Ahmedabad: સાબરમતી નદી પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઇકોર્ટની AMC સામે લાલ આંખ
Ahmedabad: સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે કોર્ટે લીધેલી સુઓમોટો અરજી પર આજે મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં હાઇકોર્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નો ઉધડો લીધો હતો. કોર્ટે કહ્યું કે, ‘સમય આપ્યા બાદ પણ કોર્પોરેશન એ કોઈ યોગ્ય કામ નહીં કર્યુ’. કોર્પોરેશન હાઇકોર્ટના હુકમની અવહેલના કરી રહ્યું હોવાનું પણ નોંધ્યું છે કોર્ટે જણાવ્યું હતું કે, વારંવાર સમય અપાયા બાદ પણ કાર્યવાહી થઈ નથી તેવું પણ નોંધ્યું છે. ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે બારોબાર નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે રોજે રોજ નદીમાં પ્રદૂષિત પાણી જાય છે તેમ છતાં કોર્પોરેશન પ્રશાસન યોગ્ય કામ કરી રહ્યું નથી તેવી સ્થિતી દેખાય છે.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરનો અપ્રોચ યોગ્ય નથી
આ ઉપરાંત વધુમાં કોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉઘરો લેતા કહ્યું કે, ‘તમે એવી વાત કરો છો કે પોતાનું ઘર ચલાવવા માટે તમે બહારના એવા વ્યક્તિની મદદ લઈ રહ્યા છો કે જે ત્યાં છે જ નહીં’. આ સાથે જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મદદ લેવાઈ રહ્યું હોવાના કોર્પોરેશનના નિવેદન પર હાઇકોર્ટે કરી ટકોર કરી હતી. ટકોર કરતા કહ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર નો અપ્રોચ યોગ્ય નથી. AMC કમિશનર પર કોર્ટે ભારોભાર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, ‘જે કામ કરવાનું હતું તે યોગ્ય રીતે કર્યું નહીં અને કોર્ટની ફટકાર બાદ હવે તમે કામ કરો છો તો અમે ઘણા બધા પ્રયત્ન કર્યા છે તેવા નિવેદનની કોઈ જરૂર નથી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે નારાજગી
હાઇકોર્ટે કહ્યું કે, અમે તમને પ્રશસ્તી પત્ર આપવા અહીંયા નથી બેઠા ‘તમે તમારું કામ ઠીક છે એવી રીતે કરો એ માટે અદાલતે આટલા પ્રયત્નો કરવા પડે છે.તમે તમારી ફરજ નથી નિભાવી એ દેખાઇ આવે છે આ મુદ્દે કોર્ટ મિત્ર હેમાંગ શાહે જણાવ્યું હતું કે, કોર્ટે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી અને તમે જે જે સોગંદનામાં રજૂ કરી રહ્યા છો તેમા માહિતીઓ અધૂરી છે. ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ ઓરીજનનું સોગંદનામુ સ્વીકાર્યું નહીં અને અત્યાર સુધી છેલ્લી સુનાવણી થઈ અને ત્યારથી લઈને અત્યાર સુધી જે પગલાં લીધા હોય તેને સોગંદનામાં મૂકવાની જરૂર હતી. સોગંદ નામમાં મૂકવાની જરૂર હતી તેવી કોર્ટે આજે ટકોર કરી હતી ત્યારે આ મુદ્દે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.