Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch: મનસુખ વસાવાનો વિશ્વાસ કે ચૈતર વસાવાનો આશાવાદ! કોણ જીતશે ભરૂચ બેઠક?

Bharuch: લોકસભા ચૂંટણીને લઈને કાલે મતગણતરી થવાની છે. ખાસ કરીને ગુજરાતની વાત કરવામાં આવે તો બનાસકાંઠા, વલસાડ અને ભરૂચ બેઠક ખુબ જ ચર્ચામાં રહીં છે. આ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે તો...
bharuch  મનસુખ વસાવાનો વિશ્વાસ કે ચૈતર વસાવાનો આશાવાદ  કોણ જીતશે ભરૂચ બેઠક

Bharuch: લોકસભા ચૂંટણીને લઈને કાલે મતગણતરી થવાની છે. ખાસ કરીને ગુજરાતની વાત કરવામાં આવે તો બનાસકાંઠા, વલસાડ અને ભરૂચ બેઠક ખુબ જ ચર્ચામાં રહીં છે. આ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે તો સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવાએ પણ જીતનો વિશ્વાસ વ્યક્તિ કર્યો છે. હવે આ બેઠક પર લોકો કોના પર મહેરબાન થયા છે તે તો કાલે મતગણતરી થયા બાદ જ ખબર પડશે.

Advertisement

ભરૂચ બેઠક પર ભાજપ 3 લાખની લીડથી જીત મેળવશેઃ મનસુખ વસાવા

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવાએ કહ્યું કે, ‘ભરૂચ બેઠક પર ભાજપ 3 લાખની લીડથી જીત મેળવશે’ વધુમાં મનસુખ વસાવાએ કહ્યું કે, પાંચ લાખનો લીડનો ટાર્ગેટ હતો પરંતુ ઘણા ફેક્ટરો નળિયા છે જેના કારણે 3 લાખ મતથી જીત મેળવીશું. આ સાથે તેમણે એ પણ જણાવ્યું કે, ભરૂચમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત અને તાકાત વાળી પાર્ટી હોવાના કારણે જીત અમારી જ જીત થવાની છે. મનસુખ વસાવાએ જીત બાબતે કહ્યું કે, ‘પ્રદેશ અધ્યક્ષના આદેશ મુજબ ભારતીય જનતા પાર્ટી જીત મેળવ્યા બાદ વિજય ઉત્સવ નહીં મનાવે.’ નોંધનીય છે કે, ભરૂચ કે જે પોલીટેકનિક કોલેજ ખાતે ચાર જૂન એટલે કે કાલે મત ગણતરી થવાની છે.

ગુજરાત ફર્સ્ટ સાથે ચૈતર વસાવાએ કરી ખાસ વાત

આ સાથે સાથે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ પણ જીત મેળવવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ કહ્યું કે, 50,000 મતની લીડ સાથે જીત મેળવીશું. એટલું જ નહીં પરંતુ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને લઘુમતી મત બેંક આદિવાસી મત બેંક અને દલિત મત બેંકનો સારો સહકાર રહ્યો હોવાનો દાવો કર્યો છે.

Advertisement

ભરૂચમાં વસાવા V/s વસાવા ચૂંટણીના મેદાને

નોંધનીય છે કે, ભરૂચ (Bharuch) લોકસભા બેઠક અત્યારે ખુબ જ ચર્ચામાં રહી છે. કારણ કે, ભરૂચમાં વસાવા V/s વસાવા ચૂંટણીના મેદાને ઉતરેલા છે. તો હવે જોવાનું એ રહેશે કે, ભરૂચના લોકો કયા વસાવા પર મહેરબાન થયા છે. કારણે કે, મતદાન તો પૂર્ણ થઈ ગયું છે. જ્યારે આવતી કાલે આ નેતાઓના ભાવિનો ફેસલો થવાનો છે. આવતીકાલે મતગણતરી બાદ જાણવા મળશે કે ભરૂચ બેઠક કોના ફાળે જાય છે.

આ પણ વાંચો: AMRELI જિલ્લાના વાતાવરણમાં પલટો, અસહ્ય ગરમી વચ્ચે ગીરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

આ પણ વાંચો: Surendranagar: લાંચિયો વકીલ હવે જેલના હવાલે! ACB એ રૂપિયા 7000ની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યો

આ પણ વાંચો: Lok Sabha Election 2024: મત ગણતરીને લઇ દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ

Advertisement
Tags :
Advertisement

.