Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat: આજે રાત્રે અમદાવાદમાં થશે ભારે વરસાદ, હવામાન જ્યોતિષ અંબાલાલની આગાહી

Gujarat Heavy Rains: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે સારો એવો વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, હવામાન નિષ્ણાત અંબાલાલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે વાત...
gujarat  આજે રાત્રે અમદાવાદમાં થશે ભારે વરસાદ  હવામાન જ્યોતિષ અંબાલાલની આગાહી

Gujarat Heavy Rains: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે સારો એવો વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, હવામાન નિષ્ણાત અંબાલાલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં આજે રાત્રે ધોધમાર પડી શકે છે. આ સાથે સાથે અંબાલાલે જણાવ્યું છે કે, લા નીનોની અસરથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે તેવું જણાવામાં આવ્યું છે.

Advertisement

નદી-નાળા છલકાઇ જાય તેવો વરસાદ પડશે

વધારે વિગતે વાત કરવામાં આવે તો 17થી 24 તારીખ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે તેવી હવામાન જ્યોતિષ એવા અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે નદી-નાળા છલકાઇ જાય તેવો ધોધમાર વરસાદ પડશે. નોંધનીય છે કે, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ (Heavy Rains) પડી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ (Heavy Rains) પડ્યો છે. જો કે, અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી

નોંધનીય છે કે, ગુજરાત (Gujarat)માં આજ રાત્રે અમદાવાદમાં સારો વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે. ખાસ વાત તો એ છે કે, ‘લા નીલો’ની અસરના કારણે સારો એવો સાર્વત્રિક વરસાદ પડે તેવી શક્યતાઓ વર્તાઈ રહીં છે. આગાહી પ્રમાણે અમદાવાદમાં આજે રાત્રે સારો એવો વરસાદ થવાનો છે, જેના કારણે શહેરવાસીને ભીષણ ગરમીથી આંશિક રાહત મળશે તેવી શક્યતાઓ છે. નોંધનીય છે કે, આગમી 17 થી 24 તારીખ સમગ્ર રાજ્યમાં સરવત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement

17 થી 24 અને ચોમાસાના મધ્યમાં આવશે વરસાદ

ગુજરાત (Gujarat)માં સાર્વત્રિક વરસાદની વાત કરવામાં આવે તો આગામી 17 થી 24 અને ચોમાસાના મધ્યમાં ગુજરાતના નદી-નાળાઓ છલકાઈ જાય તેવા વરસાદની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ સાથે જુલાઈના અંતમાં નર્મદામાં નીર આવશે અને નદી બન્ને કાઠે નર્મદા વહેશે તેવી શક્યતાઓ છે. જુલાઈમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ સારો રહેશે. નોંધનીય છે કે, જે ચોમાસુ 106% બેસવાની સંભાવના હતી, જો કે, અત્યારે 98% ચોમાસુ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Gondal: એક-બે નહીં પણ આઠ વેપારીઓ સાથે છેતરપિંડી! રૂપિયા 18.84 કરોડની ઠગાઈ કરી ગઠિયો ફરાર

આ પણ વાંચો: Dabhoi સબ રજીસ્ટારની કચેરી ડભોઈની ઘોર બેદરકારી સામે આવી, આના માટે જવાબદાર કોણ?

આ પણ વાંચો: Bharuch: Gujarat First નું મેગા ઓપરેશન! ભરૂચ જિલ્લાના પાણીપુરીના સ્વાદ પ્રેમીઓ માટે ચોંકાવનારા દ્રશ્યો

Advertisement
Tags :
Advertisement

.