Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભરૂચમાં યુરિયાની અછત સર્જાતા 30 હજારથી વધુ યુરિયા ખાતરની ગુણો મોકલાઇ 

અહેવાલ--દિનેશ મકવાણા, ભરૂચ ભરૂચ જિલ્લામાં યુરિયા ખાતરની અછતનો મામલો રેલવે મારફતે ૩૦ હજારથી વધુ યુરિયા ખાતરની ગુણોનો જથ્થો આવતા જ ખેડૂતોને નહીં સર્જાય યુરિયા ખાતરની અછત.. ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં ખેડૂતો મધરાત્રીએથી જ યુરિયા ખાતરના કેન્દ્ર ઉપર કરતા હતા જાગરણ...
ભરૂચમાં યુરિયાની અછત સર્જાતા 30 હજારથી વધુ યુરિયા ખાતરની ગુણો મોકલાઇ 
અહેવાલ--દિનેશ મકવાણા, ભરૂચ
  • ભરૂચ જિલ્લામાં યુરિયા ખાતરની અછતનો મામલો
  • રેલવે મારફતે ૩૦ હજારથી વધુ યુરિયા ખાતરની ગુણોનો જથ્થો આવતા જ ખેડૂતોને નહીં સર્જાય યુરિયા ખાતરની અછત..
  • ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં ખેડૂતો મધરાત્રીએથી જ યુરિયા ખાતરના કેન્દ્ર ઉપર કરતા હતા જાગરણ
  • ચોમાસાની સિઝનમાં ખેડૂતો ખેતી કરવામાં જોતરાઈ જતા હોય છે અને તેમાંય ખાતર હોવું જરૂરી હોવાના કારણે ખેડૂતોની દોટ 
ભરૂચ (Bharuch) જિલ્લામાં ચોમાસાની સિઝનમાં ખેડૂતોને ખેતી સાથે ખાતર મહત્વની જરૂરીયાત છે. યુરિયા ખાતરની અછત હોવાના કારણે ખેડૂતો મોડી રાત્રીથી વહેલી સવાર સુધી ખેડૂતોએ જાગરણ કરીને પણ કતારમાં ઊભા રહી ખાતર મેળવવા માટે પ્રયાસ કરતા હતા. મીડિયાના અહેવાલના પગલે ઊંઘતા અધિકારીઓએ જાગૃત થઈ મોટા પ્રમાણમાં ખાતર આવ્યું હોવાનું કહી ખેડૂતોને ખાતર મળી રહેશે તેવું આશ્વાસન આપ્યું છે.
રેલવે મારફતે 30 હજારથી વધુ યુરિયા ખાતરની ગુણો આવી
ભરૂચ જિલ્લામાં યુરિયા ખાતરની અછત સર્જાઇ હોવાના કારણે ખેડૂતોની ઊંઘ આરામ થઈ ગઈ છે. ખેડૂતોને પણ ખાતરના અભાવે ખેતી નષ્ટ થવાનો ભય ઊભો થયો હતો જેના કારણે ખાતર ક્યાંથી મળે તેવા પ્રશ્નો ને લઈ ખેડૂતો સવાર સાંજ ખાતરના કેન્દ્રો ઉપર કતારમાં ઊભા રહેતા હતા. જો કે જંબુસર તાલુકાના ખાતરના કેન્દ્ર ઉપર મોડી રાત્રી થી વહેલી સવાર સુધી માત્ર યુરિયા ખાતર લેવા માટે ખેડૂતો લાંબી લાંબી કતારમાં અને તે પણ વરસતા વરસાદ વચ્ચે ઉભા રહેતા હોવાની ચિંતા અધિકારીઓએ નહીં પરંતુ મીડિયાએ કરી અને મીડિયાના અહેવાલના પગલે અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. ભરૂચ રેલવે ઉપર મોટા પ્રમાણમાં ખાતર આવ્યું હોવાના અહેવાલના પગલે અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ભરૂચ જિલ્લામાં યુરિયા ખાતરની અછત વહેલી તકે નિવારી શકાશે. રેલવે મારફતે 30 હજારથી વધુ યુરિયા ખાતરની ગુણો આવી છે અને તાલુકા વાઇસ કેન્દ્રો ઉપર 80 થી 100 ટન જેટલું ખાતર સપ્લાય કરવામાં આવનાર હોવાનું સ્થાનિક અધિકારી દીપક કાતરીયાએ જણાવ્યું હતું.
ભરૂચ જિલ્લામાં 9 તાલુકા સહિત નર્મદા જિલ્લામાં પણ ખાતરનો જથ્થો પહોંચાડાશે
ભરૂચ જિલ્લામાં 9 તાલુકા સહિત નર્મદા જિલ્લામાં પણ ખાતરનો જથ્થો પહોંચાડવામાં આવનાર છે અને ખેડૂતોને સમયસર ખાતર મળી રહે તેવા તમામ પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા હોવાનું ભરૂચ જિલ્લા નાયબ ખેતી નિયામક વિસ્તારણ અધિકારી પી.એસ રાંક એ જણાવ્યું હતું. ભરૂચ જિલ્લામાં યુરિયા ખાતરની અછત હોવાની ફરિયાદો અને કેન્દ્ર ઉપર ખેડૂતોના મેળવડાઓના પગલે જાગૃત મીડિયાએ પણ તંત્ર સાથે અધિકારીઓની આંખ ઉઘાડી કરી હતી અને આજે ખાતરનો જથ્થો આવતા ખેડૂતોને હવે જાગરણ કરવાની ફરજ નહીં પડે જેને લઇને ખેડૂતોમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ છે.
Advertisement
Tags :
Advertisement

.