Rajkot: અગ્નિકાંડને લઈને સૌથી મોટા સમાચાર, ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીની અટકાયત
Rajkot: રાજકોટ અગ્રિકાંડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ અગ્નિકાંડ મામલે ભાજપ નેતાની અટકાયત કરવામાં આવી છે. રાજકોટ અગ્નિકાંડ મામલે ગુજરાત ફર્સ્ટ પર સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ અગ્નિકાંડ મામલે ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીની મુશ્કેલીઓ વધી છે. તમને જણાવી દઈએ કે, કોર્પોરેટર નીતિન રામાણીની અટકાયત કરવામાં આવી છે. આ સાથે વધુ પૂછપરછ માટે નીતિન રામાણીને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લવાયા છે.
રાજકોટના વોર્ડ નંબર 13ના કોર્પોરેટર છે નીતિન રામાણી
તમને જણાવી દઈએ કે, નીતિન રામાણીએ કરેલી ભલામણને લઈને પૂછપરછ કરવામાં આવશે. TRP ગેમઝોનમાં ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવા માટે ભલામણ કરી હતી. ગુજરાત ફર્સ્ટ સાથે ટેલિફોનિક વાતચીતમાં નીતિન રામાણીએ કબૂલાત કરી હતી. તમને જણાવી દઇએ કે, નીતિન રામાણી રાજકોટના વોર્ડ નંબર 13ના કોર્પોરેટર છે.
રાજકોટ અગ્નિકાંડના પાપીઓનો સૌથી મોટો પર્દાફાશ
નોંધનીય છે કે, રાજકોટ અગ્નિકાંડમાં હોમાયેલા નિર્દોષ લોકોની ચિસો હજી પણ આપણાં કાને સંભળાઈ રહીં છે. અત્યારે પણ રાજકોટ અગ્નિકાંડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ અગ્નિકાંડના પાપીઓનો સૌથી મોટો પર્દાફાશ થયો છે. એટલું જ નહીં પરંતુ અગ્નિકાંડના પાપીઓના કાળા કારનામા અંગે પણ પર્દાફાશ થયો છે. તમને જણાવી દઇએ કે, રાડકોટ અગ્નિકાંડ મામલે TPO મનસુખ સાગઠીયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મળતી વિગતો પ્રમાણે મનસુખ સાગઠિયા જ અનેક કાળા કામનો મુખ્ય ચહેરો છે. જાણકારી પ્રમાણે મનસુખ સાગઠીયા પર વર્ષોથી ગોરખધંધા ચલાવવાનો આરોપ લાગ્યો છે.
પ્લોટની ફાળવણી અને વેચાણમાં ગેરરીતિ આચરી હોવાનો આરોપ
તમને જણાવી દઇએ કે, મનસુખ સાગઠિયાના કાળા કારનામાનો વધુ એક મોટો પર્દાફાશ થયો છે. મનસુખ સાગઠીયા પર રાજકોટની મલુમંગલ સોસાયટીમાં ગેરરીતિનો આરોપ લાગ્યો છે. એટલું જ નહીં પરંતુ પ્લોટની ફાળવણી અને વેચાણમાં ગેરરીતિ આચરી હોવાનો અત્યારે રાજકોટના એક સામાજિક અગ્રણીએ આરોપ લગાવ્યો છે. આ સાથે કો.ઓપરેટિવ સોસાયટીના નિયમોનો સરેઆમ ભંગનો પણ આરોપ લાગ્યો છે. નોંધનીય છે કે, સાગઠીયા પર અત્યારે અનેક સંગીન આરોપો લાગી રહ્યા છે. મલુમંગલ સોસાયટીમાં કરાયેલા આરોપો અને SIT નોંધ લે તેવી માગણીઓ કરવામાં આવી છે. SIT સઘન તપાસ કરે તો મોટું કૌભાંડ બહાર આવી શકે છે