Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat: આ લોકો તો રેલવેને પણ છેતરી ગયા! IRCTC ની સાઈટ હેક કરી બનાવી 4.50 કરોડની ટિકિટ

Railway Ticket Scam, Surat:ગુજરાતમાં જાણે કૌભાંડની હારમાળા જામી હોય તેવું લાગી રહ્યું છે. NEET કૌભાંડ થયું પછી ઉત્તર પ્રદેશમાં લેવાયેલી પરીક્ષાના તાર પણ ગુજરાત સુધી આવ્યા છે. ત્યારે ફરી એક બીજુ કૌભાંડ સામે આવ્યું છે. વિગતે વાત કરવામાં આવે તો...
surat  આ લોકો તો રેલવેને પણ છેતરી ગયા  irctc ની સાઈટ હેક કરી બનાવી 4 50 કરોડની ટિકિટ

Railway Ticket Scam, Surat:ગુજરાતમાં જાણે કૌભાંડની હારમાળા જામી હોય તેવું લાગી રહ્યું છે. NEET કૌભાંડ થયું પછી ઉત્તર પ્રદેશમાં લેવાયેલી પરીક્ષાના તાર પણ ગુજરાત સુધી આવ્યા છે. ત્યારે ફરી એક બીજુ કૌભાંડ સામે આવ્યું છે. વિગતે વાત કરવામાં આવે તો સુરત (Surat)માંથી રેલવેની તત્કાલ ટિકીટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. નોંધનીય છે કે, સુરત શહેર (Surat city)ના સિટી લાઇટ વિસ્તારમાંથી કૌભાંડને ઝડપી પાડવામાં આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે IRCTC ની સાઈટ હેક કરી તત્કાલ ઈ-ટિકિટો બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે.

Advertisement

રેલવેના વિજિલન્સ ટીમ દ્વારા પાડવામાં આવ્યા દરોડા

જાણકારી પ્રમાણે અત્યાર સુધીમાં એજન્ટ દ્વારા 4.50 કરોડનું ટિકિટ કૌભાંડ (Railway Ticket Scam) કરાયું હોવાનું જાણવા મળ્યું છે.  Surat ના મેઘ સમરણ એપાર્ટમેન્ટમાં ટિકિટ બનાવવામાં આવતી હતી. ગદ્દર અને નેક્સથી ટ્રેનની તત્કાલ ઇ-ટિકિટ ઓનલાઈન બનાવાતી હતી. નોંધનીય છે કે, રેલવેના વિજિલન્સ ટીમ દ્વારા સર્વેના બહાને દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આખરે કેટલા વર્ષથી આ કૌભાંડ ચાલી રહ્યું હતું.

Railway Ticket Scam, Surat

ટિકિટ કૌભાંડનો આરોપી

Advertisement

2.88 કરોડની 3600 તત્કાલ ટિકિટ બનાવી હોવાનું જાણવા મળ્યું

ઉલ્લેખનીય છે કે, રેલવેના વિજિલન્સ ટીમ દ્વારા દરોડા પાડી ફ્લેટમાંથી એજન્ટ સહિત 2 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. વિગતે વાત કરીએ તો, એજન્ટ રાજેશ મિત્તલ અને કૃષા દિનેશ પટેલ નામની યુવતીને ઝડપી લેવામાં આવ્યા છે. આ બન્ને આરોપીઓ સામે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ આપતા બંનેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. આ સાથે વધુ તપાસ કરવામાં આવી તો તેમના 12 ખાતાઓમાં 2.88 કરોડની 3600 તત્કાલ ટિકિટ બનાવી હોવાનું જાણવા મળ્યું હતું. નોંધનીય છે કે, ગ્રુપ બુકીંગ સહિત 4.50 કરોડનું સમગ્ર ટિકિટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે.

ગુજરાતમાં સતત થઈ રહ્યા છે કરોડોના કૌભાંડ

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં હવે કૌભાંડ સતત વધી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે કરોડોના કૌભાંડો ખુલ્લેઆમ થઈ રહ્યા છે. જો કે, કેટલાક કૌભાંડ ઝડપાયા છે પરંતુ શંકા ત્યા છે કે, હજી આવા કેટલાય કૌભાંડો ધમધમી રહ્યા હશે. તે મામલે સરકારે સઘન તપાસ કરાવી જોઈએ. જેથી ગુજરાતને કૌભાંડ મુક્ત બનાવી શકાય.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad પોલીસના વલણની ભારે ટીકા, ACP કચેરીમાં ભાજપ નેતાએ ઉજવ્યો બર્થ-ડે

આ પણ વાંચો: Gujarat: આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદ! હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી, આ જિલ્લામાં પૂરની સંભાવના

આ પણ વાંચો: શું આ રીતે ભણશે GUJARAT? શાળા પ્રવેશોત્સવ વચ્ચે શિક્ષણની કડવી વાસ્તવિકતા!

Tags :
Advertisement

.