Gujarat: આગામી 4 જૂને રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે, તાપમાન 42 થી 44 ડિગ્રી રહેવાની આગાહી
Gujarat: ચાર જૂનના રોજ લોકસભા ઇલેક્શનનું પરિણામ આવનાર છે ત્યારે તે દિવસ પોલિટિકલ દ્રષ્ટિએ ગરમ રહેશે સાથે સાથે હવામાન વિભાગની આગાહી પર નજર કરીએ તો તે દિવસે 42 થી 44 ડિગ્રી આસપાસ રાજ્યનું વાતાવરણ રહેવાનું છે. ઉપરાંત ચાર જૂને Gujarat રાજ્યમાં વાતાવરણ શુકુ રહેશે. આવનારા પાંચ દિવસ મેક્સિમમ ટેમ્પરેચરમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય ઉપરાંત કચ્છ, પાટણ અને બનાસકાંઠા વિસ્તારોમાં ત્રણ દિવસ આંધી વંટોળ (dust strome) રહેવાની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે સાથે સાથે કચ્છ, પાટણ, અને બનાસકાંઠા વિસ્તારોમાં આંધી વંટોળની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 20 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તથા આવનારા ત્રણ દિવસ વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ 40 થી 50 ટકા રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઓછું થશે.
કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં આંધી વંટોળની સ્થિતિ રહેશે
આગામી સમયમાં ટેમ્પરેચર વધવાની હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી નથી રૂટિન ટેમ્પરેચર જળવાઈ રહેશે સાથે સાથે હવામાં ભેજનું પ્રમાણ હાલ વધુ છે 40% થી 50% સુધી જે આવનારા દિવસોમાં ઓછું રહેશે પરિણામે લોકોને બફારા અને ઉકલાતટ થી પણ રાહત મળે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. હાલમાં રાજ્યમાં વરસાદની કોઈ સ્થિતિ નથી પરંતુ વંટોળ અને આંધી રહી શકે છે પવનની ગતિ 20 થી 30 કિમી રહેશે. તેવું અનુમાન કરવામાં આવ્યું છે અને કચ્છ, પાટણ અને બનાસકાંઠા જેવા વિસ્તારોમાં આંધી વંટોળની સ્થિતિ પણ રહેશે તેવી આગાહી છે. મહત્વનું છે કે ચોથી તારીખે લોકસભા ઇલેક્શનનું પરિણામ છે તે દિવસે હવામાન ડ્રાય રહેશે અને મહત્તમ તાપમાન પણ 40 થી 44 ડિગ્રીની વચ્ચે રહેવાની સંભાવના છે. નોંધનીય છે કે, રાજ્યમાં અત્યારે ગરમીમાંથી થોડી આંશિક રાહત મળી છે.