Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar: રાજ્યની સરકારી તમામ 11 યુનિવર્સિટીઓની સત્તા હવે સરકાર હસ્તક..!

રાજ્યની સરકારી 11 યુનિવર્સિટીમાં હવે સેનેટ અને સિન્ડિકેટની ચૂંટણી ભુતકાળ બની ગુજરાત વિધાનસભામાં  ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક પસાર થયું તમામ 11 યુનિવર્સિટીમાં કોમન નિયમો રહેશે કુલપતિની મુદત પાંચ વર્ષની રહેશે, બીજી ટર્મ વધારી શકાશે નહીં સરકારની મંજુરી વગર મિલ્કતને...
gandhinagar  રાજ્યની સરકારી તમામ 11 યુનિવર્સિટીઓની સત્તા હવે સરકાર હસ્તક
  • રાજ્યની સરકારી 11 યુનિવર્સિટીમાં હવે સેનેટ અને સિન્ડિકેટની ચૂંટણી ભુતકાળ બની
  • ગુજરાત વિધાનસભામાં  ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક પસાર થયું
  • તમામ 11 યુનિવર્સિટીમાં કોમન નિયમો રહેશે
  • કુલપતિની મુદત પાંચ વર્ષની રહેશે, બીજી ટર્મ વધારી શકાશે નહીં
  • સરકારની મંજુરી વગર મિલ્કતને વેચાણ કે ભાડે આપી શકાશે નહીં
  • યુનિવર્સિટીમાં ભરતી કે નિમણૂક પણ સરકારની મંજૂરી વગર નહીં થાય.
  • મંજુરી પછી ભરતીમાં 33 ટકા મહિલાઓની ભરતી કરવી પડશે 
  • જો કે આ વિધેયક પર રાજયપાલની સહિ પછી કાયદો બનશે

ગુજરાત વિધાનસભામાં પબ્લિક યુનિવર્સિટી બિલ પસાર થયું છે. આ બિલ લાગુ થવાના કારણે રાજ્યની 11 યુનિવર્સિટી એક સમાન કાયદાથી સંચાલિત થશે. આ બિલ પર વિધાનસભામાં 5 કલાક ચર્ચા થઇ હતી.
રાજ્યની સરકારી તમામ 11 યુનિવર્સિટીઓની સત્તા સરકાર હસ્તક
ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક બહૂમતી સાથે ગૃહમાં પસાર થયું. ગૃહમાં બીલને લઈને કોંગ્રેસ દ્વારા ઘણા સુધારાઓ સૂચવવામાં આવ્યા અને બિલનો વિરોધ પણ કર્યો હતો. ગૃહમાં ધ્વનિ મતદાનના આધારે બિલ બહુમતી સાથે પાસ કરવામાં આવ્યું.આ વિધેયક પસાર થતા રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ એક છત્ર નીચે આવશે. રાજ્યની સરકારી તમામ 11 યુનિવર્સિટીઓની સત્તા સરકાર હસ્તક રહેશે. ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયકમાં યુનિવર્સિટીઓની સત્તા, ભરતી સહીતની બાબતોના નિયમો ઘડાયા છે.
પ્રધ્યાપકો ખાનગી ટ્યુશન કે ક્લાસિસ ચલાવી શકશે નહી
આ નિયમો મુજબ, યુનિવર્સિટી સાથે જોડાયેલા પ્રદ્યાપકો ખાનગી ટ્યુશન કે ક્લાસિસ ચલાવી શકશે નહી. ગુજરાત પબ્લિક યુનિવર્સિટી અંતર્ગત તમામ નિયમો નિર્દેશ કરાશે, કુલપતિની નિમણૂંક, પ્રાધ્યાપકો, કર્મચારીઓની બદલીના વિશેષ નિયમો ઘડાયા છે. રાજ્ય સરકારની મંજૂરી વિના ભરતી પ્રક્રિયા થઈ શકશે નહીં.  યુનિવર્સિટીઓની સ્થાવર મિલકત વેચાણ અથવા ભાડે ચઢાવવા સરકારની મંજૂરી લેવી પડશે. યુનિવર્સિટીઓના ફંડનો ઉપયોગ અન્ય હેતુ માટે કરી શકાશે નહીં.
કુલપતિની ટર્મ હવે 3ના બદલે 5 વર્ષની રહેશે
પબ્લિક યુનિવર્સિટી એકટની અમલવારીથી મોટા ફેરફાર થશે. કુલપતિની ટર્મ હવે 3ના બદલે 5 વર્ષની રહેશે. એક યુનિવર્સિટીમાં કુલપતિ રહેલી વ્યક્તિને બીજી વખત કુલપતિ નહીં બનાવાય. યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થી રાજકારણ પૂર્ણ થશે. સેનેટ અને સિન્ડિકેટની ચૂંટણીઓ હવે યુનિ.માં નહીં થાય. મેનેજમેન્ટ ઓથોરિટીમાં વિદ્યાર્થીઓનો સમાવેશ કરાશે. વિદ્યાર્થીઓ ચાલુ અભ્યાસક્રમે યુનિવર્સિટી બદલી શકશે. વડોદરા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં રાજમાતા શુભાંગીની ગાયકવાડ ચાન્સેલર રહેશે. બાકીની 10 યુનિવર્સિટીના ચાન્સેલર રાજ્યપાલ રહેશે..
Advertisement
Tags :
Advertisement

.