કેબિનેટ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ વિકાસ કાર્યોની સમીક્ષા કરી
ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ આવનારી લોકસભા ચુંટણીને અનુલક્ષીને તા. ૨૫-૧૨-૨૦૨૩ના રોજ રાજકોટ ખાતે વોર્ડ નં. ૧૧માં બૂથ નં. ૫૨, ૫૫ અને ૧૦૨ તેમજ વોર્ડ નં. ૧૨માં બુથ નં. ૪૩, ૪૬, ૪૭ અને ૫૦માં થઈ રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. તેમજ પ્રજાજનોની સુવિધાઓ, વિવિધ યોજનાઓ અને આગામી લોકસભાની ચૂંટણી અંગે જરૂરી સૂચનો આપ્યા હતા.
પ્રજાજનોની સમસ્યાઓ દૂર કરવા રાજ્યના વિવિધ વિસ્તારોમાં સુવિધાઓમાં વધારો કરવાની માંગને પહોંચી વળવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આજે દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે.
તમામ ક્ષેત્રોમાં દેશનો સર્વાંગી વિકાસ થાય, તે માટે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. છેવાડાના ગામો સુધી વિકાસના કાર્યો, નાગરિકોની સુખાકારી માટે સુવિધાઓ પહોંચાડવા રાજ્ય સરકાર સતત કાર્યરત છે ત્યારે વિવિધ સુવિધાઓમાં ઉમેરો થતાં જુદા-જુદા વિસ્તારોમાં હોલિસ્ટિક ડેવેલપમેન્ટ સાથે આધુનિકતામાં વધારો પણ થયો છે.
ત્યારે આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને વિવિધ વિકાસ કાર્યોને પૂરા જોશ સાથે કરવા અને પ્રજાજનોની સુવિધાઓને ધ્યાને લઈ કેન્દ્ર સરકાર તથા રાજય સરકારની વિવિધ યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે વધુ પ્રયત્નશીલ રહેવા કેબિનેટ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ અગ્રણીઓને જણાવ્યું હતું.
આ તકે લીલુબેન જાદવ, રણજીતભાઈ સાગઠીયા, વિનુભાઈ સોરઠીયા, ફર્નાડીઝભાઈ પાડલીયા સહિતના અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પણ વાંચો - કેન્દ્રીય ગૃહપ્રધાને કરાવ્યો સાંસદ ખેલ સ્પર્ધાનો પ્રારંભ