Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : ફિક્સ-પેના કર્મચારીઓની દિવાળી સુધરશે, પગાર વધારાની રાજ્ય સરકાર કરી શકે છે જાહેરાત

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (Chief Minister Bhupendra Patel) અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક (Cabinet meeting) મળી. આ બેઠકમાં કેબિનેટના મંત્રીઓની પણ ઉપસ્થિત રહ્યા છે. કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દા પર ચર્ચા થવાની છે. જેમાં ફિક્સ પે ના કર્મચારીઓને દિવાળી પહેલા સારા સમાચાર...
gandhinagar   ફિક્સ પેના કર્મચારીઓની દિવાળી સુધરશે  પગાર વધારાની રાજ્ય સરકાર કરી શકે છે જાહેરાત
Advertisement

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (Chief Minister Bhupendra Patel) અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક (Cabinet meeting) મળી. આ બેઠકમાં કેબિનેટના મંત્રીઓની પણ ઉપસ્થિત રહ્યા છે. કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દા પર ચર્ચા થવાની છે. જેમાં ફિક્સ પે ના કર્મચારીઓને દિવાળી પહેલા સારા સમાચાર સામે આવ્યા છે. ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં વધારાની જાહેરાત રાજ્ય સરકાર કરશે તેવું જાણવા મળ્યું છે.

તમને જણાવી દઈએ કે, લાંબા સમયથી ફિક્સ પેના કર્મચારીઓને કોઈ પગાર વધારો આપવામાં આવ્યો ન હતો, તેથી હવે સરકાર ટૂક સમયમાં જ ફિક્સ પેના કર્મચારીઓ માટે પગાર વધારાની જાહેરાત કરી શકે છે. ટૂંક સમયમાં જ સરકાર તેની સત્તાવાર જાહેરાત કરી શકે છે. કર્મચારીઓની લાંબા સમયની આ માંગ છે, તો સરકાર કેટલો પગાર વધારશે અને એરિયર્સ ચૂકવશે કે નહિ તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. લગભગ 20 થી 25 ટકાનો આ પગાર વધારો હોઈ શકે છે. ત્યારે હવે ફિક્સ પેના કર્મચારીઓની દિવાળી સુધરી જશે.

Advertisement

ફિક્સ પેના કર્મચારીઓની લાંબા સમયથી પગાર વધારાની માંગ કરી રહ્યા હતા. લાંબા સમયથી તેઓ એક જ પગારમાં કામ કરી રહ્યા હતા. તેથી ફિક્સ પેના કર્મચારીઓના આંદોલનનો સુખદ અંત આવ્યો છે. આજે સરકાર ફિક્સ પેના કર્મચારીઓ માટે પગાર વધારાની જાહેરાત કરી શકે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજ્ય સરકારની વહીવટી તંત્રમાં ઓતપ્રોત થઈ જનારી ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉટ સોર્સિંગની પ્રથા નાબૂદ કરવા માટે રાજ્ય સરકાર વિચારણા કરી છે.

Advertisement

આ પણ વાંચો : Navratri 2023 : ખેલૈયાઓએ પાસ તો ખરીદ્યા પણ ગરબા રમવા ન મળ્યું, ગરબાના આયોજક ત્રીજા નોરતે જ ઉઠી ગયા…!

Tags :
Advertisement

.

×