Pavagadh માં ખીલી ઉઠી કુદરત..! જુઓ Video
Pavagadh : રાજ્યમાં સર્વત્ર મેઘમહેર થતાં જ કુદરત પણ ખીલી ઉઠી છે. પવિત્ર યાત્રાધામ પાવાગઢ ( Pavagadh) ડુંગર વરસાદી માહોલમાં રળીયામણો બન્યો છે. પાવાગઢ ડુંગર પર કુદરતી સૌંદર્ય પુરબહારમાં ખીલી ઉઠતાં દર્શનાર્થીઓ પણ ખુશ થઇ ગયા હતા. પાવાગઢમાં થયેલા વરસાદના પગલે પગથીયાં પર પણ જાણે કે નદી વહેતી હોય તેવા દ્રષ્યો સર્જાયા છે.
ભારે વરસાદ વચ્ચે પણ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી
Pavagadh ડુંગર ઉપર વરસાદી માહોલ જમ્યો
panchmahal યાત્રાધામ Pavagadh ડુંગર ઉપર વરસાદી માહોલ જમ્યો
આજે વહેલી સવારથી વરસી રહ્યો છે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
વરસાદ અને વાદળો વચ્ચે ડુંગર જાણે અદ્રશ્ય થયો
વરસાદી વાતાવરણ વચ્ચે શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે… pic.twitter.com/X1J5SLwCEx— Gujarat First (@GujaratFirst) June 25, 2024
યાત્રાધામ પાવાગઢ ડુંગર પર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પાવાગઢમાં વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વચ્ચે પાવગઢમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદ વચ્ચે પણ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ડાંગમાં પણ ખીલી ઉઠ્યું કુદરતી સૌંદર્ય
ચોમાસાની શરૂઆત સાથે જ
Dangમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યુંDang જિલ્લામાં ચોમાસુ જામ્યું
જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થી ચારે તરફ લીલોતરી છવાઈ,
નદીઓમાં નવા નીર ની આવક સાથે નાના ધોધ સક્રિય થયા,
Ahva Vaghai માર્ગ ઉપર નજીક શિવ ઘાટ સક્રિય થયો,
વઘઇ નજીક ઉમરખાડી માં પણ પાણી આવતા અહીંયા… pic.twitter.com/BzrkFf8cG7— Gujarat First (@GujaratFirst) June 25, 2024
ડાંગ જિલ્લામાં પણ સારા વરસાદના કારણે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. ડાંગ જિલ્લાના જંગલોમાં નાના મોટા ધોધ વહેવા લાગ્યા છે. પંચમહાલ જિલ્લામાં સર્વત્ર વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ છે જેથી ધરતીપુત્રો ખુશ થઇ ગયા છે પણ જંગલ વિસ્તાર ધરાવતા આ જિલ્લામાં કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે. જાંબુઘોડા અને પાવાગઢ તથા હાલોલ કાલોલ પંથકમાં ભારે વરસાદના કારણે રમણીય દ્રષ્યો જોવા મળી રહ્યા છે. પવિત્ર યાત્રધામ પાવાગઢમાં વહેલી સવારે ધોધમાર વરસાદ પડતાં પાવાગઢ ડુંગરના પગથિયાં પાણી પાણી થઇ ગયા હતા અને પગથિયા પર જાણે કે નદી વહેતી હોય તેવા દ્રષ્યો જોવા મળી રહ્યા છે.
પોયલી ખાતે આવેલો હાથણી માતાનો ધોધ શરૂ
પંચમહાલના જાંબુઘોડા અને ઘોઘંબામાં મેઘમહેર થતાં ઠેર ઠેર નાના મોટા ઝરણાં વહેવા માંડ્યા છે. ખાસ કરીને સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત એવા ઘોઘંબાના પોયલી ખાતે આવેલો હાથણી માતાનો ધોધ શરૂ થયો છે. હાથણી માતાનો ધોધ પ્રવાસીઓમાં ભારે આકર્ષ ધરાવે છે. આ ધોધ કુદરતી સૌંદર્ય અને ગિરિમાળા વચ્ચે આવેલો છે
રોપ વે સેવા પણ બંધ
Pavagadhમાં વરસાદી માહોલના કારણ RopeWay સેવા બંધ
પંચમહાલ યાત્રાધામ Pavagadhમાં વરસાદી માહોલ
વરસાદી માહોલના કારણ રોપ વે સેવા બંધ
વાતાવરણ ચોખ્ખું થયા બાદ RopeWay સેવા થશે શરૂ
યાત્રાધામ Pavagadhમાં ભારે ગાજવીજ પડ્યો વરસાદ#PavagadhRain #RopewaySuspension #RainInPavagadh… pic.twitter.com/zK3DOl551r— Gujarat First (@GujaratFirst) June 25, 2024
બીજી તરફ યાત્રાધામ પાવાગઢમાં વરસાદી માહોલ રહેતા રોપ વે સેવા પણ બંધ કરી દેવાઇ છે. વાતાવરણ ચોખ્ખું થયા બાદ રોપ વે સેવા શરુ થશે. ઉલ્લેખનિય છે કે પાવાગઢમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે.
આ પણ વાંચો----- Rain Update: ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું, ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં છવાઈ ખુશી
આ પણ વાંચો---- Forecast : આજે જિલ્લાઓ થશે તરબતર…