Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સિવિલ હોસ્પિટલને CSR હેઠળ રૂ.1.28 કરોડની રકમના ઉપકરણો મળ્યા

CSR  (Corporate Social responsibility) સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ નિભાવતા જે.એમ. ફાઇનાન્સીઅલ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંદાજીત રૂ.1.28 કરોડની રકમના વિવિધ ઉપકરણોનું દાન કરાયુ છે. આ કંપની દ્વારા સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓની સુખાકારીમાં વધારો કરવા અને ખાસ કરીને બાળરોગ સર્જરીના સચોટ નિદાન...
સિવિલ હોસ્પિટલને csr હેઠળ રૂ 1 28 કરોડની રકમના ઉપકરણો મળ્યા

CSR  (Corporate Social responsibility) સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ નિભાવતા જે.એમ. ફાઇનાન્સીઅલ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંદાજીત રૂ.1.28 કરોડની રકમના વિવિધ ઉપકરણોનું દાન કરાયુ છે. આ કંપની દ્વારા સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓની સુખાકારીમાં વધારો કરવા અને ખાસ કરીને બાળરોગ સર્જરીના સચોટ નિદાન માટે ઉપયોગમાં લેવાતા ઉપકરણોનું દાન કરાયું છે. સમયની માંગ આધારિત અત્યંત મોંધા અને અત્યાધુનિક ઉપકરણો આ કંપની દ્વારા હોસ્પિટલને ભેટ કરવામાં આવ્યા છે.

Advertisement

આ અગાઉ પણ જે.એમ.ફાઇનાન્સીઅલ ફાઉન્ડેશન દ્વારા સિવિલ હોસ્પિટલમાં ડીજીટલ એક્સ-રે મશીનનું દાન કરવામાં આવ્યું હતુ. જેના પરિણામે આજે સિવિલ હોસ્પિટલમાં એક્સ-રેની સુવિધા અત્યંત સરળ બની છે. જેની મદદથી અત્યાર સુધીમાં અંદાજે 1.27 લાખ એક્સ રે પાડવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ આ દાનનો સ્વીકાર કરતા જે.એમ. ફાઇનાન્સીઅલ કંપનીના ચેરમેન નિમેષભાઇ કાંપાની અને  પુજાબેન દવે  તેમજ તેમની ટીમ પ્રત્યે હ્રદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. અંદાજીત રૂ. 1.28 કરોડની રકમના મળેલા વિવિધ ઉપકરણો સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સારવાર, સર્જરી સંલગ્ન આરોગ્ય સેવા અને સુવિધાઓને સરળ તેમજ સાનુકૂળ બનાવશે તેવો ભાવ ડૉ. જોષીએ વ્યક્ત કર્યો હતો.

આ કંપની દ્વારા ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં પણ સી.એસ.આર. હેઠળ વિવિધ દાન કરવામાં આવે છે. તેમજ સમાજઉપયોગી કાર્યો કરવામાં આવતા હોવાનું તેમણે ઉમેર્યુ હતુ. તેમણે વધુમાં કહ્યું કે, આ કંપનીએ ઉદાર ભાવ રાખીને દર્દીઓના કલ્યાણ અર્થે કરેલ વિવિધ ઉપકરણોનું દાન ખરા અર્થમાં નિદાન અને સારવારને સચોટ, સરળ અને ત્વરીત બનાવવા માટે લાભદાયી નિવડશે.

Advertisement

CSR માં મળેલ મશીનો અને તેની વિશેષતાઓ 

Advertisement

રૂ. 23 લાખની કિંમતના હાઇ ફ્રિકવન્સી સી.આર્મ મશીન વીથ ડી.એસ.એ. આ અત્યાધુનિક IITV મશીન ઉપલબ્ધ બનતા તેમાં એક લાખથી વધારે વીડિયો અને ઇમેજ સેવ કરી શકાય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગમાં દાખલ થતા કુલ બાળદર્દીઓના લગભગ 40 ટકા દર્દીઓને આઇ.આઇ.ટી.વી.ની જરૂરીયાત ઓપરેશન પહેલા, ઓપરેશન દરમિયાન અને ઓપરેશન પછી પણ ઉભી થતી હોય છે. આ મશીન ઉપલબ્ધ બનતા દર્દીઓની બિમારીના સચોટ નિદાન અને સારવાર માટે ઉપયોગી બની રહેશે.

રૂ. 25 લાખની કિંમતનો વીડિયો ગેસ્ટ્રોસ્કોપ
અત્યાર સુધી વીડિયો ગેસ્ટ્રોસ્કોપની અપૂર્તિના કારણે જે બાળકોને આની જરૂર પડતી હતી તેમને બહાર મોકલવા પડતા હતા .આ ગેસ્ટ્રોસ્કોપની મદદથી અન્નનળીમાં ફસાયેલ ફોરેન બોડી એટલે કે પીન, સિક્કો  અને બેટરી સેલ જેવા ગંભીર અથવા જોખમી પદાર્થોને કાઢવા માટે અત્યાધુનિક સારવાર સુવિધા મળી રહેશે.

રૂ. 6 લાખની કિંમતના 2  મેડિકલ ગ્રેડ મોનીટર
મેડિકલ ગ્રેટ મોનિટર જે મળ્યા છે તેને  ઓપરેટિવ કેમેરા સાથે કનેક્ટ કરવામાં આવશે. જેના પરિણામે દરેક સર્જરીને રેકોર્ડ કરી શકાશે. જે આગળ જઇને અભ્યાસ અર્થે જન ઉપયોગી બની રહેશે.

રૂ. 5 લાખની કિંમતના 2 ઓપરેશન ટેબલ, રૂ. 32 લાખની કિંમતના 2 એનેસ્થેસિયા વર્કસ્ટેશન
આ બે ઓપરેશન ટેબલ અને બે એનેસ્થેસિયા ટ્રોલી થી નાના બાળકોને વધું સુરક્ષિત રીતે એનેસ્થેસિયા આપી શકશે. બાળરોગ સર્જરી વિભાગમાં આવતા 500 ગ્રામ થી માંડી અને 50 કિલોના વજન સુધીના દર્દીના ઓપરેશન કરવાની સુવિધા વધારે સરળ અને સુરક્ષિત બનશે.  અત્રે ઉલ્લેખનીય  છે કે, આ અગાઉ પણ જે.એમ. ફાઇન્સાસીય કંપની દ્વારા સિવિલ હોસ્પિટલને રૂ. 34 લાખની કિંમતનું ડિજીટલ એક્સ-રે મશીન 400 ડી.આર. સિસ્ટમની સાથે અને રૂ. 3.7 લાખની કિંમતના 3 બેબી વાર્મર (ઓપરેશન ટેબલ)નું દાન કરવામાં આવ્યું છે.

સિવિલ હોસ્પિટલનું બાળરોગ સર્જરી વિભાગ એકમાત્ર ગવર્મેન્ટ સેન્ટર છે જ્યાં જન્મજાત બાળક થી લઇ 12 વર્ષના બાળક સુધીની સર્જરી થતી હોય છે . અહીં આ વિભાગમાં અંદાજીત 2300 થી વધારે સર્જરી પ્રતિ વર્ષ કરવામાં આવે છે. આ ઉપરાંત અંદાજીત 1000 જેટલી રેડિયોલોજીકલ પ્રોસીઝર કરવામાં આવે છે.

આ વિભાગની નિપુણતા અને શ્રેષ્ઠ પરિણામોના પરિણામે ગુજરાતના વિવિધ ખૂણામાંથી આવતા દર્દીઓ ઉપરાંત સેન્ટર ઓફ એક્સલેન્સના કારણે દેશના 16 જેટલા રાજ્યોમાંથી અને વિવિધ દેશમાંથી પણ દર્દીઓ અહીં સારવાર અર્થે આવે છે. ગુજરાત રાજ્યનું આ એકમાત્ર ટર્સરી કેર સેન્ટર છે જ્યાં MCHનો કોર્સ ચાલે છે. ત્રણ સીટો દર વર્ષે ફાળવવામાં આવેલી છે.

આ પણ વાંચો - ખાદ્ય પદાર્થના લેબલીંગ અને ડિસ્પ્લેના નિયમોમાં જાણો શું થયો સુધારો?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ – સંજય જોશી, અમદાવાદ

Tags :
Advertisement

.