છોટાઉદેપુર : તેજગઢ ખાતે 42 ગામ વણકર સમાજ દ્વારા છોટાઉદેપુર કવાંટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024 નું આયોજન કરાયું
છોટાઉદેપુર કવાંટ ક્રિકેટ ટુર્નામેન્ટ : સૌપ્રથમવાર 42 ગામ વણકર સમાજ છોટાઉદેપુર કવાંટના યુવાનો દ્વારા સમાજના યુવાનોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે ,ગામડાઓમાં રહેલું ટેલેન્ટ બહાર આવે અને ખેલદિલી સાથે સામાજિક એકતા વધે , શિક્ષણની જાગૃતતા આવે અને વિકસીત ભારતમાં આત્મનિર્ભર...
છોટાઉદેપુર કવાંટ ક્રિકેટ ટુર્નામેન્ટ : સૌપ્રથમવાર 42 ગામ વણકર સમાજ છોટાઉદેપુર કવાંટના યુવાનો દ્વારા સમાજના યુવાનોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે ,ગામડાઓમાં રહેલું ટેલેન્ટ બહાર આવે અને ખેલદિલી સાથે સામાજિક એકતા વધે , શિક્ષણની જાગૃતતા આવે અને વિકસીત ભારતમાં આત્મનિર્ભર બનીને ઘર પરિવાર અને સમાજનું નામ રોશન કરે એવા ઉમદા હેતુથી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 18 વર્ષથી 60 વર્ષ સુધીના ખેલાડીઓની કુલ 20 ટીમોએ ભાગ લીધો હતો.
Advertisement
આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 18 વર્ષથી 60 વર્ષ સુધીના ખેલાડીઓની કુલ 20 ટીમો એ ભાગ લીધો
ફાઈનલ મેચ ગુરૂકૃપા કિંગ ઈલેવન અને વરૂણ ઈલેવન વચ્ચે યોજાઈ. જેમાં છોટાઉદેપુરના 137 વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ,બોડેલી બાર એસોસિયેશનના પ્રમુખ લલિત ભાઈ રોહિત,વિદ્વાન વકીલ રાજુ ભાઈ રોહિત ,42 ગામ વણકર સમાજ છોટાઉદેપુર કવાંટના પ્રમુખ કેશવ ભાઈ વણકર ,મંત્રી હીરા ભાઈ, છગન ભાઈ વણકર સાથે સમાજના આગેવાનો ભાઈઓ,બહેનો, યુવાન મિત્રો,બાળકો હાજરી આપીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. ધારાસભ્ય રાજેન્દ્ર સિંહ રાઠવા દ્વારા યુવાનોને શબ્દરૂપી પ્રેરણા આપીને જીવનમાં રમત ગમતથી સમાજ અને દેશના ઘડતરની વાત કરી હતી.ભારત દેશના યશસ્વી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને ગુજરાત રાજ્ય મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ અને રમત ગમત મંત્રી હર્ષ ભાઈ સંઘવીને યાદ કરીને દેશના ,રાજ્યના અને સમાજના ઘડતર માટે રમત દ્વારા યુવા શક્તિના વિકાસની પ્રેરણાદાયી શુભકામનાઓ સહ આર્થિક સહયોગ પણ કરવામાં આવ્યો હતો.
42 વણકર સમાજ છોટાઉદેપુર કવાંટના પ્રમુખ મંત્રી અને આગેવાનો ,ભાઈ બહેનો અને યુવાનો , વેલજીભાઈ રાઠવા ટુર્નામેન્ટ માટે દાતાઓ દ્વારા આર્થિક સહયોગ આપીને સૌને પ્રોત્સાહિત કર્યા હતા.
તા.10-3-2024 ના રોજ ફાઈનલ મેચમાં ગુરુકૃપા કિંગ્સ ઈલેવન એ વરૂણ ઈલેવન ધંધોડા ને 9 વિકેટથી પરાજિત કરીને વિજેતા બની હતી.
અંતમાં 42 ગામ વણકર સમાજ છોટાઉદેપુર કવાંટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024 માં કેતન ચૌહાણ દ્વારા આ ટુર્નામેન્ટને સફળતા પૂર્વક નિર્વિવાદ પાર પાડવા માટે શ્રમ દાન ,સમય દાન ,આર્થિક દાન, અન્ન દાન આપનાર તમામ લોકોનો આભાર માનવામાં આવ્યો હતો. અને આગળ પણ સાથ સહકાર આપતા રહેશો એ માટે વિશ્વાસ સાથે અપીલ કરવામાં આવી હતી.
અહેવાલ - તોફીક શેખ
Advertisement