દેશના પોલીસ ઈતિહાસની પ્રથમ ઘટના, બે સગાભાઈ DGP
DGP : બે સગા ભાઈઓ અને બંને જુદાજુદા રાજ્યોના DGP હોય તેવી ભારત દેશના પોલીસ ઈતિહાસ (Indian Police History) માં કદાચ આ પ્રથમ ઘટના હશે. Gujarat DGP ના પદે છેલ્લાં એક વર્ષથી સેવા આપી રહેલાં 1989ની બેચના આઈપીએસ વિકાસ...
Advertisement
DGP : બે સગા ભાઈઓ અને બંને જુદાજુદા રાજ્યોના DGP હોય તેવી ભારત દેશના પોલીસ ઈતિહાસ (Indian Police History) માં કદાચ આ પ્રથમ ઘટના હશે. Gujarat DGP ના પદે છેલ્લાં એક વર્ષથી સેવા આપી રહેલાં 1989ની બેચના આઈપીએસ વિકાસ સહાય (Vikas Sahay IPS) ના સગા મોટા ભાઈ વિવેક સહાય (Vivek Sahay IPS) ને પશ્ચિમ બંગાળના ડીજીપી (West Bangal DGP) બનાવવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે, સહાય પરિવારના ત્રણ સગા ભાઈઓ પૈકી વિવેક અને વિકાસ IPS છે. જ્યારે સૌથી નાના ભાઈ વિક્રમ સહાય (Vikram Sahay IRS) 1992ની બેચના આઈઆરએસ છે.
મૂળ બિહારના વતની સહાય બંધુઓ પૈકી સૌથી મોટા વિવેક સહાય પશ્ચિમ બંગાળ કેડરના 1988 બેચના IPS છે. જ્યારે તેમનાથી નાના વિકાસ સહાય ગુજરાત કેડરના 1989 બેચના IPS છે. વિવેક સહાયને પશ્ચિમ બંગાળના DGP જાહેર કરવામાં આવતા વિકાસ સહાય પર પણ અભિનંદનની વર્ષા શરૂ થઈ ગઈ છે. બે સગા ભાઈઓ એક સાથે જુદાજુદા રાજ્યોમાં DGP તરીકે ફરજ બજાવતા હોવાની આ પ્રથમ ઘટના છે. સહાય પરિવાર માટે આ ઘટના સૌથી મોટી ખુશીઓ લઈને આવી છે. મે-2024ના અંતમાં નિવૃત્ત થઈ રહેલાં વિવેક સહાયને પશ્ચિમ બંગાળના પોલીસ વડા બનાવવામાં આવ્યાં છે.
આ પણ વાંચો---- Mahesana : 200 રૂપિયાની લાંચમાં ખાખી ટોળકી ઝડપાઈ
આ પણ વાંચો---- સરકાર ઈલેકશન કમિશનનો ખભો વાપરશે, 3 અધિકારીને જગ્યા નથી છોડવી