Gujarat First Exclusive : Hikal કંપનીના કાળા કારનામાં પર સવાલ તો પૂછાશે જ..., GPCB ની આંખ પરથી ક્યારે હટશે પટ્ટી?
લોકોનો જીવ લઇલે તેવા જીવલેણ કેમિકલ અંગે ગુજરાત ફર્સ્ટ આજે સૌથી મોટો ખુલાસો કરી રહ્યો છે. અંકલેશ્વરની પાનોલીની હાઇકલ કંપનીમાંથી 330 ટન HCL એસિડ ગાયબ થઇ ગયો છે. જીવલેણ કેમિકલને નીતિનિયમો નેવે મુકીને નિકાલ કરાયો છે. હાઇકલ કંપનીનો આખે આખો ઈતિહાસ જ ખરડાયેલો છે અને અલગ અલગ મામલામાં હાઇકલ કંપની બદનામ થઇ ચૂકી છે. GPCB ના અધિકારીઓ પણ સમગ્ર ઘટનાક્રમ પર મૌન છે તે ખુબ જ ચોંકાવનારું છે. ગેરકાયદે કેમિકલ છોડવા માટે હાઇકલે કોને કોને ખરીદી લીધા? તે સવાલ ઉભો થઇ રહ્યો છે.
ગુજરાત ફર્સ્ટ પર મોતના કેમિકલ પર સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. અંકલેશ્વરની પાનોલીની હાઇકલ કંપની પર ઘટસ્ફોટ થયો છે અને હાઇકલ કંપનીમાંથી 330 ટન HCL એસિડ ગાયબ થઇ ગયું છે. આ જીવલેણ કેમિકલને નીતિનિયમોને નેવે મુકી નિકાલ કરાયો છે. GPCB ની તપાસમાં 330 ટન કેમિકલનો હિસાબ જ મળ્યો ન હતો અને તેથી GPCB પાનોલી સ્થિત કંપનીના એકમને ક્લોઝર નોટિસ મોકલી છે. જો કે આટલું મોટુ કૌભાંડ કરવા છતાં કંપનીના સત્તાધીશો નોટિસ અંગે મીડિયા સામે મૌન છે. અને આ સમગ્ર મામલે ભરૂચના કલેક્ટર પર નક્કર કાર્યવાહી નથી કરી રહ્યાં.
ચોંકાવનારી વાત તો એ છે કે GPCBના અધિકારીઓ પણ સમગ્ર ઘટનાક્રમ પર મૌન છે. આમ પણ હાઇકલ કંપની જીવલેણ કેમિકલના ગેરકાયદે નિકાલ માટે બદનામ છે. અગાઉ સુરતમાં કંપનીના પાપને લીધે 6 લોકોના જીવ ગયા હતા અને રાજકોટમાં પણ હાઇકલ કંપનીએ ગેરકાયદેસર રીતે કેમિકલ છોડ્યું હતું. GPCBના અધિકારીઓ પણ કંપનીને છાવરતા હોવાની ચર્ચા થઇ રહી છે. આ કંપની મોતનું કેમિકલ સામાન્ય ગટરમાં છોડી દેવાનું પણ મહાપાપ કરી રહી છે અને પ્રદૂષણના સૌથી મોટા પાપીઓ પાનોલીમાં મોતનો કારોબાર ચલાવી રહ્યા છે.
હાઇકલ કંપનીનો આખે આખો ઈતિહાસ જ ખરડાયેલો હોવાનું જાણવા મળે છે. હાઇકલ કંપની અલગ અલગ મામલામાં બદનામ થઇ ચુકી છે. કંપની સામે હાઇકૉર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલમાં કેસ ચાલે છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ 17.5 કરોડનો દંડ ફટકારી ચૂકી છે અને સુરતમાં કેમિકલ છોડવા મામલે હજુપણ કેસ ચાલી રહ્યો છે. કંપનીની લાપરવાહીના કારણે સુરતમાં 6ના મોત થયા હતા જ્યારે 50થી વધુ લોકો બિમાર થયા હતાં. ચોંકાવનારી માહિતી મુજબ હાઇકલ કંપની ગેરકાયદે નિકાલ માટે ટ્રાન્સપોર્ટરને ખરીદે છે અને ટ્રાન્સપોર્ટર રાજ્યમાં ગમે તે સ્થળે નિકાલ કરતા હોવાની વાત ચાલી રહી છે.
હાઇકલ કંપનીના કારનામા જોતાં મોતનો જીવલેણ કારોબાર કોની રહેમરાહે ચાલે છે તે ચર્ચાઇ રહ્યું છે. પ્રદૂષણના સૌથી મોટા પાપને અત્યાર સુધી કોણે છૂપાવ્યું તે પણ સવાલ છે. હાઇકલ કંપનીને માત્ર ક્લોઝર નોટિસ જ કેમ? અને શું GPCBના ટોચના અધિકારીઓના હાથ કાળા છે તે સવાલ ચર્ચાઇ રહ્યો છે. હાઇકલ કંપની કોના છૂપા આશીર્વાદે મોતનો કારોબાર ચલાવે છે અને કોણે કોણે રૂપિયાની પોટલીઓ લઈને તથ્ય છૂપાવ્યું ? તે સવાલ પણ પુછાઇ રહ્યો છે.
શું હાઇકલ કંપનીમાં થવું જોઈતું ઇન્સપેક્શન જ ન થયું? તે વાત પણ ચોંકાવનારી છે. કંપનીમાં સૌથી જીવલેણ કેમિકલના ટેન્ક બિસ્માર હાલતમાં કેમ છે તેનો કોઇની પાસે જવાબ નથી અને મોતનું કેમિકલ લીક થતું હોવા છતાં આંખ આડા કાન કરાઇ રહ્યા છે. ગેરકાયદે કેમિકલ છોડવા માટે હાઇકલે કોને કોને ખરીદી લીધા? તે સવાલ પણ પુછાઇ રહ્યો છે.
કાળા કારોબાર સામે ગુજરાત ફર્સ્ટ સવાલ તો પૂછશે જ...
- શું ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાના આંખે પાટા બાંધ્યા છે?
- શું GPCBના ચેરમેન આર.બી. બારડની આંખો પર પાટા બાંધ્યા છે?
- ભરૂચ કલેક્ટર અને GPCB ચેરમેનની કેમ બોલતી બંધ છે?
- આંખે પાટા બાંધીને કેમ ચલાવી લેવાય છે આ પાપ?
- પ્રદૂષણ ફેલાવનારા સામે કાર્યવાહી કરવામાં અધિકારીઓ પાંગળા કેમ?
- પ્રદૂષણ અને ગંદકી બધાને દેખાય છે તો અધિકારીઓને કેમ નથી દેખાતી?
- મોતનો જીવલેણ કારોબાર કોની રહેમરાહે ચાલે છે બેફામ?
- પ્રદૂષણના સૌથી મોટા પાપને અત્યાર સુધી કોણે છૂપાવ્યું?
- હાઇકલ કંપનીને માત્ર ક્લોઝર નોટિસ જ કેમ?
- શું GPCBના ટોચના અધિકારીઓના હાથ જ છે કાળા?
- કોના છૂપા આશીર્વાદે મોતનો કારોબાર ચલાવે છે હાઇકલ?
- કોણે કોણે રૂપિયાની પોટલીઓ લઈને છૂપાવ્યું તથ્ય?
- શું હાઇકલ કંપનીમાં થવું જોઈતું ઇન્સપેક્શન જ ન થયું?
- સૌથી જીવલેણ કેમિકલના ટેન્ક બિસ્માર હાલતમાં કેમ?
- મોતનું કેમિકલ લીક થતું હોવા છતાં કેમ આંખ આડા કાન?
- ગેરકાયદે કેમિકલ છોડવા માટે હાઇકલે કોને કોને ખરીદી લીધા?
- શું US ની કંપની પણ હાઈકલ કંપનીના કાળા કારોબારથી અજાણ છે?
જુઓ હાઈકલ કંપનીએ શું કહ્યું...
હાઈકલમાં અમે પર્યાવરણનાં નિયમોને ખૂબ ગંભીરતાથી લઈએ છીએ અને પર્યાવરણ નિયમોનું પાલન કરવાનું મહત્વ જાણીએ છીએ અને પર્યાવરણ સંતુલન જાળવીએ છીએ. અમે અમારા હિતધારકોને ખાતરી અપાવવા માંગીએ છીએ કે નિયમનકારી સત્તાવાળાઓ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓનો ઉકેલ લાવવા અમે તાત્કાલિક અને યોગ્ય પગલાં લઈ રહ્યા છીએ. આદેશ પાછળનાં કારણો સમજવા અને શક્ય એટલી કાર્યક્ષમ અને પારદર્શક રીતે ઉકેલ લાવવા અમારી ટીમ જીપીસીબી સાથે સક્રિય રીતે મંત્રણા રહી છે.
અમે ભારપૂર્વક માનીએ છીએ કે પ્લાન્ટ બંધ કરવાનો આદેશ પુનર્વિચારને આધીન છે અને અમે સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ અમારું વલણ સ્પષ્ટ કરી દીધું છે. પર્યાવરણ પ્રત્યેની અમારી પ્રતિબધ્ધતા અકબંધ છે. જવાબદારી અને સાતત્યપૂર્ણ વેપાર પ્રણાલિના સિધ્ધાંતોનું પાલન કરવા હાઈકલ સંપૂર્ણપણે પ્રતિબધ્ધ છે. એક જવાબદાર કેર સર્ટિફાઇડ કંપની તરીકે લાંબા ગાળાની સાતત્યતા પર ફોકસ જાળવી રાખવાનો અને નૈતિકતા સાથે કામગીરી કરવાનો અમારો ધ્યેય છે.
અમારા માનવંતા રોકાણકારો અને હિતધારકો સાથેનાં અમારા સંદેશાવ્યવહારમાં પારદર્શિતાનાં મહત્વને અમે સમજીએ છીએ. અમારા શેરધારકોનાં હિતોનું રક્ષણ થાય અને ઉચ્ચ સ્તરીય કોર્પોરેટ ગવર્નન્સનું પાલન થાય તે અમારી પ્રાથમિકતા છે. આ સંદેશાવ્યવહાર તમારી માહિતી અને રેકોર્ડ માટે છે. અમે આ મુદ્દાનો ઉકેલ લાવવા અને સ્થિતિને શક્ય એટલી વહેલી પૂર્વવત કરવા માટે નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા હોવાથી તમારાં સહયોગની વિનંતી કરીએ છીએ.
આ પણ વાંચો : Ahmedabad Accident : તથ્ય પટેલ કેસમાં સૌથી મોટા સમાચાર, FSL રિપોર્ટમાં તથ્યનું તથ્ય આવ્યું સામે, Video