Junagadh : જૂનાગઢ સંગ્રહાલય ખાતે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસની ઉજવણી થઈ
જૂનાગઢમાં આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસની (International Museum Day) ઉજવણી કરવામાં આવી, જૂનાગઢ સંગ્રહાલય ખાતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું જેમાં આર્ટ એન્ડ ક્રાફ્ટ, ચિત્ર સ્પર્ધા અને ટ્રેઝર હન્ટ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ઐતિહાસિક ધરોહર પ્રત્યે જાગૃતિ આવે તેવા હેતુસર આ કાર્યક્રમ યોજાયો હતો.
વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે જૂનાગઢના સરદાર બાગ ખાતે આવેલ ઐતિહાસિક મ્યુઝિયમ સૌરાષ્ટ્રનું સૌથી જૂનું અને વિશાળ મ્યુઝિયમ પૈકીનું એક છે, અહી 2000 થી વધુ રાજા રજવાડાના સમયની ઐતિહાસિક ચીજવસ્તુઓનો સંગ્રહ છે.
જૂનાગઢ સંગ્રહાલયમાં નવાબના શાસન દરમિયાન રજવાડાના ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓનો સંગ્રહ છે, નવાબનો દરબાર ભરાતો તે દરબારમાં રાજાના સિંહાસનથી લઈને દરબારીઓના બેસવાની વ્યવસ્થા માટેના જૂનવાણી સિંહાસનો અને ખુરશીઓ તે સમયની બેઠક વ્યવસ્થા મુજબ ગોઠવવામાં આવી છે, અહીં નવાબી કાળના હથિયાર જેમાં યુધ્ધ માટેના હથિયાર તથા ઉત્સવો એટલે કે શસ્ત્ર પૂજન માટેના હથિયારોનો સમાવેશ થાય છે.
ઉપરાંત સોના ચાંદીની એન્ટિક ચીજ વસ્તુઓ, વાસણો, રજવાડાના આભૂષણો, સોના ચાંદીના તારથી ગુંથેલા અને ભરતકામ કરેલા વસ્ત્રો, કાચના રંગબેરંગી ઝુંમર, કાચના વાસણો, ફ્લાવર પોટ, હાથી પર બેસવાની અંબાળી, પાલખી, બગી સહીતની અદભૂત ચીજવસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. પ્રવાસીઓ માટે જૂનાગઢ સંગ્રહાલય આકર્ષણનું કેન્દ્ર છે.
ગત એક વર્ષમાં જૂનાગઢના મ્યુઝીયમની 82 હજારથી થી વધુ લોકોએ મુલાકાત લીધેલ છે, હત્વનું છે કે આંતરરાષ્ટ્રીય કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ દ્વારા 1977 માં 18 મે ને આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ જાહેર કરાયો હતો, ત્યારથી આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ નિમિત્તે જૂનાગઢ સંગ્રહાલય ખાતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો થી લઈને વૃધ્ધ સુધીના કોઈપણ ઉંમરના લોકો ભાગ લઈ શકે અને મ્યુઝિયમમાં રહેલી કોઈપણ ચીજવસ્તુનું ચિત્ર તે બનાવી શકે તે પ્રકારની સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં ચિત્ર બનાવવા માટે જરૂરી સાધનો, રંગો પણ મ્યુઝિયમ તરફથી આપવામાં આવ્યા હતા.
આ પ્રકારની સ્પર્ધાનો હેતુ એ છે કે કોઈપણ સંગ્રહાલય જે તે પ્રદેશ કે રજવાડાની સંસ્કૃતિ, પરંપરા અને શૌર્યનું દર્શન કરાવે છે, સંગ્રહિત ચીજવસ્તુઓ તે સમયની યાદ અપાવે છે અને આ ઐતિહાસિક ધરોહર જળવાઈ રહે તેનું જતન થાય અને લોકોમાં જાગૃતિ આવે તે હેતુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં બાળકોએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
અહેવાલ - સાગર ઠાકર, જુનાગઢ
આ પણ વાંચો : રથયાત્રા પહેલા પોલીસ વિભાગ સજ્જ, DGP વિકાસ સહાયે કરી બેઠક
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.