Cyclone Biporjoy : જ્યારે વાવાઝોડું દરિયાકાંઠે ટકરાય ત્યારે શું થાય છે? જાણો
Cyclone Biporjoy ની લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જે મોડી રાત સુધી ચાલે તેવી શક્યતા છે. કચ્છના જખૌની નજીક તેનું લેન્ડફોલ થવાનું છે. શું તમને ખ્યાલ છે વાવાઝોડું દરિયા કિનારે ટકરાય ત્યારે શું થાય છે. લેન્ડફોલ કોને કહેવાય છે અને વાવાઝોડું લેન્ડફોલ થઈ ગયા પછી શું થશે?
લેન્ડફોલ એટલે શું?
ભારે પવન સાથે જ્યારે ચક્રવાક દરિયા તરફ પ્રવેશ છે તો તે સ્થિતિને લેન્ડફોલ કહે છે. આ દરમિયાન ભારે પવન, ભારે વરસાદ અને દરિયાની સપાટી વધે છે. ચક્રવાત લેન્ડફોલ કરે તેના અનેક કલાકો પહેલા અસર દેખાવાની શરૂઆત થઈ જાય છે જેના લીધે અસરગ્રસ્ત વિસ્તારમાં વરસાદ અને આંધી આવે છે.
લેન્ડફોલ બાદ શું થાય છે?
લેન્ડફોલ સમયે પવનની ઝડપ ઘટવાના આસાર હોય છે. લેન્ડફોલ બાદ ચક્રવાત ધીરે ધીરે નબળું પડવાની આશા છે. દરિયા કિનારાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડે અને દરિયાના મોજા 3 થી 6 મીટર સુધી ઉછળી શકે છે.
- ઉલ્લેખનીય છે કે, બિપરજોયના લેન્ડફોલની સાથે 8 રાજ્યોમાં એલર્ટ જાહેર કરી દેવાયું છે. નેવી, એરફોર્સ, સેના અને એનડીઆરએફ તથા એસડીઆરએફ સહિતની તમામ એજન્સીઓ એલર્ટ છે. 125 કિમીથી વધારે ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડાનું લેન્ડફોલ કચ્છના ગુહાર ગામ નજીક થવાનું છે.
આ પણ વાંચો : હજુ તો શરૂઆત છે! મોડી રાતે વાવાઝોડું ધમરોળશે, જુઓ ક્યાં છે કેવી હાલત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.