ગરમી તમામ રેકોર્ડ તોડી દેશે

ઉલ્લેખનીય છે કે,  આવનારા દિવસોમાં ગરમી કેટલી પડશે તે અંગે વિશ્વ હવામાન સંસ્થા (World Meteorological Organization) એ એક અહેવાલ જારી કર્યો હતો જેમા કહેવામાં આવ્યું હતું કે, દેશમાં 2024 માં ગરમી તમામ રેકોર્ડ (Record) તોડી દેશે. જેની શરૂઆત થઇ રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે (weather forecast) આગાહી કરી છે કે, ગુજરાત (Gujarat) રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન વધતું રહેશે, જેના કારણે એપ્રિલ અને મે મહિનામાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે. આથી લોકોએ પણ આકરી ગરમી માટે તૈયાર રહેવું પડશે.

Advertisement

આ પણ વાંચો - સાવધાન..! આ વર્ષે દેશમાં ગરમીનો રેકોર્ડ તૂટશે : WMO

આ પણ વાંચો - Weather Report : કાળઝાળ ગરમી માટે રહેજો તૈયાર, માર્ચમાં આટલો ઊંચકાશે ગરમીનો પારો!

Advertisement

આ પણ વાંચો - રાજ્યમાં આગામી દિવસોમાં વધશે ગરમી, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી

Tags :
Advertisement

.