Harsh Sanghvi : "સ્પોર્ટ્સ એ તણાવ-ચિંતા દૂર કરવા અને માનસિક શાંતિ માટે જરૂરી"
ગાંધીનગરના કરાઈમાં DGP બેડમિન્ટન ટૂર્નામેન્ટ
આજથી 29 ડિસેમ્બર સુધી ચાલશે બેડમિન્ટન કપ
ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત
ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પોલીસકર્મીઓને આપી સલાહ
પોલીસની ડ્યુટી દરમિયાન તણાવ હોય છે: હર્ષભાઈ સંઘવી
"તણાવને દૂર કરવાનો કોઈ વિકલ્પ હોય તો તે યોગ અને સ્પોર્ટ્સ"
"સ્પોર્ટ્સ એ તણાવ-ચિંતા દૂર કરવા, માનસિક શાંતિ માટે જરૂરી"
ગાંધીનગર કરાઇમાં આવેલી પોલીસ એકેડેમી ખાતે DGP બેડમિન્ટન ટૂર્નામેન્ટ યોજવામાં આવી છે. આ ટૂર્નામેન્ટ 29 ડિસેમ્બર સુધી ચાલશે. આજે ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉપસ્થિત પોલીસ કર્મી ખેલાડીઓને પ્રોત્સાહિત કરતાં કહ્યું કે તણાવને દૂર કરવાનો કોઈ વિકલ્પ હોય તો તે યોગ અને સ્પોર્ટ્સ છે.
ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા
ગાંધીનગરના કરાઈમાં DGP બેડમિન્ટન ટૂર્નામેન્ટ શરુ થઇ છે. આજથી 29 ડિસેમ્બર સુધી આ બેડમિન્ટન ટૂર્નામેન્ટ ચાલશે. કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હર્ષભાઇ સંઘવીએ ખેલાડી પોલીસ કર્મીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે આ કાર્યક્રમના આયોજનને બિરદાવ્યું હતું.
તણાવને દુર કરવા માટે જો કોઇ વિકલ્પ હોય તે તે યોગ અને સ્પોર્ટસ
હર્ષભાઇ સંઘવીએ કહ્યું કે પોલીસની ડ્યૂટી દરમિયાન તણાવ હોય છે. અને આ તણાવને દુર કરવા માટે જો કોઇ વિકલ્પ હોય તે તે યોગ અને સ્પોર્ટસ છે. સ્પોર્ટસ એ તણાવ-ચિંતા દુર કરવા તથા માનસિક શાંતિ મેળવવા માટે જરુરી છે. બેડમિન્ટનની રમતમાં રાષ્ટ્રિય લેવલે હજું વધુ મેડલ મેળવીશું તેવી આશા છે. તેમણે કહ્યું કે આગામી સમયમાં એસઆરપી સેન્ટરમાં વધુ સ્પોર્ટ્સ સુવિધા ઉભી કરવામાં આવશે.
ડીજીપી વિકાસ સહાય પણ રહ્યા હાજર
આ કાર્યક્રમમાં હાજર ડીજીપી વિકાસ સહાયે કહ્યું કે ખો ખો, કબડ્ડી અને ટેનિસ જેવી રમતોમાં રાષ્ટ્રીય લેવલે જેમણે ભાગ લીધો છે તેવા રમતવીરો પોલીસમાં જોડાયા છે. ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન સ્પર્ધા ગયા વર્ષે ચંદીગઢમાં યોજાઇ હતી જેમાં ઇનામ પણ મળ્યા હતા.
આ પણ વાંચો---અમદાવાદમાં ગુંડા તત્વો જમીનનો કબજો લેવા પહોંચ્યા, શું થયું જાણો