Bharuch: ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તંત્ર થયું દોડતું, આખરે વોટરપાર્ક કરાયો બંધ
Bharuch: ભરૂચના કરમાડ ગામ નજીક ખેતરની જમીનમાં વોટરપાર્ક ઉભું કરાયું છે પરંતુ આ વોટરપાર્કની મંજૂરી કોની તેવા સવાલો વચ્ચે વોટરપાર્કમાં વરસાદી કાંસના પાણીનો ઉપયોગ કરાતો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના સામે આવતા મામલતદાર સહિતના અધિકારીઓએ સ્થળ ઉપર ધામા નાખી નોટિસ ફટકારી છે. આ સાથે જરૂરી દસ્તાવેજો મેળવવા સાથે વોટરપાર્કના જે રાઈડ છે તેની ફિટનેસ સર્ટિફિકેટ સામે પણ સવાલો ઊભા થઈ ગયા છે.
અધિકારીઓએ સ્થળ ઉપર ધામા નાખી નોટિસ ફટકારી
ભરૂચ (Bharuch)માં વોટરપાર્ક ઉભું થયું હોય અને તંત્ર અજાણ હોય તે વાત ગળે ઉતરે ખરી? આવી જ ઘટના ભરૂચ (Bharuch)ના કરમાડ ગામેથી સામે આવી છે જ્યાં રાતો રાત વોટરપાર્ક ઉભું થઈ ગયું અને લોકો માટે ખુલ્લું પણ મુકાઈ ગયું. લોકો વોટરપાર્કનો હોશે હોશે ઉપયોગ પણ કરવા લાગ્યા પરંતુ વોટરપાર્કમાંથી આવેલા લોકોને ચામડીના રોગ થયા હોવાની વાત સામે આવતા સમગ્ર મામલો તંત્રના કાને પહોંચતા તંત્ર એ પણ મંજૂરી આપી છે કે કેમ? તે વાતથી તેઓ પણ ખુદ અજાણ હોવાની વાત સામે આવી છે.
વોટરપાર્કની તપાસ કરવામાં આવતા ભાંડો ફૂટ્યો
વોટરપાર્કમાં ઉપયોગમાં લેવાતું પાણી ક્યાંથી આવે છે તેવા સવાલો ઉભા થતા મોટો ભાંડો ફૂટ્યો છે. નોંધનીય છે કે, વોટરપાર્ક નજીક વરસાદી કાંસ પાસે મોટર મૂકી પાણી વરસાદી કાંસના સીધા પાઇપ લાઇન વડે વોટરપાર્કમાં જતા હોવાના ચોકાવનારા દ્રશ્યો સામે આવતા આ સમગ્ર મામલો મામલતદાર સુધી પહોંચતા મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અધિકારીઓને પણ ગંભીર પ્રકારનું દ્રશ્ય જોવા મળ્યું હતું. પરંતુ વોટરપાર્કના સંચાલકોએ અધિકારીઓને પણ ગોળ ગોળ ફેરવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સ્થળ ઉપરથી વરસાદી પાણીનો એટલે કે કેનાલમાંથી વરસાદી કાસમાં પાણીની લાઈન આપી પ્લાસ્ટિકની પાઇપલાઇન વડે સીધું પાણી વોટરપાર્કમાં પહોંચતું હોવાના ચોકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. જેના પગલે અધિકારીઓ એ સ્થળ નિરીક્ષણ કરી કાર્યવાહી શરૂ કરી છે.
અધિકારીઓ પહોંચતા જ વોટરપાર્કના સંચાલકોમાં દોડધામ
અત્રે ઉલ્લેખની આ બાબત એ પણ છે કે વોટરપાર્ક ઉપર તપાસ અર્થે અધિકારીઓ પહોંચતા જ વોટરપાર્કના સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. વરસાદી કાંસના પાણીનો જે ઉપયોગ કરાતો હતો તેની પાઇપ લાઇન દૂર કરવા માટે શરૂઆત કરી હતી. જેના દ્રશ્યો પણ મીડિયાએ કેદ કર્યા છે ત્યારે અત્યાર સુધી જેટલા લોકો પણ વોટરપાર્કમાં ગયા હતા. તેમને ચામડીનો રોગ થયો હોય તેવી ઘટના સામે આવી હોય તો અધિકારીઓએ તાત્કાલિક વોટરપાર્ક બંધ કરાવવું જોઈએ. જોકે આ વોટરપાર્કમાં પાણીનો ગેરકાયદેસર ઉપયોગ અને ફીટનેસ સર્ટિફિકેટ પણ ન હોવાનું સામે આવ્યું છે. આ સાથે જે તે વિભાગની મંજૂરી લેવાની હોય તે બાબતે પણ મંજૂરી ન લેવાય હોવાનું માનવામાં આવે છે.
લ્યો બોલો કરો વાત, વોટર પાર્કમાં ભરાતું ગટરનું પાણી!
ગુજરાત ફર્સ્ટે ભરૂચના ગેરકાયદે વોટર પાર્કનો કર્યો પર્દાફાશ
ભરૂચમાં સંપૂર્ણ ગેરકાયદેસર વોટર પાર્ક સવાલોના ઘેરામાં
વોટર પાર્કમાં સીધું જ ગટરનું પાણી વપરાતું હતું!@CMOGuj @sanghaviharsh @GujaratPolice @CollectorBharch #Gujarat… pic.twitter.com/sf64e8TZNz— Gujarat First (@GujaratFirst) May 27, 2024
અમારા વિભાગ તરફથી કોઈ મંજૂરી મળી નથીઃ બોડા વિભાગ
સમગ્ર મામલો સામે આવતા વોટરપાર્કની મંજૂરી બોરડા વિભાગે આપી હોવાનું રતન વોટરપાર્કના સંચાલકોએ કરતાં વોટરપાર્કના સંચાલકોએ પણ ખોટી કેફિયત રજૂ કરી હોય તેમ બોડા વિભાગે પણ સ્પષ્ટ કહ્યું કે, અમારા વિભાગ તરફથી કોઈ મંજૂરી મળી નથી અને ભરૂચમાં વોટરપાર્ક ચાલુ થયું છે તે અમારા ધ્યાને નથી. ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારીનો સંપર્ક કરવામાં આવતા જિલ્લા વિકાસ અધિકારીએ પણ કહ્યું હતું કે, હું મારી ટીમને મોકલું છું. જોકે સ્થળ ઉપર મામલતદારની ટીમે નોટિસ પાઠવી કાર્યવાહી કરી હોવાની માહિતી મળી રહી છે કાર્યવાહી કરી હોવાની માહિતી મળી રહી છે.