Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Weather : રાજયમાં વિજળીના કડાકા સાથે પડી શકે છે વરસાદ

Gujarat Weather : ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમી છે,તો બીજી તરફ હવામાન વિભાગ (Gujarat Weather)દ્રારા વરસાદની આગાહી કરવામાં આવી છે,રાજસ્થાનમાં સક્રિય થયેલા સાયક્લોનિકની અસરથી વરસાદ થવાની આગાહી કરવામા આવી છે.14 મે ના રોજ અમદાવાદ અને ગાંધીનગરના પણ વરસાદની આગાહી કરવામાં...
gujarat weather   રાજયમાં વિજળીના કડાકા સાથે પડી શકે છે વરસાદ

Gujarat Weather : ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમી છે,તો બીજી તરફ હવામાન વિભાગ (Gujarat Weather)દ્રારા વરસાદની આગાહી કરવામાં આવી છે,રાજસ્થાનમાં સક્રિય થયેલા સાયક્લોનિકની અસરથી વરસાદ થવાની આગાહી કરવામા આવી છે.14 મે ના રોજ અમદાવાદ અને ગાંધીનગરના પણ વરસાદની આગાહી કરવામાં આવી છે,15 મે ના રોજ મોટાભાગના શહેરોમાં વરસાદની આગાહી કરાઈ છે.

Advertisement

જાણો કયા પડી શકે છે વરસાદ

આજે અરવલ્લી,પંચમહાલ, દાહોદ, મહીસાગર,છોટાઉદેપુર,નર્મદા,ડાંગ, તાપી, નવસારી,વલસાડ,દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે,તો 13 મે ના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, દાહોદ, નવસારી, વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી, ગીરસોમનાથ, ભાવનગર, અમરેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement

40 ડિગ્રીને પાર થયું તાપમાન

રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની છે. જેના કારણે ગુરૂવારે મોટાભાગે ઉત્તર ગુજરાતમાં પશ્ચિમ દિશાનો પવન ફૂંકાયો હતો. ભેજવાળા પવનના કારણે દિવસનું તાપમાન એક ડિગ્રી સુધી ઘટ્યું હતું. આ દરમિયાન મુખ્ય પાંચ શહેરોમાં ગરમીનો પારો 40.7 થી 41.5 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. તેમ છતાં પ્રતિ કલાકે 9 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા ભેજવાળા ગરમ પવનના કારણે આકરી ગરમીથી રાહત મળી ન હતી. ઉલટાનું ગરમ લાહ્ય પવનના કારણે ઉત્તર ગુજરાત રીતસરનું ભઠ્ઠીમાં ધકેલાયું હોય તેવી આકરી ગરમીનો અનુભવ થયો હતો.ગરમીનો પારો મહેસાણામાં 41.2 ડિગ્રી,પાટણમાં 40.7 ડિગ્રી, ડીસમાં 40.7 ડિગ્રી, હિંમતનગરમાં 41.5 ડિગ્રી મોડાસામાં 41.0 ડિગ્રી નોંધાયું હતું.

આગામી પાંચ દિવસ ફૂંકાશે ગરમ પવન

ગરમ પવનની થાપટો શરીરને સ્પર્શતા જાણે 43 ડિગ્રી પાર ગરમી પહોંચી હોય તેવી અસહનિય ગરમીનો સામનો કરવો પડ્યો હતો. ગરમ પવનની અસર સૂર્યાસ્ત બાદ પણ રહી હોય તેમ વાતાવરણ ગરમ લાહ્ય રહ્યું હતું. રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે અરબી સમુદ્રના ઉત્તર-પૂર્વ ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ રચાઇ છે. એકસાથે ત્રણ સિસ્ટમ એક્ટીવેટ થતાં આગામી પાંચેક દિવસ ઉત્તર ગુજરાતમાં મોટાભાગે પશ્ચિમ દિશાનો પવન ફૂંકાઇ શકે છે.

Advertisement

આ પણ  વાંચો - Ambalal Patel : અખાત્રીજના દિવસે અંબાલાલ પટેલે ચોમાસાને લઈ કરી આગાહી, જાણો કેવું રહેશે ચોમાસું ?

આ પણ  વાંચો - Forecast : તૈયાર રહો, આ જિલ્લાઓમાં થશે માવઠાં…!

આ પણ  વાંચો - VADODARA : હાય ગરમી ! તાપમાન વધતા રોડ પીગળવાનું જારી

Tags :
Advertisement

.