Cyclone Biporjoy : વાવાઝોડા પ્રભાવિત જિલ્લાઓમાં કેટલુ નુંકસાન થયું? સાંજ સુધીમાં રિપોર્ટ આપવા આદેશ
ગુજરાતના દરિયા કિનારે Cyclone Biporjoy ત્રાટક્યા બાદ હવે અસરગ્રસ્ત વિસ્તારોમાં પુન: વ્યવસ્થાપનની કામગીરી ઝડપભેર થાય અને વાવાઝોડાના કારણે કેટલું નુકસાન થયુ છે તેનો તાગ મેળવવા ગાંધીનગરમાં મુખ્યમંત્રી દ્વારા ઉચ્ચ સ્તરિય બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી સ્થિતિ સામાન્ય બને તેવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યાં છે ત્યારે વાવાઝોડાથી અસરગ્રસ્ત 8 જિલ્લાઓમાં કેટલું નુકસાન થયું છે તે માટે સાંજ સુધીમાં પ્રાથમિક રિપોર્ટ રજુ કરવા કલેક્ટરને આદેશ થયાં છે.
સાંજ સુધીમાં રિપોર્ટ સોંપવા આદેશ
મુખ્યમંત્રીએ આજે SEOC ખાતે વિવિધ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. જેમાં પ્રાથમિક નુકસાનીનો તાગ મેળવ્યો હતો. ગુજરાતના દરિયાકાંઠે ટકરાયેલા વાવાઝોડાએ સમગ્ર રાજ્યમાં થોડુ ઘણું નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર અને મોરબી સહિતના 8 જિલ્લાઓમાં વાવાઝોડાના લીધે ઘણું નુકસાન થયું છે પણ ખરેખર કેટલું નુકસાન થયું છે તેનો રિપોર્ટ આજે સાંજ સુધીમાં રજૂ કરી દેવા આઠ જિલ્લા કલેક્ટરોને આદેશ કર્યો છે.
સરકારના આયોજન થકી કોઈ પણ જાનહાનિ નહી
જણાવી દઈએ કે, વાવાઝોડા પ્રભાવિત 8 જિલ્લાઓમાં અત્યાર સુધી એક પણ માનવ મૃત્યુ નથી થયું. વાવાઝોડાની ગંભીરતાને સમજી સમગ્ર રાજ્યમાં એક લાખ કરતા પણ વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વાવાઝોડામાં અત્યાર સુધીમાં 23 લોકો ઈજાગ્રસ્ત થયાં છે અને 24 પશુઓના મોત થયાં છે. તે ઉપરાંત પ્રભાવિત જિલ્લાઓમાં 20 કાચા મકાન, 9 પાકા મકાન અને 65 જેટલા ઝૂંપડા સંપૂર્ણ રીતે ધરાશાયી થયા છે. જ્યારે 474 જેટલા કાચા મકાન અને 2 પાકા મકાનને અંશતઃ નુકશાન થયું હોવાની વિગતો મળી રહી છે.
આ પણ વાંચો : CYCLONE BIPARJOY : રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલ સતત રહ્યા અસરગ્રસ્તોની પડખે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.