Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : CM ની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક, વાઈબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓની સમીક્ષા કરાશે...

આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી આજની કેબિનેટની બેઠકમાં BPL કાર્ડધારકો માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે. આજની બેઠકમાં...
gandhinagar   cm ની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક  વાઈબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓની સમીક્ષા કરાશે
Advertisement

આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી આજની કેબિનેટની બેઠકમાં BPL કાર્ડધારકો માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે. આજની બેઠકમાં પુરવઠા વિભાગ દ્વારા BPL કાર્ડધારકોને અનાજ તેમજ તેલનું ફ્રીમાં વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.

રાજ્ય સરકારે આવતા વર્ષે યોજાનારી ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ સમિટની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાત સરકારની વાયબ્રન્ટ સમિટને 20 વર્ષ પૂર્ણ થયા છે. તેથી આ વખતની સમિટમાં ગુજરાત સરકાર કોઈ કસર છોડવા માંગતી નથી. આ સાથે જ આ બેઠકમાં ખેલ મહાકુંભના આયોજન સંદર્ભે કેબિનેટમાં ચર્ચા થશે. મહત્વનું છે કે, ગાંધીનગર ખાતે દર બુધવારે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજવામાં આવે છે.

Advertisement

કેબિનેટની બેઠકમાં પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, પીએમ મોદી 31મી ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેઓ 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારા ખાસ કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારે આજની બેઠકમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈ તૈયારીઓની સમીક્ષા થશે. ગાંધીનગર ખાતે યોજાનારી કેબિનેટની બેઠકમાં ખેલ મહાકુંભના આયોજન સંદર્ભે ચર્ચા થશે. સાથે જ ગુજરાત સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર પણ ચર્ચા થશે.

Advertisement

આ પણ વાંચો : Navratri 2023 : ખેલૈયાઓએ પાસ તો ખરીદ્યા પણ ગરબા રમવા ન મળ્યું, ગરબાના આયોજક ત્રીજા નોરતે જ ઉઠી ગયા…!

Tags :
Advertisement

.

×