Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat: ભાજપના નેતા કરી રહ્યા હતા અગ્નિકાંડ 2 ની તૈયારી? ફાયર વિભાગ પહોચ્યું અને...

Surat: રાજકોટમાં થયેલા અગ્નિકાંડમાં 27 લોકો જીવતા હોમાયા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રી અને ગુહ રાજ્યમંત્રીએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. નોંધનીય કે, કાર્યવાહીના આદેશ બાદ ગુજરાતભરમાં તંત્ર સક્રિય થઈ તપાસ કરી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ...
surat  ભાજપના નેતા કરી રહ્યા હતા અગ્નિકાંડ 2 ની તૈયારી  ફાયર વિભાગ પહોચ્યું અને

Surat: રાજકોટમાં થયેલા અગ્નિકાંડમાં 27 લોકો જીવતા હોમાયા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રી અને ગુહ રાજ્યમંત્રીએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. નોંધનીય કે, કાર્યવાહીના આદેશ બાદ ગુજરાતભરમાં તંત્ર સક્રિય થઈ તપાસ કરી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ફાયર વિભાગ જાગ્યું છે. ફાયર વિભાગે અત્યારે સુરતમાં પણ સઘન તપાસ હાથ ધરી દીધી છે. નોંધનીય છે કે, શાસક પક્ષના દંડક ધર્મેશ વાણિયાવાલાનું ફૂડ કોર્ટ સીલ કરી દેવામાં આવ્યું છે.

Advertisement

ધર્મેશ વાણિયાવાળાએ નિયમોનો નેવે મુકી ફુડ કોર્ટ ચાલુ કર્યું

નોંધનીય છે કે, ધર્મેશ વાણિયાવાળા દ્વારા પણ પાલ રોડ પર ગેલેક્ષી સર્કલ પાસે નિયમોની ઐસીતૈસી કરીને ફુડ કોર્ટ ચાલુ કરી દેવામાં આવ્યું હતું. જેને અત્યારે ફાયર વિભાગે સીલ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે, એનઓસી નહીં હોવા છતાં પણ તંત્ર દ્વારા આ 'લા પેન્ટોલા' નામનું ફુડકોર્ટ ચાલવા દેવાયું હતું. આખે કેમ પહેલા તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવી? તે એક સવાલ છે.

ત્રણ દિવસ સુધી તંત્ર દ્વારા તેને બચાવવાનો પ્રયાસ કરાયો

મળતી વિગતો પ્રમાણે ત્રણ દિવસ સુધી તંત્ર દ્વારા તેને બચાવવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ હવે તેને બચાવી શકાશે તેમ નહીં લાગતા ચોથા દિવસે Surat ફાયર બ્રિગેડ દ્વારા આ ફુડકોર્ટને પણ સીલ મારી દેવામાં આવ્યું હતું. ખુદ મનપાના શાસક પક્ષના દંડકનું જ ફુડ કોર્ટ સીલ થઈ જતાં અત્યાર સુધી કેવી લાલીયાવાડી ચાલતી હતી તેની મનપા કચેરીમાં ભારે ચર્ચાઓ ચાલી હતી. શું આ લોકો અહીં કોઈ બીજા અગ્નિકાંડની રાહ જોઈ રહ્યા હતા? આખરે કેમ લોકોના જીવની આ નેતાઓને કોઈ કિંમત નથી સમાજાતી? મોટો સવાલ તો એ છે કે, તંત્ર દ્વારા જ તેમને સવારી લેવામાં આવે છે? જો કે, અત્યારે તો ફાયર સેફ્ટી વિભાગ દ્વારા કાર્યવાહીના ભાગરૂપે ફુડ કોર્ટને બંધ કરાવી દેવામાં આવ્યું છે

Advertisement

આ પણ વાંચો: જાહેરાતો દેખાડવા માટે બે કંપનીઓએ કાપ્યા 536 વૃક્ષો, AMC એ ફટકાર્યો 1 કરોડનો દંડ

આ પણ વાંચો: BHARUCH: લ્યો બોલો! ભરૂચની સરકારી કચેરીઓમાં ફાયર એક્સટિંગ્યુશર બોટલો રીન્યુ જ નથી કરાઈ

આ પણ વાંચો: GUJARAT: રાજ્યમાં 25 થી 30 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફુકાશે, ગરમીથી મળશે આંશિક રાહત

Tags :
Advertisement

.