હજુ તો શરૂઆત છે! મોડી રાતે વાવાઝોડું ધમરોળશે, જુઓ ક્યાં છે કેવી હાલત
બિપરજોર વાવાઝોડાની અસર શરૂ થઈ ચુકી છે. તોફાની પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાને લઈને તંત્ર પણ એલર્ટ છે. બિપરજોયનું લેન્ડફોલ પશ્ચિમમાં માંડવી અને કરાંચી વચ્ચેના જખૌ પોર્ટ આસપાસ થઈ શકે છે, સાંજે શરૂ થયેલા લેન્ડફોલની શરૂઆત મોડી રાત સુધી ચાલશે ત્યારે આગામી ચાર-પાંચ કલાક અતિ મહત્વના છે.
કચ્છના ગુહાર ગામ નજીક થવાનું છે લેન્ડફોલ
બિપરજોયના લેન્ડફોલની સાથે 8 રાજ્યોમાં એલર્ટ જાહેર કરી દેવાયું છે. નેવી, એરફોર્સ, સેના અને એનડીઆરએફ તથા એસડીઆરએફ સહિતની તમામ એજન્સીઓ એલર્ટ છે. 125 કિમીથી વધારે ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડાનું લેન્ડફોલ કચ્છના ગુહાર ગામ નજીક થવાનું છે.
વાવાઝોડું પસાર થતાં કલાક લાગશે
કચ્છ અને દ્વારકામાં લેન્ડફોલની શરૂઆત થઇ ગઈ છે. વાવાઝોડાની આંખનો વ્યાસ 50 કિલોમીટર છે. હાલમાં 13થી 14 કિલોમીટરની છે. વાવાઝોડાને પસાર થતા પાંચ કલાક થશે.
કચ્છમાં ભારે પવન
વાવાઝોડાના કારણે જખૌ તેમજ નલિયામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો તથા અનેક સ્થળોએ મોબાઈલ ટાવર ધરાશયી થયાં છે. કચ્છના માંડવી, કંડલા, મુંદ્રા અને ગાંધીધામમાં ભયંકર પવન ફૂંકાઈ રહ્યો છે. ચક્રવાતી તોફાન બિપોરજોયના ખતરાને જોતા રાજ્ય સરકાર સુધી તમામ લોકો એલર્ટ છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં મુખ્યમંત્રીથી માંડીનેગૃહમંત્રી સુધી તમામ બેઠકોનો દોર જોવા મળી રહ્યો છે.
તંત્ર એલર્ટ પરં
ગુજરાતમાં એનડીઆરએફની 17 ટીમો અને એસડીઆરએફની કુલ 12 ટીમો તહેનાત છે. નૌસેનાના 4 જહાજ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત કિનારા નજીક રહેતા 74 હજાર લોકોને વધારે સુરક્ષીત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. હવામાન વિભાગના અનુસાર ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત 9 રાજ્યો પર મહાતોફાનનો ખોફ છે. 9 રાજ્ય લક્ષદ્વીપ, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, અસમ, અરૂણાચલ પ્રદેશ, મેઘાલય અને રાજસ્થાન હાઇએલર્ટ પર છે.
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચ્યા છે અને સતત હવામાન વિભાગના અધિકારીઓ પાસેથી વાવાઝોડાં અંગે માહિતી મેળવી રહ્યા છે.
#WATCH | Gujarat CM Bhupendra Patel holds a review meeting at the State Emergency Operation Center in Gandhinagar on #CycloneBiparjoy
The landfall process has commenced over the coastal districts of Saurashtra and Kutch and it will continue until midnight, says IMD pic.twitter.com/SQ1Fik1SHB
— ANI (@ANI) June 15, 2023
જામનગરમાં 61 વૃક્ષો ધરાશયી
જામનગર જિલ્લામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 61 જેટલા વૃક્ષો ધરાશાઈ થયા છે. રસ્તા પર પડેલા વૃક્ષો તાત્કાલિક દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરાવવા માટે માર્ગ અને મકાન વિભાગની કુલ 18 ટીમો કાર્યરત છે. જોકે હાલ જિલ્લામાં વૃક્ષો ધરાશાઈ થવાના પરિણામે એક પણ રસ્તો બંધ નથી.
વાવાઝોડાની સ્પીડ વધી શકે
સલામતીને ધ્યાને રાખી હવામાન વિભાગે લોકોને બહાર નિકળવા અને 16 જૂનની સવાર સુધી દરિયાકિનારે પણ ન જવા અપીલ કરી છે. વાવાઝોડાનની ગતિ સવારે 5 કિલોમીટર પ્રતિ કલાકની હતી જે વધીને 10 કિમી પ્રતિકલાકે પહોંચી ગઈ છે. તેમજ વાવાઝોડાની પ્રતિકલાકે ઝડપ 14 કિલોમીટર થવાની સંભાવના છે.
આ પણ વાંચો : લેન્ડફોલ થતાં જ બિપોરજોય બન્યું ખતરનાક…!
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.