Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IFFCO ની ચૂંટણી મામલે મોટો કકળાટ, જયેશ રાદડિયા સામે લેવાશે પગલાં..?

IFFCO : ઇફ્કોની (IFFCO)ચૂંટણી વટનો સવાલ બનીને ઘણું ખુલ્લી પડી છે, ભાજપ હાઈકમાન્ડના આદેશને અવગણી રાદડિયાએ મેદાન માર્યું, ત્યારે હવે ભાજપ આકરાં પગલાં લઇ શકે છે.  આ વચ્ચે રાદડિયા સામે વિરોધના સૂર ઉઠ્યા છે. પાર્ટી સામે બળવો કરીને જેતપુરના ધારાસભ્ય...
iffco ની ચૂંટણી મામલે મોટો કકળાટ  જયેશ રાદડિયા સામે લેવાશે પગલાં

IFFCO : ઇફ્કોની (IFFCO)ચૂંટણી વટનો સવાલ બનીને ઘણું ખુલ્લી પડી છે, ભાજપ હાઈકમાન્ડના આદેશને અવગણી રાદડિયાએ મેદાન માર્યું, ત્યારે હવે ભાજપ આકરાં પગલાં લઇ શકે છે.  આ વચ્ચે રાદડિયા સામે વિરોધના સૂર ઉઠ્યા છે. પાર્ટી સામે બળવો કરીને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ ઇફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં ફોર્મ ભર્યું હતું. એટલું જ નહીં ભાજપના સત્તાવાર ઉમેદવાર બિપીન ગોતાને હરાવીને વિજેતા પણ બન્યા. ગુજરાત ભાજપનું મોવડી મંડળ આ નિર્ણયથી સમસમી ગયું છે. ત્યારે ઈફ્કોની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત બાદ ભાજપમાં ભડકો થયેલો જોવા મળી રહ્યો છે. મેન્ડેટ ન મળ્યા હોવા છતાં રાદડિયા જીત થતા ભાજપનું બીજું જૂથ મેદાને આવ્યું છે. રાજકોટ ભાજપના અગ્રણી અને સહકારી નેતા બાબુ નસીતે જયેશ રાદડિયા અને તેમને મત આપનાર સામે પગલાં લેવાની માંગ કરી છે.

Advertisement

આ સિવાય શું કરી માંગ

બાબુભાઈએ કહ્યું કે મેન્ડેટ પ્રથા મુજબ ઈફ્કોમાં કાર્યવાહી કરવા માંગ કરી છે. લોધિકા સંઘની જેમ ઈફ્કોની ચૂંટણીમાં કાર્યવાહી કરવા કહ્યું છે. આ સાથે જ સહકારી સંસ્થાઓમાં ચાલતા ભષ્ટ્રાચારની નિષ્પક્ષ તપાસ કરો એમ પણ કહ્યું છે. તેઓએ રાદડિયાને નિશાન બનાવતા કહ્યું કે મેન્ડેટ વિરુદ્ધ લડનાર રાદડિયા સામે પગલા લો. મેં હાઈકોર્ટમાં આ મુદ્દે પિટીશન કરી હતી એમ પણ કહ્યું હતું.

Advertisement

કાછડિયાને ટિકિટ ન મળતા કર્યો કકળાટ

ત્રીજા તબક્કા દરમિયાન ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર ચૂંટણી પૂર્ણ થઈ છે, આવામાં હવે અંદરનો વિખવાદ અને ટિકિટની વહેંચણીનો મુદ્દો સામે આવ્યો છે. અમરેલીના સાંસદ રહી ચૂકેલા નારણ કાછડિયાના બદલે આ વખતે અમરેલી બેઠક પરથી ભરત સુતરિયાને ઉતારવામાં આવ્યા હતા. હવે કાછડિયા દ્વારા પક્ષ સામે ઉભરો ઠાલવીને મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. જેમાં પક્ષ પલટો કરીને આવતા નેતાઓને ટિકિટ આપવા મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સી.આર.પાટીલના નેતૃત્વને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. નોંધનીય છે સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીએ નામ લીધા સિવાય પાટીલ પર આરોપ લગાવ્યા હતા. તેમણે ભાજપમાં આવતા કોંગ્રેસના નેતાઓને પદ આપવા મામલે પ્રદેશ નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા હતા.

Advertisement

IFFCOના ચેરમેન તરીકે દિલીપ સંઘાણીની નિયુક્તિ

દિલીપ સંઘાણી ચેરમેન તરીકે બિનહરીફ જીત્યા તો સાથે જ દિલીપ સંઘાણી સતત બીજી વખત બન્યા ચેરમેન. વાઈસ ચેરમેન તરીકે બલવિંદરસિંઘની નિયુક્તિ કરાઈ. બલવિંદર સિંઘ યૂપીના સહકારી નેતા છે.

જયેશ રાદડિયાની જીત

જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાનો ઇફકોની ચૂંટણીમાં ભવ્ય વિજય થયો હતો. જયેશ રાદડિયાને કુલ 180 મતમાંથી 114 જેટલા મતો મળ્યા, જ્યારે ભાજપમાંથી મેન્ડેટ મેળવીને ચૂંટણી લડનાર બિપીન પટેલને માત્ર 66 મતો મળ્યા.

ઈફ્કોની ચૂંટણીમાં ભાજપમાં ભડકો

સહકારી નેતાઓ પાર્ટી સામે જ પડ્યા. પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ જઈને ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે ઈફ્કોની ચૂંટણીમાં બિપીન ગોતાને મેન્ડેટ આપ્યું છે. પાર્ટીના મેન્ડેટ સામે 2 સહકારી નેતાઓનો બળવો સામે આવ્યો છે. જયેશ રાદડિયા, પંકજ પટેલની મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી હોવાથી વિવાદ વકર્યો છે. મોડાસાના પંકજ પટેલે ભાજપ વિરુદ્ધ બળવો કર્યો. પંકજ પટેલ અરવલ્લીની અનેક સહકારી સંસ્થામાં ડિરેક્ટર છે તો જયેશ રાદડિયા પણ સહકારી સંસ્થામાં અગ્રણી છે. અરવલ્લી અને રાજકોટની સહકારી સંસ્થાઓમાં નવજુનીના એંધાણ છે.

આ પણ  વાંચો - બિપિન ગોતાએ મોરચો સંભાળ્યો, સંઘાણીને કહ્યું IFFCO જીત્યા એમ વિધાનસભા જીતી હોત તો…

આ પણ  વાંચો - Ahmedabad : બોમ્બથી ઉડાવી દેવાના ઇ-મેઇલમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

આ પણ  વાંચો - Junagadh: રવની ગામે ડબલ મર્ડર, અજાણ્યા શખ્સોએ ગોળી મારી પિતા-પુત્રની કરી હત્યા

Tags :
Advertisement

.