Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રથયાત્રા 2023 : જય જગન્નાથના નાદથી ગૂંજી ઉઠશે આજે શહેરના માર્ગો....

દેશની બીજી સૌથી મોટી ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા આજે અમદાવાદમાં યોજાશે. ભગવાન જગન્નાથ ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરજનોને સામે ચાલીને દર્શન આપવા નિકળશે. ભગવાનના દર્શન કરવા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેર પોલીસે પણ યાત્રા...
રથયાત્રા 2023   જય જગન્નાથના નાદથી ગૂંજી ઉઠશે આજે શહેરના માર્ગો
દેશની બીજી સૌથી મોટી ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા આજે અમદાવાદમાં યોજાશે. ભગવાન જગન્નાથ ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરજનોને સામે ચાલીને દર્શન આપવા નિકળશે. ભગવાનના દર્શન કરવા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેર પોલીસે પણ યાત્રા નિર્વિઘ્ને પાર પાડવા માટેની તમામ તૈયારી પૂર્ણ કરી છે.
7 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધી કરી યાત્રાનો પ્રારંભ કરાવશે
આજે વહેલી સવારે 3.45 વાગે ભગવાનના આંખેથી પાટા ખોલવાની વિધી કરાશે અને ત્યારબાદ 4 વાગે મંગળા આરત યોજાશે જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ હાજર રહેષે. ત્યારબાદ 4.30 વાગે ભગવાનને ખીચડીનો ભોગ ધરાશે અને 6.30 વાગે ભગવાનને રથમાં બિરાજમાન કરાશે તથા 7 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધી કરી યાત્રાનો પ્રારંભ કરાવશે.
આજે આખું શહેર જગન્નાથમય બની જશે
રથયાત્રા અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પસાર થશે જ્યાં ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત કરાશે. જય રણછોડ માખનચોર, જય જગન્નાથના નાદથી આખુ શહેર આજે ગૂંજી ઉઠશે. ભગવાનના રથ ખેંચવા માટે 1 હજારથી 1200 ખલાસીઓ જોડાશે. રથયાત્રામાં 101 ટ્રક તથા ગજરાજો તથા ભજન મંડળીઓ અને અખાડા જોડાશે. આજે આખું શહેર જગન્નાથમય બની જશે.
પ્રસાદ અપાશે
રથયાત્રામાં 30 હજાર કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી અને 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ આપવામાં આવશે. ઉપરાંત ભગવાનના દર્શન માટે આવનારા ભક્તોને 2 લાખ ઉપરણા પ્રસાદમાં અપાશે.  વિવિધ વિસ્તારોમાંથી પસાર થઇને ભગવાનના રથ મામાના ઘેર સરસપુર જશે અને ત્યારબાદ બપોરે 1 વાગે ત્યાંથી પરત આવવા નિકળશે અને રાત્રે 8 વાગે રથ નિજ મંદિરમાં પરત ફરશે.
Tags :
Advertisement

.