Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આણંદથી ખંભાત વચ્ચે ઈલેક્ટ્રીક મેમુ ટ્રેન દોડશે,સાંસદે આપી લીલી ઝંડી

અહેવાલ -યશદીપ ગઢવી,આણંદ આણંદ રેલેવે સ્ટેશને શુક્રવારે ભારતીય રેલ્વેના વડોદરા ડિવિઝનમાં આવેલા આણંદ રેલ્વે સ્ટેશન પર આણંદ થી ખંભાતના રૂટ પર નવીન ઈલેક્ટ્રીક મેમુ ટ્રેનને આણંદના સાંસદ મિતેષભાઈ પટેલ અને આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં...
આણંદથી ખંભાત વચ્ચે ઈલેક્ટ્રીક મેમુ ટ્રેન દોડશે સાંસદે આપી લીલી ઝંડી

અહેવાલ -યશદીપ ગઢવી,આણંદ

Advertisement

આણંદ રેલેવે સ્ટેશને શુક્રવારે ભારતીય રેલ્વેના વડોદરા ડિવિઝનમાં આવેલા આણંદ રેલ્વે સ્ટેશન પર આણંદ થી ખંભાતના રૂટ પર નવીન ઈલેક્ટ્રીક મેમુ ટ્રેનને આણંદના સાંસદ મિતેષભાઈ પટેલ અને આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

Image preview

Advertisement

આ પ્રસંગે સાંસદ મિતેષભાઈ પટેલ અને ધારાસભ્ય યોગેશભાઈ પટેલને વડોદરા ડિવિઝનના ડી.આર.એમ. જિતેન્દ્ર સિંહે ઇલેક્ટ્રીક મેમુ ટ્રેનના એન્જિન તથા કોચની બનાવટ અને સાવચેતીના માપદંડો ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી સુવિધાઓ તથા ટ્રેનમાં ઉપયોગમાં લેવાયેલ આધુનિક ટેકનોલોજી સહિતની તમામ જાણકારી આપી હતી. સાંસદ અને ધારસભ્ય એ આ તકે પ્રાસંગિક ઉધ્બોધન કરી, ટ્રેનની બાબતોનું નિરિક્ષણ કરીને, ડી.આર.એમ તથા સાથે હાજર રેલ્વેના અન્ય પદાધિકારીઓ અને રૂટ પર મુસાફરી કરતા મુસાફરોને અભિનંદન પાઠવ્યા હતા.

Image preview

Advertisement

નોંધનીય છે કે આ ટ્રેન સેવા શરૂ થવાને કારણે આણંદથી ખંભાત રૂટ પર બહોળી સંખ્યામાં આવાગમન કરતા લોકો કે જેમાં અનેક વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ તેમજ વેપારીવર્ગ સહિત અન્ય ઘણા નાગરિકો કે જેઓ રોજિંદુ કે ક્યારેક આણંદ-ખંભાત રૂટ પર મુસાફરી કરે છે તેમને આ ટ્રેનસેવાનો ખૂબ ફાયદો થનાર છે. આણંદ અને ખંભાત વચ્ચે ઈલેક્ટ્રિક લાઇન વિકસાવી શરૂ કરાયેલ મેમુ ટ્રેન સેવાને કારણે પ્રદુષણમુક્ત અને ઝડપી તેમજ આરામદાયક મુસાફરી કરી શકાશે.

 મુસાફરી ખર્ચમાં પર પણ રાહત મળશે

ઉલ્લેખનીય છે કે, આણંદ-ખંભાત રૂટ પર કુલ બે પેસેન્જર મેમુ ટ્રેન નિયમિત રૂપે દરરોજ પાંચ-પાંચ ફેરા ફરશે જેથી આણંદ અને ખંભાત વચ્ચે પ્રવાસ કરતા દરેક મુસાફરના સમયને બચાવવામાં પણ આ ટ્રેન ઉપયોગી સાબિત થશે. આ મેમુ ટ્રેનનું આણંદ થી ખંભાત સુધીનું ભાડું ફક્ત રૂ. 35 રાખવામાં આવ્યુ છે જેથી નાગરીકોને મુસાફરી ખર્ચમાં પર પણ રાહત મળશે.

મહત્વનું છે કે આણંદ થી ખંભાત સુધી દોડનાર મેમુ ટ્રેનમાં સાંસદ સભ્ય મિતેષ પટેલ ધારાસભ્ય યોગેશ પટેલ સહિત સ્થાનિક આગેવાનો અને પ્રથમ દિવસે મુસાફરી કરનાર લોકો એ સવારી કરી હતી.

આપણ  વાંચો- સુરતમાં ગર્લફ્રેન્ડના ફોટા ડિલીટ કરવાનાના મુદ્દે યુવકની હત્યા

Tags :
Advertisement

.