Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chandrayaan-3 : મિશનની સફળતા માટે ભૂલકાઓની પ્રાર્થના, રાજ્યની શાળાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

ભારતના મહત્વકાંક્ષી મીશન ચંદ્રયાન-3ને લઈને દેશવાસીઓ ઉત્સાહિત છે. દરેક ભારતીયો મિશન સફળ થાય તેની પ્રાર્થના કરી રહ્યાં છે ત્યારે બીજી તરફ રાજ્યની શાળાઓના બાળકોએ ભારતના આ મિશનની સફળતા માટે પ્રાર્થના કરી તેમજ ચંદ્રયાન-3ને લઈને વિવિધ કાર્યક્રમનું આયોજન થયું છે. સુરત...
chandrayaan 3   મિશનની સફળતા માટે ભૂલકાઓની પ્રાર્થના  રાજ્યની શાળાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

ભારતના મહત્વકાંક્ષી મીશન ચંદ્રયાન-3ને લઈને દેશવાસીઓ ઉત્સાહિત છે. દરેક ભારતીયો મિશન સફળ થાય તેની પ્રાર્થના કરી રહ્યાં છે ત્યારે બીજી તરફ રાજ્યની શાળાઓના બાળકોએ ભારતના આ મિશનની સફળતા માટે પ્રાર્થના કરી તેમજ ચંદ્રયાન-3ને લઈને વિવિધ કાર્યક્રમનું આયોજન થયું છે.

Advertisement

સુરત

કામરેજની વશિષ્ઠ વિદ્યાલય ખાતે ચંદ્રયાન-૩ ગ્રાન્ડ લેન્ડિંગ કાર્યક્રમ યોજાયો,શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ચંદ્રયાન-3નું ચંદ્ર ઉપર સફળ લેન્ડિંગ થાય તે માટે પ્રાથના કરવામાં આવી સાથે જ ચંદ્રયાન-3 ને લગતા અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી. બીજી તરફ સુરતની વિદ્યાકુંજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિઘ્નહર્તા ગણેશજી અને સંકટ મોચન હનુમાનજીને પ્રાર્થના કરવામાંઆવી હતી.

અમદાવાદ

અમદાવાદના બોપલમાં આવેલી તુલીપ શાળામાં ચંદ્રયાન-3ને લઈને બાળકો દ્વારા યાન અને પોસ્ટરો પ્રદર્શિત કરી પોતાનો ઉત્સાહ દર્શાવ્યો હતો. બાળકોએ આ મિશન સફળ થાય અને દેશના નામે અનોખી સિદ્ધી નોંધાઈ તે માટેની પ્રાર્થના કરી હતી. તેમજ અમદાવાદના ચાણક્યપૂરીમાં આવેલી સુમતિ વિદ્યાલયમાં બાળકોએ ચંદ્રયાન-3ની સફળતા માટે પ્રાર્થના કરી હતી.

Advertisement

school student pray for Chandrayaan 3

તાપી

તાપીમાં પીપી સવાણી શાળા ખાતે સ્પેસ સંસ્થા દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સ વિશે સમજ અપાઈ હતી. સ્પેસ સંસ્થા દ્વારા સિમ્બોલિક લાઈવ રોકેટ લોન્ચ કરવામાં આવ્યું અને તેની સાથે જ વિદ્યાર્થીઓને થિયેરિકલ અને પ્રેક્ટિકલ સમજ આપવામાં આવી હતી.

Advertisement

જામનગર

જામનગર હરિયા સ્કૂલમાં ચંદ્રયાન 3નું પ્રદર્શન યોજાયું હતું. શાળાના 1600 વિદ્યાર્થીઓએ પ્રદર્શન નિહાળ્યું. ચંદ્રયાન-3ને લઈને 2 શિક્ષકોના માર્ગદર્શન નીચે 37 વિદ્યાર્થીઓએ મળીને રંગોળી બનાવવામાં આવી છે.

આ પણ વાંચો : આર્યભટ્ટ સેટેલાઈટથી લઈ ચંદ્રયાન-3 સુધી આવો છે ભારતનો અંતરિક્ષનો ઈતિહાસ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.