Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શા માટે ઉજવવામાં આવે છે ઈન્ટરનેશનલ મ્યુઝિયમ ડે? જાણો રસપ્રદ ઇતિહાસ

વિશ્વભરના મ્યુઝિયમો વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 18 મેના રોજ આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ ડે ની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 1977માં 'ધ ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ્સ' (ICOM) એ આ દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું. આ દિવસની ઉજવણી કરવાનો એકમાત્ર હેતુ ઐતિહાસિક હકીકત વિશે જાગૃતિ લાવવાનો છે જેથી કરીને લોકોને દેશ-વિદેશની સંસ્કૃતિનો પરિચય કરાવી શકાય. દર વર્ષે આ દિવસે કેટલાક વિશેષ કાર્યક્રમોનું
શા માટે ઉજવવામાં આવે છે ઈન્ટરનેશનલ મ્યુઝિયમ ડે  જાણો રસપ્રદ ઇતિહાસ
વિશ્વભરના મ્યુઝિયમો વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 18 મેના રોજ આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ ડે ની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 1977માં 'ધ ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ્સ' (ICOM) એ આ દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું. આ દિવસની ઉજવણી કરવાનો એકમાત્ર હેતુ ઐતિહાસિક હકીકત વિશે જાગૃતિ લાવવાનો છે જેથી કરીને લોકોને દેશ-વિદેશની સંસ્કૃતિનો પરિચય કરાવી શકાય. દર વર્ષે આ દિવસે કેટલાક વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ્સની સલાહકાર સમિતિ પણ આ કાર્યક્રમ માટે એક થીમ નક્કી કરે છે.
સંગ્રહાલયોમાં આપણી આસપાસની દુનિયાને બદલવાની શક્તિ છે. મ્યુઝિયમના મહત્વને સમજીને સંયુક્ત રાષ્ટ્રએ 18 મે 1983ના રોજ એક ઠરાવ પસાર કર્યો હતો. આ ઠરાવમાં  દર વર્ષે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસની ઉજવણી કરવાની વાત કરવામાં આવી હતી. વર્ષ 1992માં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે દર વર્ષે આ દિવસને અલગ થીમ સાથે ઉજવવામાં આવશે. આ દિવસની ઉજવણીનો ખાસ હેતુ લોકોમાં મ્યુઝિયમ વિશે જાગૃતિ લાવવાનો અને સામાજિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે. આ જ કારણ છે કે ઘણી સંસ્થાઓ આ દિવસે મ્યુઝિયમની ફ્રી ટૂરનું આયોજન કરે છે જેથી વધુને વધુ લોકો તેમના મિત્રો, પરિવાર અને સંબંધીઓ સાથે તેમની મુલાકાત લઈ શકે.
એક તરફ ભારતમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે. ત્યારે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ ડે 2022ના અવસર પર, સંસ્કૃતિ મંત્રાલય તેના સંગ્રહાલયોમાં 16 મે થી 20 મે સુધી એક સપ્તાહના મહોત્સવનું આયોજન કરી રહ્યું છે. નેશનલ મ્યુઝિયમ નવી દિલ્હી અને નેશનલ મ્યુઝિયમ ઑફ મોર્ડન આર્ટ (નવી દિલ્હી, મુંબઈ, બેંગલુરુ), અલ્હાબાદ મ્યુઝિયમ (પ્રયાગરાજ), ઈન્ડિયન મ્યુઝિયમ (કોલકાતા), વિક્ટોરિયા મેમોરિયલ હોલ (કોલકાતા), સાલાર જંગ મ્યુઝિયમ (હૈદરાબાદ) અને સાયન્સ સિટી અને કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ હેઠળના રાષ્ટ્રીય કેન્દ્રો (ભારતભરમાં 24 સ્થળોએ) આ અઠવાડિયા દરમિયાન વિશેષ પહેલ કરી રહ્યા છે. આ માટે મંત્રાલયે પહેલાથી જ આખા અઠવાડિયા દરમિયાન  દેશભરના તમામ સંગ્રહાલયોમાં મુલાકાતીઓ માટે ફ્રી પ્રવેશની જાહેરાત કરી છે.
 શું છે આજની થીમ ? 
ગયા વર્ષે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે 2021ની થીમ 'ધ ફ્યુચર ઓફ મ્યુઝિયમ્સઃ ​​રિકવર એન્ડ રીમેજીન' હતી. આ વર્ષે તે 'ધ પાવર ઓફ મ્યુઝિયમ્સ' છે. 
Advertisement
Tags :
Advertisement

.