GONDAL : જામવાડી ગામ નજીક અજાણી મહિલાની લાશ મળી આવી, તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
ગોંડલ જેતપુર નેશનલ હાઇવે પર એક અજાણી મહિલાની ગળાના ભાગે ચાકુ મારેલ હાલતમાં લાશ મળી આવી હતી. ગોંડલ તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. અજાણી મહિલાના ડાબા હાથ માં રવિ - સોનલ નામ ત્રોફાવેલ છે.
ગોંડલ જેતપુર નેશનલ હાઇવે પર જામવાડી ગામથી આગળ ઓમ શિવ હોટલ નજીક આવેલ કાચા માર્ગે એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી. અજાણી મહિલાના ગળાના ભાગે ચાકુ મારેલ છે. મૃતક મહિલાની લાશ નજીક ચપલ અને ચાકુ પણ મળી આવ્યા છે. મૃતક મહિલાના ડાબા હાથમાં રવિ અને સોનલ નામ ત્રોફાવેલ છે. ગોંડલ તાલુકા પોલીસ ના PSI જે.એમ.ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પોહચી આસપાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જઇને મૃતક મહિલાના પરિવારની શોધખોળ હાથ ધરી હતી. ક્યાં કારણોસર હત્યા નિપજાવવામાં આવી તેને લઈને ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક મહિલા મૃતદેહને ગોંડલ નગરપાલિકા એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો.
આ પણ વાંચો-- અમદાવાદ શહેરમાં રસ્તા પર રખડતું મોત, હજુ કેટલા લોકો બનશે ભોગ ?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ